ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દર્દીઓનું જે થવું હોય તે થાય! અમે તો ગરબે ઘૂમવાના, જામ કંડોરણાના આરોગ્ય કેન્દ્રનો Video વાયરલ

બેદરકારી / દર્દીઓનું જે થવું હોય તે થાય! અમે તો ગરબે ઘૂમવાના, જામ કંડોરણાના આરોગ્ય કેન્દ્રનો Video વાયરલ

Published By: Vishal Khamar

Last Updated: 01:53 PM, 15 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામકંડોરણાના આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની સારવાર અદ્ધરતાલ મુકીને આરોગ્ય કર્મીઓ ગરબા રમતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

ADVERTISEMENT

અનુશાસનના અભાવે આરોગ્ય સેવાઓ અધ્ધરતાલ, દર્દીઓ રઝળપાટ અને કર્મચારીઓ મજામાં મસ્ત! જામકંડોરણાના ધોળીધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાંથી આવો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં આરોગ્ય કર્મીઓ આરોગ્ય કેન્દ્રની અંદર જ રાસ-ગરબામાં લીન જોવા મળે છે.

આરોગ્ય કર્મી ગરબા રમ્યા

હકીકત તો એવી છે કે, હાલમાં આજ વિસ્તારમાં અજ્ઞાત જંતુના ત્રાસથી અનેક લોકો બીમાર પડી રહ્યા છે. ગ્રામજનો આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ભટકાઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ આ આરોગ્ય કર્મીઓ જનહિતના કાર્યોને બાજું પર મૂકી મોજમાં ગરબા રમી રહ્યા છે. બે ડૉક્ટરની બદલી થતા દવાખાનામાં રાસ ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ

આ ઘટનાનો વીડિયો કોઈ લોકોએ સોશ્યલ મીડિયામાં શેર કરી દેતા મામલો ગરમાયો છે. આ વીડિયો વાયરલ થતાની સાથે લોકોમાં તીવ્ર અસંતોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક ગ્રામજનો અને લોકપ્રતિનિધિઓ દ્વારા તાકીદે તપાસ કરીને જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવાની માગ ઉઠી છે.

વધુ વાંચોઃ દૂધધારા ડેરી ચૂંટણી: કુલ 9 ઉમેદવારો સસ્પેન્ડ, બળવાખોરો વિરૂદ્ધ જિલ્લા પ્રમુખે વીંઝ્યો શિસ્તનો કોરડો

ગ્રામ્ય વિસ્તારના લોકો આરોગ્ય સેવાથી વંચિત

આરોગ્ય વિભાગના કર્મચારીઓની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારના લોકોને યોગ્ય આરોગ્ય સેવાઓથી વંચિત રહેવું પડે છે. સંબંધિત અધિકારીઓએ આ મામલે ઝડપથી પગલાં લેવું જરૂરિયાતી બની ગયું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamkandorana News Jamkandorana Dholidhar Primary Health Center

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ