બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Banaskantha District Collector issued a notification prohibiting pumping of water from the Narmada main canal by placing machines.

જાહેરનામું / બનાસકાંઠામાં નર્મદામાંથી પાણી ખેંચવા પર પ્રતિબંધ, આ તારીખ સુધી જાહેરનામું લાગુ રહેશે

Dinesh

Last Updated: 05:31 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

  • બનાસકાંઠમાં નર્મદા નહેરમાં મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ
  • તા. 15 મેં સુધી નહેરમાંથી મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ
  • બનાસકાંઠા જિલ્લા કલેક્ટર જાહેરનામું બહાર પાડ્યું


બનાસકાંઠામાં નર્મદા નહેરમાંથી મશીન દ્વારા પાણી ખેંચવા પર પ્રતિબંધ ફરમાવતું જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં જણાવ્યું છે કે નર્મદા મુખ્ય નહેર તા 01.05.2023થી તા 15.05.2023 સુધી મરામત અને નિભાવણી અર્થે બંધ કરવામાં આવનાર છે. આથી મુખ્ય નહેરો પરના સોર્સ આધારીત જુથ પાણી પુરવઠા યોજનાના ગામોમાં પીવાનો પાણી પુરવઠો નિયમિત પુરો પાડવા તકલીફ ઉભી થવાની શક્યતા રહે છે. બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલનું પાણી ફક્ત પીવાના ઉપયોગમાં લેવામાં આવનાર છે. તથા અમુક યોજનાઓમાં સોર્સ તરીકે નર્મદાની કેનાલ મારફતે તળાવ ભરીને ઉપયોગમાં લેવામાં આવે છે.

કલેક્ટર વરુણ બરનવાલ

મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન
જાહેરનામાંમાં જણાવ્યું છે કે,  બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાના 279 ગામો તથા 2 શહેરો ( થરાદ , ધાનેરા ) નો સમાવેશ પીવાના પાણી માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે. ખેડુતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મુકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે. આમ જો સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ છે, જેથી જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડુતો ધ્વારા પોતાના મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે. 

જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધાશે
તા.01/05/2023થી તા.15/05/2023 (બંને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વેય બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજવતા અધિક્ષક ઈજનેર, જાહેર આરોગ્ય વર્તુળથી લઈ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગમાં વર્ગ–૩ નો હોદ્દો ધરાવનાર કર્મચારી, પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી, કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ -1951ની કલમ -131 મુજબ ફરિયાદ માંડવા આથી અધિકૃત કરવામાં આવે છે. તેમ પણ જાહેરનામાં જણાવ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ