બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સરકારી નોકરીની તૈયારી કરતા લોકો માટે ખુશખબર, 591 પોસ્ટ માટે ભરતીની જાહેરાત
Last Updated: 07:29 PM, 15 September 2025
GSRTC Conductor Bharti 2025: ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા કંડક્ટર કક્ષાની ભરતીની ફરી એકવાર ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. આ પરીક્ષાની ટુંક જ સમયમાં જાહેરાત OJAS પર કરવામાં આવશે તેવું ટ્વીટ હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવ્યું હતું. જો કે આ ભરતી માત્ર અને માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ રહેશે. કુલ 571 પદ પર આ ભરતી કરવામાં આવશે. ઉમેદવારોએ તમામ જરૂરી દસ્તાવેજો સાથે તૈયાર રહેવા માટે પણ જણાવ્યું હતું.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દર્દીઓનું જે થવું હોય તે થાય! અમે તો ગરબે ઘૂમવાના, જામ કંડોરણાના આરોગ્ય કેન્દ્રનો Video વાયરલ
ગુજરાત એસટી નિગમમાં બમ્પર ભરતી
ADVERTISEMENT
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સરકારી ભરતીઓમાં હાલમાં ગુજરાત એસટી દ્વારા બમ્પર ભરતીઓ કરવામાં આવી રહી છે. હાલમાં જ ભરતી હાલમાં પુર્ણતાના આરે છે ત્યારે ફરી એકવાર દિવ્યાંગ ઉમેદવારોની અલગથી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. હર્ષ સંઘવી દ્વારા આ ભરતી માત્ર દિવ્યાંગ ઉમેદવારો માટે જ રહેશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. આ ભરતી અંગે ઉમેદવારોને તૈયાર રહેવા માટે પણ જણાવ્યું હતું.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા ટૂંક સમયમાં OJAS વેબસાઈટ પર કંડક્ટર કક્ષામાં ૫૭૧ દિવ્યાંગ ઉમેદવારોની ભરતી માટે જાહેરાત જારી કરવામાં આવશે.
— Harsh Sanghavi (@sanghaviharsh) September 15, 2025
ADVERTISEMENT
OJAS પર મળશે વિગતો
ગુજરાત એસટી ભરતી માટે પોસ્ટ, ઉમેદવારોની લાયકાત, શૈક્ષણિક લાયકાત, પગારધોરણ, વય મર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ સહિતની તમામ મહત્વપૂર્ણ માહિતી સહિતની તમામ માહિતી OJAS વેબસાઇટ પર જાણવા મળશે. આ ઉપરાંત આ ભરતી દિવ્યાંગો માટે હોવાથી દિવ્યાંગો અંગેના કેટલાક ચોક્કસ નિયમો અંગે પણ સ્પષ્ટતા પુર્વક ઓજસ પર માહિતી આપવામાં આવશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.