બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / ભાવનગરના સમાચાર / banaskantha bukoli village horse race tradition unique Diwali celebration in gujarat

અનોખી પરંપરા / ગુજરાતના આ ગામમાં દિવાળીના પાંચ દિવસ યોજાય છે અશ્વદોડ, 100 ઘોડા ભાગ લે છે

Published By: Gayatri

Last Updated: 10:14 AM, 24 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના જિલ્લામાં બુકોલી ગામમાં દિવાળીના પાંચ દિવસના પરબલામાં ઘોડા દોડાવીને દિપોત્સવ મનાવવામાં આવે છે. આ રાજ્યનું એકમાત્ર એવુ ગામ છે જ્યાં સળંગ પાંચ દિવસ અશ્વ દોડ થાય છે. અહીં કોઈ સ્પર્ધા નથી થતી પરંતુ ધાર્મિક પરંપરાના ભાગરૂપે ધનતેરસથી ભાઈબીજ સુધી આ ઉત્વસનું આયોજન કરવામાં આવે છે. દરમિયાન બુકોલી સહિત આસપાસના લોકો ઘોડા દોડાવવા માટે આવે છે.

  • અંદાજે 100થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે
  • ઘોડેસવારો બતાવે છે કરતબ
  • વાગે છે ઢોલ નગારા અને શરૂ થાય છે અશ્વદોડ

બુકોલી ગામમા કોટિયાવીરનું મંદિર આવેલું છે. ગામમાં આવેલા કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થા સાથે ગામનાં લોકો પાંચ દિવસ દરમિયાન ઘોડાની રેસ લગાવે છે. જેમાં બુકોલી સહિત આસપાસના ઘોડેસવારો આવતાં હોય છે. અંદાજે 100થી વધારે ઘોડેસવાર સામેલ થાય છે. આ કોઇ સ્પર્ધા માટે નહી પરંતુ કોટડિયાવીરની આસ્થા અને ભક્તિની પરંપરાના કારણે ઉત્સવ ઊજવાય છે. 

વાગે છે ઢોલ નગારા અને શરૂ થાય છે અશ્વદોડ
આ પાંચ દિવસ દરમિયાન ગામના ચોરે ઢોલ-નગારા વગાડવામાં આવે છે. જેના અવાજથી ઘોડેસવાર અને ગામનાં લોકો એકઠાં થવા લાગે છે. ત્યાર બાદ મોટી સંખ્યામાં લોકો અને ઘોડેસવાર કોટિયાવીરના મંદિરે પ્રાર્થના અર્ચના કરવા જાય છે. મંદિરે દર્શન કર્યા બાદ બપોરના 12 વાગ્યાની આસપાસ ઘોડાની રેસ માટેના રસ્તા પર બંને બાજુમાં લોકો ગોઠવાઇ જાય છે અને ઢોલ-નગારા ચાલુ થાય છે. ઘોડાઓને પ્રસ્થાન કરવાની જગ્યાએથી બે-બે હરોળમાં ઘોડેસવારો એકબીજાના હાથ પકડીને ઘોડા દોડાવવાનું ચાલુ કરે છે.

ઘોડેસવારો બતાવે છે કરતબ
બુકોલી ગામની આસપાસ આવેલાં ગામોમાંથી પણ ઘોડેસવારો તેમનાં ઘોડા–ઘોડી લઈને બુકોલી ગામમાં આવી પહોંચે છે અને કોટડિયાવીર દાદા પ્રત્યેની આસ્થાને પગલે તેમના ઘોડા દોડાવે છે. જેમાં કેટલાક ઘોડેસવાર દોડતા ઘોડા પર ઊભા થવાના કરતબ પણ કરતાં હોય છે. ગામમાં લગભગ 60 જેટલાં ઘોડા–ઘોડી છે તેમ જ આસપાસનાં ગામના બીજા 20થી 25 ઘોડેસવારો પણ ગામમાં યોજાતી ઘોડાદોડમાં જોડાય છે.  

શું છે લોકવાયકા
એવી લોકવાયકા છે કે કોટડિયાવીર દાદા ગૌચરમાં ચરતી ગાયોની વહારે આવ્યા હતા અને તેમને ઘોડાઓનો શોખ હતો. વર્ષો પહેલાં ગામના નાગરિકોને રાત્રે ઘોડાઓનાં પગલાંનો અવાજ સંભળાયો હતો. ગામજનો દાદા પાસે ગયા અને દાદાને કહ્યું કે આપને ઘોડાનો શોખ છે તો ગામલોકો ઘોડા દોડાવશે. બસ, ત્યાર પછી ગામમાં ધનતેરસથી લઈને ભાઈબીજ સુધી ઘોડા દોડાવવામાં આવે છે.

આલેખન: ગાયત્રી જોષી

સંકળાયેલા મુદ્દાઓ

Banaskantha DIwali 2019 Tradition gujarat અનોખી પરંપરા ગુજરાત દિવાળી 2019 દિવાળીની ઉજવણી Diwali 2019

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ