બ્રેકિંગ ન્યુઝ
Hiralal
Last Updated: 04:34 PM, 16 June 2021
ADVERTISEMENT
કોવેક્સિનમાં ગાયના વાછરડાના લોહીનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેવો દાવો કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ કર્યો છે. આ દાવો તેમણે એક આરટીઆઈમાં મળેલા જવાબને આધારે કર્યો છે. આ નિવેદન બાદ કોવેક્સિન અંગેની ચર્ચા ઉગ્ર બની છે અને ભારત બાયોટેકે પણ સ્પસ્ટતા આપવી પડી છે.
In an RTI response, the Modi Govt has admitted that COVAXIN consists Newborn Calf Serum .....which is a portion of clotted blood obtained from less than 20 days young cow-calves, after slaughtering them.
— Gaurav Pandhi (@GauravPandhi) June 15, 2021
THIS IS HEINOUS! This information should have been made public before. pic.twitter.com/sngVr0cE29
ADVERTISEMENT
ટ્વિટમાં શું કરાયો દાવો
કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ જણાવ્યું કે 20 દિવસથી ઓછી વયના ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે કરાય છે. જો આવું હોય તો શા માટે સરકારે પહેલા તેની જાણ ન કરી. કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી શકતી હતી.
— Gaurav Pandhi (@GauravPandhi) June 16, 2021
સરકારે શું કહ્યું
ગૌરવ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા આરટીઆઈ જવાબમાં મોદી સરકારે સ્વીકાર્યું કે કોવેક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ થાય છે. તેમાં 20 દિવસના વાછરડાને મારીને તેનું લોહી કાઢીને વેક્સિન બનાવવામાં વપરાય છે. આ જધન્ય અપરાધ છે. આ જાણકારી પહેલા સામે આવવી જોઈતી હતી.
વિવાદ પર ભારત બાયોટેકે આપી આ સ્પસ્ટતા
આ દાવા પર સોશિયલ મીડિયા પર સતત સવાલ ઊભા કરાઈ રહ્યાં છે. તમામ સવાલોની વચ્ચે ભારત બાયોટેક દ્વારા પણ સ્પસ્ટતા અપાઈ છે. ભારત બાયોટેકે જણાવ્યું કે વાયરલ વેક્સિન બનાવવા માટે ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કરાય છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે કરાય છે પરંતુ SARS CoV2 વાયરસના ગ્રોથ અથવા ફાઈનલ ફોર્મ્યુલામાં તેનો ઉપયોગ થતો નથી.
વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં થાય છે
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવાયું કે નવજાત વાછડાના સીરમનો ઉપયોગ ફક્ત વેરો સેલ્સને તૈયાર કરવામાં તથા વિકસીત કરવા માટે કરવામાં આવે છે.
દુનિયાભરમાં વીરો સેલ્સની ગ્રોથ માટે અલગ અલગ પ્રકારના ગૌવંશ તથા બીજા પ્રાણીઓના સીરમનો ઉપયોગ કરાય છે. આ ગ્લોબલ સ્ટાન્ડર્ડ પ્રક્રિયા છે. પરંતુ તેનો ઉપયોગ શરુઆતના તબક્કામાં જ થાય છે. વેક્સિનના ઉત્પાદનમાં છેલ્લા તબક્કામાં તેનો કોઈ ઉપયોગ થતો નથી. આ રીતે તેને વેક્સિનનો હિસ્સો ન ગણી શકાય.
પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં પણ વાછડાના સીરમનો ઉપયોગ થાય છે
મંત્રાલયે કહ્યું કે દાયકાઓથી વાછડાના સીરમનો ઉપયોગ પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં કરવામાં આવતો હોય છે. મંત્રાલયે કહ્યું કે વીરો સેલ્સને ડેવલપ કર્યા બાદ ઘણી વાર પાણી અને કેમિકલ્સથી ધોવામાં આવે છે. આ પ્રોસેસને બફર પણ કહેવાય છે. ત્યાર બાદ આ વેરો સેલ્સને વાયરલ ગ્રોથ માટે કોરોના વાયરસ સાથે સંક્રમિત કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.