બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 08:03 AM, 28 August 2021
ADVERTISEMENT
બેંકિંગ સેક્ટરમાં કામ કરનારા કર્મચારીઓને માટે આવનારો મહિનો રજાઓથી ભરપૂર રહેશે. બેંક કર્મચારીઓ સપ્ટેમ્બર મહિનામાં 12 દિવસની રજાનો આનંદ લઈ શકશે. એવામાં જો તમારે બેંક સંબંધિત કોઈ કામ બાકી છે તો તમે તેને જલ્દી પૂરા કરી લો તે જરૂરી છે જેથી તમારે મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.
ADVERTISEMENT
સપ્ટેમ્બરમાં આવશે કુલ 12 રજાઓ
RBIએ જાહેર કરેલા લિસ્ટના અનુસાર સપ્ટેમ્બરમાં કુલ 7 દિવસ બેંકની રજા રહેશે. આ સાથે તેની અસર ભારતમાં દરેક જગ્યાએ રહેશે નહીં. કેટલાક રાજ્યોમાં તે અલગ અલગ હોઈ શકે છે. આ સિવાય સપ્ટેમ્બરમાં કુલ 6 સાપ્તાહિક રજાઓ આવશે. આ સાથે કુલ 12 દિવસ બેંક બંધ રહેશે. જાણી લો કઈ તારીખોએ ક્યાં બેંક બંધ રહેશે.
આ દિવસોએ બેંક રહેશે બંધ
બેંકમાં રજા સમયે ઓનલાઈન સેવાઓ ચાલુ રહેશે
જ્યારે પણ બેંકમાં રજા રહેશે ત્યારે ઓનલાઈન સેવાઓ સતત ચાલુ રહેશે. આ સેવાની મદદથી તમે કેટલાક ટ્રાન્ઝેક્શન સરળતાથી કરી શકશો. તમને તકલીફ આવશે નહીં. આ સાથે જ એટીએમ સેવા પણ ચાલુ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.