બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / bareilly when drunken woman starts nagin dance in middle of raod

આને શું કહેવું / VIDEO : અરે ભાભી ઓછા પીતા હોવ તો ! પતિ સાથે બારમાં પીધો દારુ, ચઢી જતાં રોડ પર કર્યાં ભવાડા

Hiralal

Last Updated: 08:51 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના બરેલીમાં પતિ સાથે દારુ પીધા બાદ મહિલાએ રોડ પર આવીને ભવાડા કર્યાં હતા અને નાગિનનો ડાન્સ કરતાં લોકોને મોજ પડી હતી.

  1. યુપીના બરેલીમાં મહિલાને ચઢ્યો દારુ
  2. રોડ પર કર્યો હોબાળો
  3. નાગિન ડાન્સ પણ કર્યો, લોકોના જામ્યા ટોળા 

યુપીના બરેલીમાં એક મહિલાનો દારુ પીધેલી હાલતમાં રોડ પર ભવાડા અને ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક મહિલા નશાની હાલતમાં રસ્તા વચ્ચે ડાન્સ કરતી જોવા મળી રહી છે. ડાન્સ કરતી વખતે મહિલા રસ્તા પર નીચે ઉતરી જાય છે. મહિલાનો ડાન્સ જોવા માટે રસ્તા પર ભીડ જામી છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહિલાએ તેના પતિ સાથે દારૂ પીધો હતો. ત્યાર બાદ મહિલા રસ્તા પર ડાન્સ કરવા લાગી હતી. લોકોએ ભેગા થઈને તેને શાંત પાડી હતી અને પતિ સાથે ઘેર મોકલી દીધી હતી.  

દારુ ચઢી જતા રસ્તા પર ઉછળવા-કૂદવા લાગી 
બારાદરી વિસ્તારમાં એક મહિલાએ તેના પતિ સાથે દારૂ પીધો હતો. આ દરમિયાન રસ્તા પર પહોંચતા જ તે નાગિન ડાન્સ કરવા લાગી હતી. આ દરમિયાન જ્યારે તે નશામાં હતી ત્યારે તે રસ્તા પર રોલિંગ કરવા લાગી હતી. નાગિન ડાન્સ જોઈને ત્યાંથી લોકોની ભીડ પસાર થઈ રહી હતી. આ દરમિયાન પતિ તેને ઉઠાવીને લઈ ગયો હતો. પરંતુ ભીડમાંથી કોઈએ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.જો કે મહિલા કોણ હતી અને ક્યાંથી આવી છે તે જાણી શકાયું નથી. પરંતુ મહિલાના નાગિન ડાન્સનો વીડિયો જિલ્લામાં ચર્ચાનો વિષય બનેલો રહે છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ