બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Biggest health update on Heeraba's health

BIG NEWS / તબિયતમાં હવે....: હીરાબાના સ્વાસ્થ્યને લઇ સૌથી મોટી હેલ્થ અપડેટ, જુઓ શું બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ

Priyakant

Last Updated: 10:34 AM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદીના માતા હીરાબાની તબિયતને લઈ મોટા સમાચાર, CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યા

  • PM મોદીના માતા હીરાબાની તબિયત સુધારા પર
  • CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોચ્યા
  • હોસ્પિટલમાં હીરાબાના ખબર અંતર પૂછવા પહોંચ્યા CM
  • હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છેઃ CM
  • એકાદ દિવસમાં રજા અપાશેઃ CM 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નાદુરસ્ત તબિયતના કારણે હોસ્પિટલમાં એડમિટ હોઇ ગઈકાલે PM મોદી અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં પહોંચ્યા હતા. આ સાથે હોસ્પિટલમાં PM મોદી સહિત પરિવારના સભ્યો PM મોદીના ભાઈ પંકજભાઈ મોદી, સોમાભાઇ મોદી સહિતના પરિવાજનો  પણ હતા. જોકે હવે હીરાબાની તબિયતને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે. જેને લઈ હવે આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયતમાં સુધારો આવ્યો છે. ગઇકાલે સવારમાં તબિયત નાદુરસ્ત થતાં તેઓને અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલે ગઈકાલે હેલ્થ બુલેટીન બહાર પાડ્યું હતું કે, તેઓની તબિયતમાં સુધારો થયો છે. 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂછ્યા હીરાબાના ખબર 

આ તરફ ગઇકાલ બાદ આજે સવારે ફરી એકવાર CM ભૂપેન્દ્ર પટેલ યુ.એન.મહેતા હોસ્પિટલ પહોંચી ગયા છે. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, હીરાબાની તબિયતમાં ઝડપથી સુધારો આવી રહ્યો છે. જેથી આગામી એકાદ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ