બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Bharat Ratna Award ceremony to be held today: 5 stalwarts to be felicitated

Bharat Ratna Award / આજે યોજાશે ભારત રત્ન એવોર્ડ સમારોહ: 4 દિગ્ગજોને અપાશે મરણોપરાંત પુરસ્કાર, આવતીકાલે લાલ કૃષ્ણ અડવાણીનું સન્માન

Priyakant

Last Updated: 08:23 AM, 30 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bharat Ratna Award Latest News : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશની પાંચ પ્રતિષ્ઠિત હસ્તીઓને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરશે, લાલ કૃષ્ણ અડવાણીને ક્યારે સન્માનિત કરવામાં આવશે ?

Bharat Ratna Award  :  આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારત રત્ન સમારોહનું આયોજન કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશની પાંચ પ્રતિષ્ઠિત હસ્તીઓને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરશે. ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણી સિવાય અન્ય ચાર વ્યક્તિત્વો (ભૂતપૂર્વ PM ચૌધરી ચરણ સિંહ, નરસિમ્હા રાવ, ભૂતપૂર્વ CM કર્પુરી ઠાકુર અને કૃષિ વૈજ્ઞાનિક ડૉ. એમ.એસ. સ્વામીનાથન)ને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવશે. સન્માનિતોના પરિવારજનોને મેડલ અને પ્રશસ્તિપત્રો એનાયત કરવામાં આવશે. બિહાર માટે પણ આજનો દિવસ ઐતિહાસિક ક્ષણ છે.

ભાજપના સૌથી વરિષ્ઠ અને શક્તિશાળી નેતા ગણાતા પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી નવાજવામાં આવશે. અડવાણીને 31મી માર્ચે તેમના નિવાસસ્થાને ભારત રત્ન આપવામાં આવશે. માનવામાં આવે છે કે, આ દરમિયાન PM મોદી સહિત પાર્ટીના અન્ય ઘણા મોટા નેતાઓ હાજર રહી શકે છે. તમને જણાવી દઈએ કે, આજે જે લોકોનું સન્માન કરવામાં આવશે તેમાં કર્પૂરી ઠાકુર, એમએસ સ્વામીનાથન, ચૌધરી ચરણ સિંહ અને પીવી નરસિમ્હા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તેમને આ સન્માન મરણોત્તર આપવામાં આવી રહ્યું છે. લાલ કૃષ્ણ અડવાણીની તબિયત સારી નથી તેથી તેમને બીજા દિવસે એટલે કે 31 માર્ચે તેમના નિવાસસ્થાને 'ભારત રત્ન' આપવામાં આવશે.

કર્પૂરી ઠાકુરને પણ ભારત રત્ન
તમને જણાવી દઈએ કે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ સમાજવાદી નેતા જનનાયક કર્પૂરી ઠાકુરને પણ આજે ભારત રત્ન આપવામાં આવશે. 24 જાન્યુઆરીએ તેમની 100મી જન્મજયંતિ હતી જેના એક દિવસ પહેલા PM મોદીએ તેમને ભારત રત્ન આપવાની જાહેરાત કરી હતી. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર આ કાર્યક્રમમાં વિશેષ મહેમાનોને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, કર્પૂરી ઠાકુરના પુત્ર રામનાથ ઠાકુર તેમના પિતાનું સન્માન સ્વીકારશે. ઇવેન્ટ સવારે 11 વાગ્યે શરૂ થશે. જેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ભાગ લેશે.

શું છે ભારત રત્ન એવોર્ડ ? 
'ભારત રત્ન' દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે. આ એવોર્ડ એવી વ્યક્તિને આપવામાં આવે છે જેણે કોઈપણ ક્ષેત્રમાં અસાધારણ અને સર્વોચ્ચ સેવા આપી હોય. આ પુરસ્કાર જાતિ, વ્યવસાય, સ્થિતિ અથવા લિંગને ધ્યાનમાં લીધા વિના ઉત્કૃષ્ટ કાર્ય માટે આપવામાં આવે છે. આ એવોર્ડની શરૂઆત 2 જાન્યુઆરી, 1954ના રોજ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી. આ સન્માન જીવિત અને મરણોત્તર લોકોને આપવામાં આવે છે. આ સન્માન વર્ષમાં વધુમાં વધુ 3 લોકોને જ આપવામાં આવે છે.

એવોર્ડ કેવી રીતે પસંદ કરવામાં આવે છે?
માનવીય પ્રયત્નોના કોઈપણ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ સેવા અથવા સર્વોચ્ચ સ્તરની કામગીરીની માન્યતામાં તેને પુરસ્કાર આપવામાં આવે છે. વડાપ્રધાન 'ભારત રત્ન' માટે રાષ્ટ્રપતિને સીધી ભલામણ કરે છે. આ એવોર્ડ માટે કોઈ ઔપચારિક ભલામણની જરૂર નથી. એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્તકર્તાને રાષ્ટ્રપતિ દ્વારા હસ્તાક્ષરિત સનદ (પ્રમાણપત્ર) અને મેડલ આપવામાં આવે છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય અનુસાર આ સન્માનમાં કોઈ રકમ આપવામાં આવતી નથી. ભારત રત્ન કોને આપવામાં આવે છે? તેની સત્તાવાર જાહેરાત રાષ્ટ્રપતિ તરફથી જાહેરનામું બહાર પાડીને કરવામાં આવે છે.

વધુ વાંચો: '..લોકતંત્રનું ચીરહરણ કરનાર પર કાર્યવાહી કરીશું', કોંગ્રેસને IT નોટિસ મળતા રાહુલ ગાંધી બોલ્યા

કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે?
'ભારત રત્ન'થી સન્માનિત વ્યક્તિને ઘણી સરકારી સુવિધાઓ મળે છે. આ પુરસ્કારથી સન્માનિત વ્યક્તિને રેલવે તરફથી મફત મુસાફરીની સુવિધા મળે છે. તેમજ ભારત રત્નથી સન્માનિત વ્યક્તિને મહત્વપૂર્ણ સરકારી કાર્યક્રમોમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે. ઉપરાંત સરકાર તેમને વોરંટ ઓફ પ્રેસિડેન્સીમાં સ્થાન આપે છે. પ્રોટોકોલમાં ભારત રત્ન વ્યક્તિ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડા પ્રધાન, રાજ્યપાલ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ, લોકસભા અધ્યક્ષ, કેબિનેટ પ્રધાન, મુખ્યમંત્રી, પૂર્વ વડાપ્રધાન અને સંસદના બંને ગૃહોમાં વિપક્ષના નેતા બાદ આ પદ આપવામાં આવે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ