બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / becoming the new cm of rajasthan adhir ranjan chaudhary on baba balaknath
Last Updated: 05:58 PM, 4 December 2023
ADVERTISEMENT
બહુમત મળ્યા બાદ રાજસ્થાનમાં ભાજપની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન એક મોટો સવાલ સામે આવ્યો છે કે ભાજપ રાજસ્થાનના સીએમ કોને બનાવશે. હાલમાં વસુંધરા રાજે અને બાબા બાલકનાથના નામની સૌથી વધારે ચર્ચા છે. બાબા બાલકનાથ અલવરથી ભાજપ સાંસદ પણ છે અને તાજેતરની ચૂંટણીમાં તેઓ અલવરની તિજારા બેઠક પરથી પણ ચૂંટાયા છે. સોમવારે બાબા બાલકનાથ સંસદ ભવન પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની મુલાકાત લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સાથે થઈ હતી. જતાં જતાં તેમની સામે હાથ દેખાડતાં અધીર રંજન બોલ્યાં કે રાજસ્થાનના સીએમ બની રહ્યાં છોને. અધીર રંજન ચૌધરીની વાતથી બાબા બાલકનાથ હસી પડ્યા હતા અને હાથ જોડીને હસતાં હસતાં આગળ વધી ગયા હતા. જો કે ભારતીય જનતા પાર્ટીએ હજુ સુધી રાજસ્થાનના સીએમ પદ માટે કોઇ નામની જાહેરાત કરી નથી.
#WATCH | Winter Session of Parliament | Congress leader and LoP in Lok Sabha Adhir Ranjan Chowdhury and BJP MP Yogi Balaknath share a light moment in the Parliament premises as Adhir Ranjan Chowdhury says "Rajasthan ke naye CM ban rahe hai naa..." pic.twitter.com/G8B0TIH1xw
— ANI (@ANI) December 4, 2023
ADVERTISEMENT
સીએમ તરીકે બાબા બાલકનાથ બીજા નંબરના સૌથી વધારે પસંદ
રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ સીએમના નામને લઇને ચર્ચાઓ ચાલી રહી છે. રાજસ્થાનના સીએમની રેસમાં ઘણા મોટા નેતાઓના નામ સામેલ છે. જેમાં વસુંધરા રાજેની સાથે ગજેન્દ્રસિંહ શેખાવત અને બાબા બાલકનાથનું નામ પણ આગળ છે. ચૂંટણી પહેલા થયેલા સર્વેમાં 32 ટકા લોકોએ અશોક ગેહલોતને મુખ્યમંત્રીની પહેલી પસંદ ગણાવ્યા હતા. પરંતુ આ સર્વેમાં જે ચહેરો બીજા નંબરે આવ્યો તે ચોંકાવનારો હતો. સર્વે ગેહલોત બાદ મુખ્યમંત્રી પદ માટે સૌથી પસંદગીના નેતા ભાજપ બાબા બાલકનાથ હતા. 10 ટકા લોકો ઈચ્છતા હતા કે તેઓ મુખ્યમંત્રી બને. આ સર્વેમાં તેમણે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેને પણ પાછળ છોડી દીધા હતા.
બાબા બાલકનાથની નામની ચર્ચા
રાજસ્થાનના સીએમ તરીકે બાબા બાલકનાથના નામની પણ ચર્ચા છે. તેઓ આજે દિલ્હી પહોંચ્યાં હતા અને અમિત શાહને પણ મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.