ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Big announcement for TET pass students by Jitu vaghani, Cabinet Minister, Education Department, Government of Gujarat

BIG NEWS / ટેટના વિદ્યાર્થીઓ આનંદો: શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી મોટી જાહેરાત, થશે મોટાપાયે ભરતી

Published By: Vishnu

Last Updated: 05:02 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું કે ટેટ પાસ કરેલા ઉમેદવારો માટે 3300 જગ્યાની ભરતી કરવામાં આવશે.

ADVERTISEMENT

  • શિક્ષણ વિભાગે લીધો મહત્વપૂર્ણ નિર્ણય 
  • ટેટ માં પણ મર્યાદાઓ વધારવામાં આવી 
  • નવી શિક્ષણ નીતિ અમલી ના બને ત્યાં સુધી ટેટ પાસ ને લાભ 
  • 3300 જેટલી ભરતી: ટેટના વિદ્યાર્થીઓને લાભ

સરકાર તરફથી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ આ અંગે જાહેરાત કરતાં કહ્યું છે કે કોરોનાની સ્થિતિમાં અનેક ભરતી માટેની યુવાનોએ  તકલીફો વેઠી છે. જેને ધ્યાને રાખી વયમર્યાદામાં છૂટછાટનો નિર્ણય 1/9/2021થી લાગુ કરવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.ટેટની પરીક્ષાની સમય મર્યાદામાં પણ વધારો કરાયો છે.

ટેટમાં આ સમય મર્યાદા નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં સુધી રહેશે. તેમજ આ નિર્ણયને કારણે 3300 જેટલી ભરતી પણ કરવામાં આવશે. જેનો સીધો લાભ ઉમેદવારોને થશે તેવી જાહેરાત શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.

નવી શિક્ષણનીતિ લાગુ ન થાય ત્યાં  સુધી સમય મર્યાદા વધી. ટેટ પાસ કરેલા વિદ્યાર્થીને શું ફાયદો?
શિક્ષણ ખાતા તરફથી સરકાર સાથે પરામર્શ કરી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતાં કહ્યું છે કે ટેટની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ઉમેદવારો આગામી ભરતીમાં લાભ લઈ શકે તેણે લઈને સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ભારત સરકારની નવી શિક્ષણનીતિની જાહેરાત થઈ ગઈ છે પણ જ્યાં સુધી આ નવી શિક્ષણનીતિ અમલમાં ન આવે ત્યાં સુધી આ આ સમય મર્યાદાના વધારાનો નિર્ણય લાગુ રહેશે આ કારણે ટેટમાં પાસ કરેલા વિદ્યાર્થીઓને મોટો ફાયદો થશે. કારણ કે ઘણા સમયથી ટેટ પાસ કરી ઉમેદવારો સરકારી ભરતીની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. પણ કોરોનાને કારણે ભરતીમાં વિલંબ થતાં મોટો ફટકો પડે તેમ હતો સરકારની આ જાહેરાતથી આવનાર દિવસોમાં 3300 જેટલી ભરતી ટેટ પાસ ઉમેદવારો માટે થશે.

સરકારી નોકરીમાં વયમર્યાદામાં વધારો 

  • બિન અનામતમાં 36 વર્ષ (વધુમાં વધુ)
  • ST-SC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ 
  • ST-SC (સ્નાતક સુધી અભ્યાસની મર્યાદા) 39 વર્ષ 
  • OBC (સ્નાતકથી વધારેની મર્યાદા) 41 વર્ષ
  • OBC (સ્નાતક અભ્યાસની મર્યાદા) 39 વર્ષ
  • વધુમાં વધુ મર્યાદા 45 વર્ષ
     

સંકળાયેલા મુદ્દાઓ

Government recruitment Gujarat government Jitu Vaghani TET pass students cabinet meeting education department કેબિનેટ બેઠક ગુજરાત સરકાર જીતુ વાઘાણી ટેટ પરીક્ષા ટેટ પાસ વિદ્યાર્થી ભરતી સમય મર્યાદા શિક્ષણ વિભાગ સરકારી ભરતી jitu vaghani

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ