બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Baroda pensioners saving bank account start with minimum deposit of Rs 5 only

કામની વાત / 5 રૂપિયાથી શરૂ કરો આ બેંકમાં ખાતુ, જાણો કઈ સુવિધાઓ મળશે ફ્રીમાં, નહીં રહે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર

Bhushita

Last Updated: 08:29 AM, 11 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમે બેંક ઓફ બરોડામાં બરોડા પેન્શનર્સ સેવિંગ બેંક એકાઉન્ટ ખોલાવી શકો છો. આ ખાતુ ખાસ કરીને પેશનર્સને માટે તૈયાર કરાયું છે. જે એક સેવિંગ્સ એકાઉન્ટ છે.

  • 5 રૂપિયાથી શરૂ કરો આ બેંકમાં ખાતુ
  • જાણો કઈ સુવિધાઓ મળશે ફ્રીમાં
  • નહીં રહે મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર

દર મહિને 1 લાખ રૂપિયાના ડિમાન્ડ ડ્રાફ્ટ, બેંકર ચેકની મદદથી ફ્રી ટ્રાન્સફર કરી શકાય છે. 50000 કે તેનાથી ઉપરની રકમ જમા કરાવવા માટે પાન કાર્ડની ડિટેલ આપવાની રહે છે.કેશ મશીનથી 2 લાખ રૂપિયા એક દિવસમાં જમા કરાવી શકાય છે અને પાનકાર્ડ ખાતાથી તેને જોડવું જરૂરી છે. આ ખાતુ ખાસ કરીને પેશનર્સને માટે તૈયાર કરાયું છે. જે એક સેવિંગ્સ એકાઉન્ટ છે. જાણો કઈ સુવિધાઓ આ ખાતા સાથે ફ્રીમાં મળે છે. દરેક પેન્શનર્સ જેમાં બેંક ઓફ બરોડાના સ્ટાફ પેન્શનર્સ પણ સામેલ છે. તેઓ પણ આ ખાતું ખોલી શકે છે. આ ખાતું પેન્શનરની સુવિધાઓને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. તેનઆથી સેવિંગથી સાથે જોડાયેલા ટ્રાન્ઝેક્શન કરાય છે.  

શું છે આ ખાતાની ખાસિયત

  • આ ખાતું 5 રૂપિયાથી શરૂ કરી શકાય છે. 
  • ખાતું ખૂલ્યા બાદ ખાતેદારને ફ્રી પાસબુક અને ચેકબુક આપવામાં આવે છે.
  • ચેકબુકમાં અનલિમિટેડ પાનનો નિયમ છે. 
  • ફ્રી ચેકબુક જેઓ નિરક્ષર પેન્શનર છે તેમને જ મળે છે. 
  • એકાઉન્ટ હોલ્ડરને કેશ વિડ્રોઅલ માટે એક ડેબિટ કાર્ડ મળે છે. 
  • તેનાથી એટીએમ ટ્રાન્ઝેક્શન અને બેલેન્સ ઈન્કવાયરીમાં મદદ મળે છે. 
  • આ કાર્ડથી ઓનલાઈન અને રિટેલ ટ્રાન્ઝેક્શન પણ કરી શકાય છે. 

 
અનેક વધારે સુવિધાઓ પણ મળે છે
આ ખાતની મદદથી પેન્શનરને ઓવરડ્રાફ્ટ કે લોનની પણ સુવિધા મળે છે. પેન્શનર આ સેવિંગ એકાઉન્ટની મદદથી 2 મહિનાની ઓવરડ્રાફ્ટ ફેસિલિટી લઈ શકે છે. આ લોન છેલ્લા મહિને ખાતામાં નેટ ક્રેડિટને જોતા આપવામાં આવે છે. આ સુવિધા ત્યારે મળે છે જ્યારે પેન્શનરે તેને પહેલા ઓવરડ્રાફ્ટની કોઈ સુવિધાનો લાભ ન લીધો હોય. આ ખાતાના ગ્રાહકને 25 હજાર રૂપિયાના આઉટ સ્ટેશન ચેકના ક્રેડિટની સુવિધા અપાય છે. આ એકાઉન્ટમાં નોમીની બનાવવાની સુવિધા મળે છે.  ગ્રાહકો હોમ બ્રાન્ચમાં અસીમીત રાશિ જમા કરી શકે છે જ્યારે આઉટ સ્ટેશનમાં બ્રાન્ચમાં ફ્રીમાં 25000 રૂપિયા સુધી જમા કરાવી શકાય છે.  


 
લાઈફ ઈન્શ્યોરન્સની સુવિધા
18-70 વર્ષની વચ્ચેના લોકો જે સેવિંગ્સ એકાઉન્ટને ખોલાવે છે તેને લાઈફ ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે. કેટલાક જરૂરી ડોક્યુમેન્ટ અને પ્રીમિયમ જમા કર્યા બાદ 5 લાખનું લાઈફ ઈન્શ્યોરન્સ અપાય છે. તેમાં 1 લાખથી સમ એશ્યોર્ડ શરૂ થઈને 5 લાખ સુધીનું હોય છે. એક ખાતાધારકને ફક્ત એક જ લાઈફ ઈન્શ્યોરન્સની સુવિધા મળે છે. 
 
મિનિમમ બેલેન્સની નહીં રહે જરૂર
આ ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની જરૂર રહેશે નહીં. ખાતામાં મિનિમમ બેલેન્સ મેન્ટેન કરવાની બાધ્યતા નથી. દર મહિને એક લાખ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ, બેંકર ચેકની મદદથી ફ્રી ટ્રાન્સફર કરી શકાય છે. 50000 રૂપિયાથી વધારે રૂપિયા જમા કરાવવા માટે પાન કાર્ડની ડિટેલ આપવાની રહેશે. કેશ મશીનથી 2 લાખ રૂપિયા એક દિવસમાં જમા કરાવી શકાય છે અને સાથે પાન કાર્ડ ખાતા સાથે જોડવું જરૂરી છે. પાન કાર્ડ એટેચ નહીં હોય કો તમે 49999 રૂપિયા જ ડિપોઝિટ કરી શકો છો. 20000 રૂપિયા સુધી કાર્ડ લેસ ડિપોઝિટ કરી શકાય છે. આ માટે મશીનમાં એકાઉન્ટ નંબર નાંખવાનો રહે છે.

 
ખાતુ કામ કરતું નહીં હોય તો શું થશે
ખાતામાં ટ્રાન્ઝેક્શન નહીં થાય તો સેવિંગ્સ એકાઉન્ટ પર વ્યાજ મળતું રહેશે. ખાતુ નિષ્ક્રિય છે તો તેની પર અલગથી રૂપિયા લાગશે નહીં. આ નિયમ 2 વર્ષ માટે માન્ય છે. નિષ્ક્રિય ખાતું શરૂ કરવા કોઈ અલગથી ચાર્જ આપવાની જરૂર રહેતી નથી, તેને શરૂ કરવા કેવાયસી જમા કરાવવાનું રહે છે. આ માટે જરૂરી કાગળ, ફોટો, અને સાઈન કરવાના રહે છે. જો ખાતું 10 વર્ષ સુધી નિષ્ક્રિય રહે છે તો બેંકની તરફથી તેને આરબીઆઈમાં ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. પછી ગ્રાહક તેની માંગ કરે છે તો તેને શરૂ કરવામાં આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Free Facility Savings Account bank of baroda pensioners ઈન્શ્યોરન્સ ફ્રી બેંક ઓફ બરોડા સુવિધા સેવિંગ્સ એકાઉન્ટ Baroda pensioners saving bank account
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ