બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ધર્મ / Bens wish for brother means Rakshabandhan, know when is the auspicious time to tie rakhi

Raksha Bandhan 2023 / ભાઈ પ્રત્યે બેનની શુભેચ્છા એટલે રક્ષાબંધન, જાણો ક્યારે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત

Vishal Khamar

Last Updated: 07:17 AM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે સમગ્ર દેશમાં રક્ષાબંધનની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. ત્યારે આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે. ભદ્રાનો યોગ હોવાને લીધે 30 ઑગસ્ટની રાત્રે કે 31 ઑગસ્ટની સવારે રાખડી બાંધવું યોગ્ય રહેશે.ત્યારે આવો જાણીએ રાખડી બાંધવાનાં મુર્હત.

  • ભાઈ-બહેનનાં પવિત્ર તહેવારની ધામધૂમ પૂર્વક થશે ઉજવણી
  • ભદ્રકાળ હોવાને લીધે શુભ મુહૂર્તમાં જ બાંધવી રાખડી
  • 30 ઑગસ્ટની રાત્રે કે 31 ઑગસ્ટની સવારે રાખડી બાંધવી યોગ્ય

ભાઈ-બહેનનાં પ્રેમનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની આજે ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે રક્ષાબંધનમાં બહેન પોતાના ભાઈનાં હાથે રાખડી બાંધી તેનાં લાંબા આયુષ્ય માટેની પ્રાર્થનાં કરે છે.  રક્ષાબંધનનો તહેવા શ્રાવણ માસની પૂનમનાં દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન 2 દિવસ ઊજવવામાં આવશે.ભદ્રકાળ હોવાને લીધે 30 ઑગસ્ટની રાત્રે કે 31 ઑગસ્ટની સવારે રાખડી બાંધવું યોગ્ય રહેશે. 
રક્ષાબંધનનાં શુભ મુહૂર્ત
30 ઓગસ્ટના રોજ સવારે 10:58 વાગ્યાથી ભદ્રકાળ શરૂ થશે અને 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યે પૂર્ણ થશે. જેથી 30 ઓગસ્ટના રોજ રાત્રે 09:01 વાગ્યાથી 31 ઓગસ્ટના રોજ સવારે 07:05 વાગ્યા સુધી રાખડી બાંધી શકાશે.
ભદ્રાકાળમાં રાખડી શા માટે બાંધવામાં આવતી નથી
ધર્મ શાસ્ત્રમાં ભદ્રકાળમાં શુભ કામ કરી શકાતું નથી. ભદ્રકાળમાં જે શુભ કામ કરવામાં આવે છે, તેનું અશુભ ફળ પ્રાપ્ત થાય છે. ભદ્રકાળમાં રાખડી બિલ્કુલ પણ બાંધવામાં આવતી નથી. રાવણની બહેને ભદ્રકાળમાં રાખડી બાંધી હતી અને તે જ વર્ષે પ્રભુ શ્રી રામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. જેથી રાવણના સમગ્ર કુળનો નાશ થયો હતો. આ કારણોસર માનવામાં આવે છે કે ભદ્રકાળમાં રાખડી બાંધવાથી ભાઈની ઉંમર ઓછી થઈ જાય છે. 

રક્ષાબંધનનાં દિવસે આ બાબતોનું ખાસ રાખવું ધ્યાન

  • રક્ષાબંધનનાં દિવસે રાખડી બાંધતા સમયે મુહૂર્તનું ખાસ ધ્યાન રાખવું
  • રાખડી બાંધતા સમયે ભાઈ કે બહેનનું મોઢું દક્ષિણ દિશાની તરફ ન હોવું જોઈએ. દક્ષિણ દિશાને યમ એટલે કે મૃત્યુની દિશા માનવામાં આવે છે. આ દિશામાં કામ કરવાથી ઉંમર ઓછી થતી જાય છે.
  • રાખડીનાં દિવસે ભાઈને તિલક લગાવવા માટે ચંદનનો ઉપયોગ કરવો. સિંદૂરનો ઉપયોગ ન કરવો કારણકે તેને સુહાગની નિશાની માનવામાં આવે છે.
  • રાખડીથી પહેલાં ભાઈઓનું પૂજન કરતાં સમયે ધ્યાન રાખવું કે અક્ષત એટલે કે ચોખાનાં ટૂકડા તૂટેલા ન હોય.
  • ભાઈની આરતી કરતાં સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે આરતીની થાળીમાં રાખવામાં આવેલ દીવો તૂટેલો ન હોય.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ