બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Big changes in Saurashtra BJP organization ahead of Lok Sabha elections

તૈયારી / લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર, 11 જિલ્લા અને મહાનગરમાં પ્રમુખ બદલાયા, હવે આ જિલ્લાઓનો વારો

Kishor

Last Updated: 04:32 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપે આત્યારથી જ સંગઠનમાં બદલાવ કરવા ઉપરાંત લોક સંપર્ક અભીયાન વેગવંતુ કરી દીધું છે.

  • લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર ભાજપના સંગઠનમાં મોટા ફેરફાર
  • રાજકોટ સહિત 11 જિલ્લા અને મહાનગરમાં પ્રમુખ બદલાયા
  • કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવ્યા

લોકસભાની ચૂંટણીના આગમન પહેલા જ ભાજપ દ્વારા અત્યારથી જ રાજકીય વાઘા સજાવી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપમાં સંગઠનમાં મોટાપાયે ફેરફાર ચાલી રહ્યા છે. તાજેતરમાં જ રાજકોટ સહિત 11 જિલ્લાઓ અને મહાનગરના શહેર - જિલ્લા પ્રમુખોની બદલી કરાયા બાદ હવે જામનગર અને જૂનાગઢના શહેર અને જિલ્લા  પણ પ્રમુખોની ગમે તે ઘડીએ બદલાવ કરાઈ શકે છે. જામનગર અને જુનાગઢ જિલ્લામાં ગમે ત્યારે સંગઠન વિખેરી નાખી નવા હોદ્દેદારોને ફરજ સોંપવામાં આવી શકે તેવા ભણકારા વાગી રહ્યા છે. આ માટે પ્રદેશ ભાજપ નેતૃત્વ પરિવર્તન માટે સક્ષમ ઉમેદવારોની શોધખોળ કરી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં કુલ 15 જિલ્લા અને મહાનગરમાંથી 11માં સંગઠન નેતૃત્વ પરિવર્તન કરાયું છે.

લોકસભાની 26 માંથી 26 બેઠકો ફરી એકવાર જીતવા ભાજપ એલર્ટ
2024ની લોકસભાની ચૂંટણી પહેલા કાર્યકરોમાં જુસ્સો ભરી ગ્રાઉન્ડ મજબૂત કરવા ભાજપ એક્ટિવ થયુ છે. ગુજરાતમાં લોકસભાની 26 માંથી 26 બેઠકો ફરી એકવાર જીતવા ભાજપ સતર્ક મોડમાં કામ કરી રહ્યું છે. જે માટે ભાજપે હર  ઘર સંપર્ક માટે અભિયાન હાથ ધર્યુ છે. જે માટે આજથી આગામી બે દિવસ વિતરકો 9 વર્ષના કામગીરી સાથે ફરી ગ્રાઉન્ડમા ઉતર્યા છે. આ માટે રાજ્યભરમાં 51,931 કાર્યકરો હર ઘર સંપર્ક અભિયાનમાં જોડાઈ રહ્યા છે. એટલું જ નહીં 2019માં ભાજપે આપેલા મેનિફેસ્ટો મુજબના થયેલા કામો અંગે ગુજરાતના ગામે ગામ લોકોને માહિતી આપવામા આવી રહી છે. 9 વર્ષમાં થયેલા કાર્યોનો રિપોર્ટની પત્રિકા વિસ્તારકો વેચી રહ્યા છે. કાર્યકરો પ્રત્યેક ઘરે પેપલેટ અને મિસ્કોલ થકી ભાજપ તરફી સમર્થન મેળવી રહ્યા છે.

ગ્રીન ગ્રોથ વિષય સંદર્ભે કેન્દ્રિયમંત્રી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવે નિવેદન
બીજી બાજુ ભાજપના પ્રભારી અને કેન્દ્રીયમંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. જ્યા તેઓએ મોદી સરકારના 9 સાલ બે મિશાલ અંગે સંવાદ યોજ્યો હતો. ગ્રીન ગ્રોથ વિષય સંદર્ભે કેન્દ્રિયમંત્રી અને પ્રભારી ભૂપેન્દ્ર યાદવે નિવેદન આપતા કહ્યું કે દુનિયામાં 2 તરફના લોકો પર્યાવરણ માટે કામ કરે છે. જેમાં એક લોકો માને છેકે બધું પતી જશે. બીજા લોકો વિચારે છે કે ટેકનોલોજીથી બધું સારું થઈ જશે. ભૂપેન્દ્ર યાદવે વધુમાં કહ્યું કે બીપરજોય જેવું વાવાઝોડું આવે તેમ છતાં આપણે સુરક્ષિત રહીએ છીએ. આજે ભારત ઇસરોના માધ્યમથી ટેકનોલોજી વિકસાવી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ