બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / BIG relief in income tax exemption in union budget 2022

બજેટ / બજેટમાં 8 વર્ષે જોરદાર ગુડ ન્યૂઝ આપી શકે મોદી સરકાર, જાણીને તમે પણ ઝૂમી ઉઠશો

Pravin

Last Updated: 03:52 PM, 31 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે બજેટમાંથી સામાન્ય જનતાને મોટી આશા છે.

  • ટેક્સપેયર્સને મોદી સરકાર આપી શકે છે મોટી રાહત
  • બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત
  • આવતી કાલે રજૂ થઈ રહ્યું છે બજેટ

 

રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે આજથી બજેટ સત્રની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે બજેટમાંથી સામાન્ય જનતાને મોટી આશા છે. હકીકતમાં કોરોનાના કહેરના કારણે બગડેલી અર્થવ્યવસ્થા અને વધતી મોંઘવારીને કારણે લોકો એવી આશા રાખીને બેઠા છે કે ,આ બજટેમાં સરકાર તેમને રાહત આપી શકે છે. આ જ ક્રમમાં ઈકોનોમીને ગ્રોથ બૂસ્ટર આપવા માટે બજેટમાં ટેક્સપેયર્સને મોટી રાહતની જાહેરાત થઈ શકે છે. હકીકતમાં કેટલાય વર્ષોથી ટેક્સપેયર્સ માટે કોઈ જાહેરાત થઈ નથી. જેનાથી તેમને મોટો ફાયદો થાય. ત્યારે હવે આશા બંધાઈ છે કે, આ વખતે ટેક્સમાં છૂટ આપીને સરકાર તેમને ખુશ કરી શકે છે.

સરકાર આપી શકે છે મોટી ખુશખબર


ઈંડિયન બેંક એસોસિએશને સરકાર પાસેથી એવી ડિમાન્ડ રાખી છે કે, 3 વર્ષના ફિક્સ્ડ ડિપોઝીટ પર ટેક્સ છૂટને દાયરામાં લાવવી જોઈએ. જો સરકાર તરફથી તેને મંજૂરી મળી જાય છે તો, નિશ્ચિત રીતે મોટી રાહત થશે. તો આવો જાણીએ ટેક્સપેયર્સને ખુશ કરવા માટે સરકાર શું પગલા લઈ શકે છે.

FD ને ટેક્સ ફ્રી કરવાની માગ

ઈંડિયન બેંક એસોસિએશનની માગ છે કે ટેક્સ ફ્રી ફિક્સ્ડ ડિપોઝીટના લોક ઈન પીરિયડને ઓછો કરવો જોઈએ. હાલમાં 5 વર્ષની FD પર ટેક્સ છૂટ મળે છે. પણ તેને ઘટાડીને 3 વર્ષ કરવાની ડિમાન્ડ થઈ રહી છે. એસોસિએશન અનુસાર 3 વર્ષની FDને ટેક્સ છૂટના દાયરામાં લાવવાથી ટેક્સપેયર્સને બીજી પ્રોડક્ટ્સનો પણ ઓપ્શન મળશે. આ સમયે લોકો વ્યાજ દર કમ થવાના કારણે FDની જગ્યાએ PPF અથવા સુકન્યા જેવી અન્ય પ્રોડ્ક્ટ્સમાં વધારે રોકાણ કરી રહ્યા છે. તો વળી રિસ્ક ફૈક્ટરવાળા રોકાણકારો માટે મ્યૂચ્યૂઅલ ફંડ પણ વધારે સારો વિકલ્પ છે.

80 Cનો દાયરો વધારવાની આશા

હાલમાં સેક્શન 80સી અંતર્ગત કરવામાં આવેલા 1.5 લાખ રૂપિયા સુધીના રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તેનાથી PPF, સુકન્યા સમૃદ્ધિ યોજના, લાઈફ ઈંશ્યોરેંસ જેવી કેટલીય પ્રોડક્ટ્સ આવે છે. આ અગાઉ વર્ષ 2014માં 80 સી દાયરામાં 1 લાખથી વધારે 1.5 લાખ રૂપિયા કરવામાં આવ્યા હતા. એટલે કે, છેલ્લા 8 વર્ષોમાં તેમાં ફેરફાર થયો નથી. ખાસકરીને નોકરીધંધાવાળા માટે સેક્શન 80 સી ટેક્સ બચાવવામાં સૌથી વધારે સારૂ ઓપ્શન હોય છે. જો સરકાર આ સેક્શન અંતર્ગત છૂટ મર્યાદા વધારે છે તો વધારે લોકો તેમાં રોકાણ કરી શકે છે.

બેસિક લિમિટ પણ વધારી શકાય છે 

ટેક્સ છૂટની બેસિક લિમિટ હાલમાં 2.5 લાખ રૂપિયા છે. આ અગાઉ વર્ષ 2014માં તેને 2 લાખથી વધારીને 2.5 લાખ કરવામાં આવી હતી. પણ તેમાં છેલ્લા 8 વર્ષોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. એટલા માટે આશા છે કે, ટેક્સપેયર્સને રાહત આપવા માટે બેસિક લિમિટને વધારીને 3 લાખ રૂપિયા કરી શકાય છે. હકીકતમાં આ વર્ષે 5 રાજ્યોમાં ચૂંટણી થવાની છે. ત્યારે આવા સમયે બેસિક લિમિટને વધારીને ટેક્સપેયર્સ એટલે કે, એક ખાસ વર્ગ માટે વોટર્સને ખુશ કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Budget Budget 2022 Income Tax Tax Payers Union Budget Budget
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ