બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Before the release of the film Tiger 3 video leaked, Katrina saw fans say, 'Masha Allah Phir Se'

મનોરંજન / ફિલ્મ રિલીઝ પહેલાં જ Tiger 3નો Video લીક, કેટરિનાને જોઇ ફેન્સ બોલ્યા, 'માશા અલ્લાહ ફિર સે'

Megha

Last Updated: 01:20 PM, 21 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

film Tiger 3 video leaked: સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3'ની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એવામાં હાલ ફિલ્મના ગીત માટે શૂટિંગ કરતી કેટરિના કૈફનો ડાન્સ વિડીયો વાયરલ થયો છે.

  • સલમાન ખાનના ફેન્સ 'ટાઈગર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
  • સોશિયલ મીડિયા પર 'ટાઈગર 3'નો એક વીડિયો લીક થયો છે
  • 'ટાઇગર 3' ગીત માટે શૂટિંગ કરતી કેટરિના કૈફનો ડાન્સ વિડીયો વાયરલ 

film Tiger 3 video leaked: સલમાન ખાન હાલના દિવસોમાં તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'ને લઈને ચર્ચામાં છે. ભાઈજન સલમાન ખાનના ફેન્સ પણ 'ટાઈગર 3'ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મમાં તેની સાથે કેટરિના કૈફ પણ જોવા મળશે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર 'ટાઈગર 3'નો એક વીડિયો લીક થયો છે જેને લઈને ફેન્સ પણ ફિલ્મ જોવા માટે ખૂબ ઉત્સાહિત થઈ ગયા છે. 

Katrina Kaif dance clip from Tiger3 song
by u/FondantFun9982 in BollyBlindsNGossip

'ટાઇગર 3' ગીત માટે શૂટિંગ કરતી કેટરિના કૈફનો ડાન્સ વિડીયો વાયરલ 
જણાવી દઈએ કે કેટરિના કૈફ હાલમાં સલમાન ખાન સાથેની તેની આગામી ફિલ્મ 'ટાઈગર 3'નું શૂટિંગ કરી રહી કએ. મેકર્સે હજુ સુધી રિલીઝ ડેટ નક્કી કરી નથી પણ અભિનેત્રીનો એક ગીત શૂટ કરવાનો વીડિયો હવે ઈન્ટરનેટ પર વાઇરલ થયો છે. વિડિયોમાં કેટરીના કોરિયોગ્રાફર દ્વારા દર્શાવવામાં આવેલા તેના ડાન્સ સ્ટેપ્સનું રિહર્સલ કરતી જોવા મળે છે. વિડિયોમાં અભિનેત્રી સ્પષ્ટ રીતે દેખાતી નથી કારણ કે તે બેક ડાન્સર્સથી ઘેરાયેલી છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર થતાં જ દરેક જગ્યાએથી લાઈક્સ અને કોમેન્ટ્સ આવવા લાગ્યા.

ટાઈગર 3માં શાહરૂખ ખાનનો ખાસ કેમિયો જોવા મળશે
મનીષ શર્મા દ્વારા નિર્દેશિત 'ટાઈગર 3'માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ  વર્ષના અંતમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. જોકે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. એવું જાણવા મળે છે કે આ ફિલ્મ પણ પાવર-પેક્ડ એક્શન સિકવન્સ માટે શાહરૂખ ખાનને સ્પેશિયલ અપિયરન્સમાં દર્શાવવામાં આવ્યા છે. અહેવાલ મુજબ શાહરૂખ અને સલમાને આ મહિનાની શરૂઆતમાં મડ આઇલેન્ડ પર સિક્વન્સનું શૂટિંગ કર્યું હતું જેના માટે એક મોટો સેટ પણ બનાવવામાં આવ્યો હતો.

કેટરીના કૈફ ફરહાન અખ્તરની ફિલ્મમાં જોવા મળશે
આ સિવાય કેટરીના કૈફ ફરહાન અખ્તરની ફિલ્મ 'જી લે ઝારા'માં પણ જોવા મળશે.આ ફિલ્મમાં કેટરિના, પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે. તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે પ્રિયંકાએ આ ફિલ્મ છોડવાનો નિર્ણય લીધો છે પણ તેને અફવા માનવામાં આવી રહી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ