ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / એશિયા કપ અંગે BCCIએ તોડ્યું મૌન, ભારત-પાક. મેચને લઈ જુઓ શું કહ્યું?

ક્રિકેટ / એશિયા કપ અંગે BCCIએ તોડ્યું મૌન, ભારત-પાક. મેચને લઈ જુઓ શું કહ્યું?

Last Updated: 04:50 PM, 8 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એશિયા કપમાં અગાઉ પાકિસ્તાન સામેની મેચનો ભારત બહિષ્કાર કરે તેવી શક્યતા હતી. પરંતુ આ બહિષ્કાર કેમ શક્ય નથી તે અંગે હવે BCCI એ ચુપ્પી તોડી છે.

ADVERTISEMENT

9 સપ્ટેમ્બરથી એશિયા કપ 2025 શરૂ થશે. ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં છે, જેથી આ બંને ટીમ વચ્ચેની મેચ 14 સપ્ટેમ્બરે રમાશે. એવું કહેવાઈ રહ્યું હતું કે, ટીમ ઈન્ડિયા આ મેચનો બહિષ્કાર કરી શકે છે, પરંતુ ભારત સરકારના નિર્ણય બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે આ મેચ યોજાશે. આ અંગે BCCI સચિવ દેવજીત સૈકિયા તરફથી એક મોટું નિવેદન આવ્યું છે.

તેમને એક  જગ્યાએ વાતચીત કરતા જણાવ્યું કે, "ક્રિકેટ કે અન્ય કોઈપણ રમતમાં ભારતીય ટીમની સામેલગીરી અંગે કેન્દ્ર સરકારના રમત વિભાગે માર્ગદર્શિકા અને નીતિઓ નક્કી કરી છે. નીતિ બનાવતી વખતે, મને વિશ્વાસ છે કે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્તરે રમત ગમત ફેડરેશનોને મદદ કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવામાં ખૂબ જ કાળજીપૂર્વક નિર્ણય લીધો છે. આ મુજબ, અમે કોઈપણ મલ્ટી ટીમ ટુર્નામેન્ટમાં ભાગીદારી અંગે નિર્ણય લઈ શકીએ છીએ."

  • "પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર શક્ય નથી"
    દેવજીત સૈકિયાએ જણાવ્યુ કે,ખેલ જગતમાં પાકિસ્તાનનો સંપૂર્ણ બહિષ્કાર કેમ શક્ય નથી. તેમને કહ્યું કે મલ્ટી-ટીમ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમવાનો ઇનકાર કર્યા બાદ, એશિયન ક્રિકેટ કાઉન્સિલ અથવા ICC કડક કાર્યવાહી કરી શકે છે. આ સિવાય તેમને લાગે છે કે આ યુવા ખેલાડીઓના ભવિષ્ય માટે પણ યોગ્ય નહીં રહે. કેન્દ્ર સરકારે ફેડરેશનના હિત સાથે ખેલાડીઓની ચિંતાઓ સહિત તમામ પરિબળોને ધ્યાનમાં રાખ્યા છે. જો કોઈ મલ્ટી-ટીમ ટુર્નામેન્ટ હોય અને કોઈ ટીમ તેમાં ભાગ ન લે તો વિશેષ ફેડરેશન પર પણ પ્રતિબંધ લાગી શકે છે. આ સ્થિતિમાં યુવા ખેલાડીઓ અને તેમનું કરિયર બરબાદ થઈ જશે."
  • એકલા પાકિસ્તાન સામે સિરીઝ નથી રમતા
    ભારત છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન સાથે સિરીઝ નથી રમી રહ્યું. તાજેતરમાં, ભારત સરકારે સ્પષ્ટ કર્યું હતું કે ભારત કોઈપણ રમતમાં પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય  સિરીઝ રમવાનું શરુ નહીં કરે , પરંતુ ટીમ ઈન્ડિયા મલ્ટી-ટીમ ટુર્નામેન્ટમાં પાકિસ્તાન સાથે રમશે.

વધુ વાંચો : મોંઘીદાટ ઘડિયાળ પહેરી હાર્દિક પંડ્યાએ કરી પ્રેક્ટિસ, તસવીરો થઈ વાયરલ

  • 3 વખત ટકરાઈ શકે છે  ભારત-પાકિસ્તાન

ભારત અને પાકિસ્તાન એક જ ગ્રુપમાં હોવાથી આ ટીમ વચ્ચે એક મેચ ફિક્સ છે, જે 14 સપ્ટેમ્બરના રોજ યોજાશે. બંને સુપર 4 માં સ્થાન મેળવશે તેવી પૂરે પૂરી શક્યતા છે, આથી આ બંને વચ્ચે ફરી એકવાર 21 સપ્ટેમ્બરે યોજાઈ શકે છે. જો બંને ફાઇનલમાં પહોંચે તો એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ 3  મેચ રમાઈ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 IND vs PAK BCCI
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ