બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કેજરીવાલને સુપ્રીમ કોર્ટની રાહત, મળ્યા વચગાળાના જામીન

logo

અંબાલાલ પટેલની ચોમાસાને લઈ મોટી આગાહી, આંધી અને તોફાન સાથે રાજ્યમાં થશે વરસાદનું આગમન

logo

ઇફકોના ચેરમેન અને વાઇસ ચેરમેન માટે યોજાઇ ચૂંટણી, દિલીપ સંઘાણી ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા, વાઈસ ચેરમેન તરીકે બલવિંદર સિંહ ચૂંટાયા

logo

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ત્રણ રાજ્યોમાં કરશે ચૂંટણી પ્રચાર

logo

અરવિંદ કેજરીવાલના જામીન પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપી શકે

logo

અક્ષય તૃતીયાના અવસરે આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ થયો, કેદારનાથ ધામના કપાટ સવારે 7.10 કલાકે ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા

logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

VTV / ગુજરાત / Extra / bhavnagar-even-if-the-old-age-is-not-fulfilled-the-investors-become-victims-of-a-fake-scheme

NULL / ભાવનગર: ઉંમર પાકી તોય મુદત ન પાકી રોકાણકારો બન્યા બનાવટી સ્કીમનો ભોગ

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભાવનગર શહેરના જીલ્લા પંચાયતની સામે આવેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતી દિલ્લીની કીમ ફ્યુચર વિઝન કંપની એ સાડા છ વર્ષમાં ડબલ કરી આપવાની લાલચ તેમજ નેક્ટર કોમર્શીયલ એસ્ટેટ લી. એ રૂ.પચાસ હજાર થી બે લાખ સુધીની રકમ ભરી છ વર્ષે પ્લોટ આપવાની લાલચ આપી શહેર અને જીલ્લાના ૪૦૦૦ જેટલા લોકોના ૫૫ કરોડ રૂ. જેટલી માતબર રકમ ઉઘરાવી પાકતી મુદતે પરત ના કરતા લોકો છેતરાયાનો અહેસાસ થતા પોલીસ ફરિયાદ નોંધાય છે. જ્યારે પોલીસે આ બનાવમાં કીમ ફ્યુચર કંપની ખાતે દોડી જઈ બે એજન્ટોની ધરપકડ કરી ઓફિસને તાળા મારી દીધા છે.

ગુજરાતીમાં કહેવત છે કે લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે. આ કહેવત હાલ ભાવનગરમાં વધુ એક વાર સાર્થક થઇ રહી છે. ભાવનગર શહેરના જીલ્લા પંચાયતની સામે આવેલા ટી.સી.ટાવર કોમ્પલેક્ષમાં ઓફીસ ધરાવતી દિલ્લીની કીમ ફ્યુચર વિઝન કંપની એ સાડા છ વર્ષમાં ડબલ કરી આપવાની લાલચ તેમજ નેક્ટર કોમર્શીયલ એસ્ટેટ લી રૂ.૫૦ હજાર થી બે લાખ સુધીની રકમ ભર્યા બાદ છ વર્ષ બાદ પ્લોટ આપવાની સ્કીમ બતાવી શહેર અને જીલ્લાના ૪૦૦૦ જેટલા લોકોના અંદાજીત ૫૫ કરોડ જેવી માતબર રકમ ઉઘરાવી અને પાકતી મુદતે લોકોને પરત ન કરી આ કંપનીએ લોકો સાથે છેતરપીંડી કરતા શહેરમાં ભારે ચકચાર મચી છે. 

પાકતી મુદતે અનેક રોકાણકારો આ ઓફિસે છેલ્લા ત્રણ મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ એજન્ટો દ્વારા વિવિધ બહાના બતાવી રૂ. મળી જશે તેવી મૌખિક ખાતરી આપી આજ દિન સુધી લોકોને મુર્ખ બનાવ્યા હતા.આખરે લોકોની સહનશક્તિ ની હદ પૂર્ણ થતા લોકો કીમ ફ્યુચર કંપની ખાતે દોડી ગયા હતા અને રૂ. નહિ મળે એવું લાગતા આ તમામ લોકો પોતાના આધાર પુરાવા સાથે ગંગાજળિયા પોલીસ મથકે દોડી ગયા હતા. 

જે ૪૦૦૦ લોકોના રૂ.આ સ્કીમ માં ફસાયા છે તેમાં વિધવા મહિલાઓ શ્રમજીવી શાકભાજી વેચતા લોકો સહિતના અનેક લોકોના નાણા આ સ્કીમમાં ફસાયા છે. વર્ષે બાર હજાર લેખે છ વર્ષ સુધી રૂ.૭૨ હજાર જમા કરાવ્યા બાદ સાડા છ વર્ષે કંપની તેને રૂ.૧ ૩૫૦૦૦ આપવાની હતી. તેમજ પ્લોટ ની સ્કીમ પણ અમલમાં મૂકી હતી.

જેમાં લોકો ને માત્ર રૂ.પચાસ હજાર થી બે લાખ ભરી અને પાકતી મુદતે પ્લોટ આપવામાં આવશે તેવી જાહેરાત કરી તેની રસીદ પણ આપવામાં આવી હતી પરંતુ તેમાં પ્લોટ કઈ જગ્યા એ આપવો તેની કોઈ માહિતી આપવામાં નથી આવી. ભારે ચકચાર મચતા અને આ બનાવ પોલીસ મથકે પહોચતા પોલીસ કાફલો કીમ ફ્યુચર ખાતે દોડી ગયો હતો અને ત્યાં તમામ પ્રકારનું ચેકિંગ કરતા  આ ફ્રોડ થયાના અનુમાને પોલીસે બે એજન્ટો ની ધરપકડ કરી અને ઓફિસને તાળા મારી દીધા હતા.જયારે હાલ આ છેતરપિંડીની ઘટનામાં એક મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 

આ બનાવ ખુબ ગંભીર છે. જેમાં લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપીંડી થવા પામી છે પરંતુ આવી કંપની જયારે ભાવનગરમાં આવે છે તેનો કોઈ રેકોર્ડ કેમ તંત્ર પાસે હોતો નથી તેમજ આ ઓફીસ ભાડે આપનાર લોકો પોલીસને કોને ઓફીસ ભાડે આપી છે તે અંગે પણ કેમ કોઈ જાણકારી નથી આપતા તે પણ એક સવાલ છે. દિલ્લી સ્થિત કીમ ફ્યુચર કંપનીના મુખ્ય સુત્રધાર કંચન દત્તા તેમજ નેક્ટર કોમર્શીયલ એસ્ટેટ લી.ના રવીન્દ્રસિંગ સિદ્ધુ હોવાનું જાણવા મળ્યું છેજયારે પોલીસે સ્થાનિક એજન્ટ કાનજી ખમલ તેમજ નાથુ ચૌહાણ અને જેન્તી રાઠોડ સામે પોલીસે કાયદેસર કાર્યવાહી સારું કરી છે.

ભાવનગરમાં અગાઉ પણ એક કંપની એ ભાવનગરમાં ઓફિસ ખોલીને લોકોને કરોડોનો ચૂનો લગાવ્યો હતો તેમાં પણ આજ સુધી કોઈ કાર્યવાહી થી નથી ત્યારે હવે આ કામપની લોકો ને પૈસા આપશે કે કેમ તે એક સવાલ છે.

1 ક્લિક પર જોડાવો VTV ના સોશિયલ એકાઉન્ટ્સ સાથે...

તાજા સમાચારો મેળવવા ફોલો કરો Vtv Twitter એકાઉન્ટ
લાઇક કરો Vtv Facebook પેજ
ફોલો કરો Vtv Instagram એકાઉન્ટ
સબ્સક્રાઇબ કરો Vtv YouTube ચેનલ  

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ