બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / મનોરંજન / બોલિવૂડ / balika vadhu fame neha marda shares the good news actress is going to become mother

મનોરંજન જગત / 'બાલિકા વધુ' ફેમ નેહા મર્દાના ઘરે કિકિયારી ગુંજી ઉઠી, તસવીર શેર કરી ફેન્સને આપી ખુશખબરી

Premal

Last Updated: 02:00 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાના પડદાની જાણીતી સીરિયલ બાલિકા વધૂ ફેમ નેહા મર્દા ટૂંક સમયમાં માં બનવાની છે. અભિનેત્રીએ જાતે આ વાતની જાણકારી ચાહકોને શેર કરી છે.

  • બાલિકા વધૂ ફેમ નેહા મર્દા ટૂંક સમયમાં બનશે માં
  • અભિનેત્રીએ પ્રશંસકો સાથે શેર કરી પોતાની ખુશી
  • ફોટામાં નેહાએ લાલ રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે 

'બાલિકા વધૂ'એ બાળ વિવાહની સામે ઉઠાવ્યો હતો અવાજ 

નાના પડદા પર નાની ઉંમરની કહાની પર આધારિત સીરિયલ બાલિકા વધૂ તો સૌ કોઈએ જોઈ હશે અને તે વિશે સાંભળ્યું પણ હશે. બાળ વિવાહની સામે અવાજ ઉઠાવતો આ શો વધુ લોકપ્રિય થયો હતો. આ સીરિયલને જનતાનો એટલો બધો પ્રેમ મળ્યો હતો કે ઘરે-ઘરે આ સીરિયલ જોતા હતા. શો સાથે જોડાયેલા દરેક કલાકારો પણ દર્શકોના દિલ પર રાજ કરતા હતા. જેણે આ સીરિયલને જોઇ છે તેને ગહના તો યાદ જ હશે. ગહના એટલેકે નેહા મર્દા જેણે દાદીની મોટી વહૂનો રોલ સારી રીતે નિભાવ્યો હતો.

નેહા થોડા સમયમાં બનશે માં

આ સીરિયલથી નેહા મર્દાને વાસ્તવિક ઓળખ પ્રાપ્ત થઇ હતી. પોતાના દમદાર અભિનયથી અભિનેત્રીએ બધાના મગજમાં પોતાની અલગ છાપ ઉભી કરી હતી. આ દરમ્યાન નેહા મર્દાએ તેના પ્રશંસકોની સાથે પોતાના જીવનની સૌથી મોટી ખુશી શેર કરી છે. અભિનેત્રીના ઘરે કિલકારીયા ગુંજવાની છે. નેહા ટૂંક સમયમાં માં બનવાની છે. અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે તેના પતિની સાથે ઉભા રહીને પોઝ આપી રહી છે. તસ્વીરમાં નેહાએ લાલ રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે જોઇ શકાય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neha Marda (@nehamarda)

ફોટામાં અભિનેત્રીનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાય છે 

અભિનેત્રીની આ પોસ્ટ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહી છે. આ પોસ્ટમાં અભિનેત્રી તેના બેબી બમ્પને સ્પષ્ટ રીતે બતાવી રહી છે. નેહાએ ફોટાને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, શ્રી શિવાય નમસ્તુભ્યમ્. આખરે ભગવાન મારી અંદર આવી ગયા. બેબી વર્ષ 2023માં આવવાનુ છે. અભિનેત્રીના કેપ્શન પરથી એક વાત સ્પષ્ટ છે કે તેમની ડિલીવરી ડેટ આવતા વર્ષની છે. આ અહેવાલ સામે આવ્યાં બાદ દરેક વ્યક્તિ તેમને શુભેચ્છા આપી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ