ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / bcci-announces-annual-player-retainership-team-india-for-the-period-from-october-2020-to-september

સ્પોર્ટ્સ / ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની કોન્ટ્રેક્ટ લિસ્ટ જાહેર, 7 કરોડના ગ્રેડમાં આ 3 દિગ્ગજ

Published By: Nirav

Last Updated: 10:11 PM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) એ ગુરુવારે ભારતીય ખેલાડીઓની વાર્ષિક કરાર યાદી જાહેર કરી છે.

ADVERTISEMENT

  • બીસીસીઆઈએ એન્યુઅલ કોન્ટ્રાક્ટ જાહેર કર્યો 
  • ભારતીય ખેલાડીઓને ચાર લિસ્ટમાં ક્લાસિફાઈડ કરાયા 
  • કુલ 28 ખેલાડીઓને મળ્યો વાર્ષિક કરાર 

આ કરાર ઓક્ટોબર 2020 થી સપ્ટેમ્બર 2021 ના ​​સમયગાળા માટે માન્ય રહેશે. મહત્વનું છે કે આ કરારમાં 28 ખેલાડીઓને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે. નવા કરાર મુજબ કેપ્ટન વિરાટ કોહલી, મર્યાદિત ઓવરના વાઇસ કેપ્ટન રોહિત શર્મા અને ઝડપી બોલર જસપ્રિત બુમરાહ એ + કેટેગરીમાં છે. જ્યારે અન્ય કેટેગરીમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. 

A+ માં ફક્ત ત્રણ નામો

આ કેટેગરીમાં વાર્ષિક સાત કરોડના પગાર સાથે કેપ્ટન વિરાટ કોહલી, રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહનું નામ છે.

A વર્ગમાં 10 ખેલાડીઓ

પાંચ કરોડની સેલેરીવાળી આ કેટેગરીમાં આ વખતે 10 ખેલાડીઓનાં નામ શામેલ છે. જેમાં રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, શિખર ધવન, કેએલ રાહુલ, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, રિષભ પંત અને હાર્દિક પંડ્યા શામેલ છે.

B ગ્રેડમાં 5 નામો

ત્રણ કરોડના પગારવાળી યાદીમાં રિદ્ધિમાન સાહા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, શાર્દુલ ઠાકુર અને મયંક અગ્રવાલ શામેલ છે.

C ગ્રેડમાં 10 ખેલાડીઓ 

કુલદીપ યાદવ, નવદીપ સૈની, દીપક ચહર, શુભમન ગિલ, હનુમા વિહારી, અક્ષર પટેલ, શ્રેયસ અય્યર, યુઝવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર અને મોહમ્મદ સિરાજને વાર્ષિક એક કરોડની સેલેરી સાથે આ યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આ ખેલાડીઓએન મળ્યું ઈનામ 

બીસીસીઆઈની આ નવી લિસ્ટમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડયા, શાર્દૂલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને શુભમન ગિલને ફાયદો થયો છે, જ્યાં પંડયાને પ્રમોટ કરવામાં આવ્યો છે, ત્યાં જ શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજને તેમનો પહેલો કરાર મળ્યો છે, જે સી ગ્રેડમાં છે અને એક કરોડ રૂપિયાનો છે. કેદાર જાધવ અને મનીષ પાંડેને આ નવી લિસ્ટમાં જગ્યા નથી મળી, તેઓ પહેલા સી ગ્રેડમાં હતા, ત્યાં જ શાર્દૂલને પ્રમોટ કરવામાં આવ્યો છે અને ભુવનેશ્વર કુમારનો ગ્રેડ ઓછો કરવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

BCCI BCCI Contract Cricket Team India ક્રિકેટ બીસીસીઆઈ sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ