બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biggest news about Cyclone Biporjoy, A cyclone may pass over Gujarat on this date

BIG NEWS / બિપોરજોય વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર: આ તારીખે ગુજરાત પાસેથી પસાર થઈ શકે છે ચક્રવાત, જુઓ ક્યાં સૌથી મોટું સંકટ

Published By: Priykant Shrimali

Last Updated: 04:55 PM, 5 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy News: ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર

  • વાવાઝોડા બિપોરજોયને લઈને મહત્વના સમાચાર
  • વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠા નહી ટકરાય
  • વાવાઝોડુ બિપોરજોય પાકિસ્તાન બાજુ ફંટાશે
  • 10 જૂન ગુજરાત પાસેથી પસાર થશે વાવાઝોડુ
  • 12 જૂનના પાકિસ્તાનમાં ટકરાશે વાવાઝોડુ

ગુજરાતમાં જે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે તે બિપોરજોય વાવાઝોડાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, હવે આ વાવાઝોડુ ગુજરાતના દરિયા કાંઠે નહી ટકરાય. વિગતો મુજબ આ વાવાઝોડુ બિપોરજોય પાકિસ્તાન બાજુ ફંટાશે. જેને લઈ હાલની સ્થિતિએ વાવાઝોડાની દિશા પાકિસ્તાન તરફ હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, આગામી 10 જૂન ગુજરાત પાસેથી આ વાવાઝોડુ પસાર થશે અને 12 જૂનના પાકિસ્તાનમાં વાવાઝોડુ ટકરાશે. 

ગુજરાતમાં આજે વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વચ્ચે હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, ગુજરાત પર હવે બિપોરજોય નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે જેની અસર આવતીકાલથી ગુજરાત પર જોવા મળશે. જેને કારણે હવે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવશે. 

રાજ્યમાં વધુ એક વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સાયક્લોનીક સિસ્ટમ બનશે. આ સાયક્લોનને બિપોરજોય નામ અપાયુ છે. ગુજરાતમાં આવતીકાલથી આ ચક્રવાતની અસર જોવા મળશે. જેને લઈ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વચ્ચે માછીમારોને દરિયા ન ખેડવા સૂચના અપાઈ છે. 

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં પલટો આવ્યો છે. આજ વહેલી સવારથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે વીજળીના કડકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં એકદમ ઠંકક ફેલાઈ ગઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Biparjoy Biporjoy Cyclone In Gujarat Cyclone Biparjoy બિપોરજોય વાવાઝોડુ Cyclone Biparjoy News

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ