બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Big news for farmers who apply for mobile assistance, not everyone gets mobile, find out the reason

આને કે'વાય 'સ્માર્ટ' / મોબાઇલ સહાય માટે અરજી કરાનારા ખેડૂતો માટે મોટા સમાચાર, બધાને નહીં મળે મોબાઈલ, જાણો કારણ

Mehul

Last Updated: 05:50 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે વાજતે-ગાજતે ખેડૂતો માટે સ્માર્ટ ફોન યોજના અમલી બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની ખેડૂતો માટેની આ  સ્માર્ટ ફોન સહાય યોજનામાં ધાંધિયા હોવાની ખેડૂતોને પ્રતીતિ

  • ખેડૂતો માટે સ્માર્ટ ફોન દોહ્યલા,રજીસ્ટ્રેશન જ બંધ
  • આપવાના 16 હજાર હતા, અરજી આવી 35 હજાર 
  • કિસાન સંઘે મોબાઈલ સહાય બજેટ વધારવા કરી માંગ  


ગુજરાત સરકારે વાજતે-ગાજતે ખેડૂતો માટે સ્માર્ટ ફોન યોજના અમલી બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ સરકારની ખેડૂતો માટેની આ  સ્માર્ટ ફોન સહાય યોજનામાં ધાંધિયા હોવાની પ્રતીતિ ખેડૂતોને થઇ રહી છે. નવી સૂચી પ્રમાણે હવે  અરજી કરનાર દરેક ખેડૂતોને સહાય  નહી મળી શકે. આ માટેના I-ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન બંધ કરાયું છે. ખેડૂતોને સમાંત ફોન સહાય યોજનામાં કૃષિ વિભાગે 16 હજાર ફોન માટે જ સહાય આપવાનું બજેટ મંજૂર કર્યું હતું. સ્માર્ટ ફોન સહાય માટે નિયત કરતા ડબલ જેટલા ફોર્મ ખેડૂતોના ભરાઈને આવ્યા હતા. એટલે કે લગભગ 35 હજાર ફોર્મ ભરાઈને આવ્યા હતા. આમ , વધારે સંખ્યામાં ખેડૂતોએ અરજી કરતા, રજીસ્ટ્રેશન જ બંધ કરી દેવાયું છે. ભારતીય કિસાન સંઘએ સરકાર પાસે  માંગણી કરતા  મોબાઈલ ફોનની સહાયનું બજેટ વધારવાની વાત કરી છે. 

 ફેબ્રુઆરીમાં યોજના અમલી બની 
ગત મહીને રાજ્યના મુખ્યમંત્રીએ સ્માર્ટ ફોન યોજના લોન્ચ કરતા કહ્યું હતું કે, આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ખેડૂતોની હરેક સમસ્યાના સમાધાનમાં સરકાર તેમની પડખે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ કિસાનોના હિતની ચિંતા કરી છે અને ખેડૂત કલ્યાણ યોજનાઓના સફળ અમલથી જગતના તાતને આર્થિક સમૃદ્ધિની દિશા બતાવી છે. 

સ્માર્ટ ફોન સહાય યોજનાનો કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા 15 કરોડ રૂપિયાના પ્રાવધાન સાથે શરૂ થયેલી સ્માર્ટ ફોન સહાય યોજના અન્વયે પ્રતિકરૂપે ૩૩ કૃષિકારોને 1.84 લાખની સહાય ગાંધીનગરમાં અર્પણ કરી હતી. કૃષિ મંત્રી  રાઘવજીભાઇ પટેલ, રાજ્યમંત્રીઓ સર્વ  મુકેશભાઇ પટેલ, કુબેરભાઇ ડીંડોર અને દેવાભાઇ માલમ તેમજ મુખ્ય સચિવ  પંકજકુમાર સહિત લાભાર્થી ખેડૂતો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. 

ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડવો જોઈએ : CM 
    
રાજ્યભરમાં 70 જેટલા સ્થળોએથી સાડા ત્રણ હજારથી વધુ કિસાનશક્તિ આ કાર્યક્રમમાં સહભાગી થઇ હતી. આ યોજનાના પ્રારંભે રાજ્યમાં 5911 ખેડૂતોને 3.37કરોડ રૂપિયાની સહાય રકમ ચુકવવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ ધરતીપુત્રોને પ્રેરણા આપતાં જણાવ્યું કે વડાપ્રધાનએ ડિઝીટલ ક્રાંતિનો જે સંકલ્પ આપણને આપ્યો છે. તેમાં ગુજરાતનો ખેડૂત કયાંય પાછો ન પડે અને ર૧મી સદીમાં આ ડિઝીટલ ક્રાંતિની સદીમાં સ્માર્ટ ફોનના વ્યાપક ઉપયોગથી કિસાન પણ સ્માર્ટ-સજ્જ બને તેવી આપણી નેમ છે. 

ખેડૂતોએ ચૂકવવાના હતા માત્ર આટલા 

કૃષિ વિભાગે સ્માર્ટ ફોનની ખરીદીમાં સહાય 10 ટકાથી વધારી 40 ટકા કરી છે.ખેડૂતોને 15 હજારની કિંમત સુધીના ફોનની ખરીદીમાં સરકાર મદદ કરશે.કિંમતના 40 ટકા અને વધુમાં વધુ રૂપિયા 6 હજાર સુધીની સહાય ખેડૂતોને મોબાઈલ ખરીદી પર આપવામાં આવશે.આપને જણાવી દઈએ કે, પહેલા 15 હજાર રૂપિયાના મોબાઈલની ખરીદી પર 10 ટકાની સહાય મળતી હતી.જે બાદ  કૃષિ વિભાગે સહાય વધારવા નાણાં વિભાગની મંજૂરી માંગી હતી. જે બાદ સહાય આપવાની મંજૂરી પણ મળી ગઈ હતી પણ હાલ સરકારે લેખિત પરિપત્ર બહાર પાડી સહાય વધારાની જાહેરાત કરી છે. જો ખેડૂત 15000નો ફોન વસાવે તો સરકાર 6 હજાર અપાશે જયારે બાકીના 9 હજાર ખેડૂતને માથે ભોગવવાના આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ