બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / badrinath yatra 2023 when will be open badrinath temple door

ધર્મ / કાલે ભગવાન બદ્રી વિશાલ ભક્તોને આપશે દર્શન, ખુલશે બદ્રીનાથ ધામના કપાટ, જાણો મહિમા, પૂજન અને દર્શનનું મહત્વ

Manisha Jogi

Last Updated: 05:24 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. બદ્રીનાથ ધામની યાત્રા અને તે પૂજા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.

  • ઉત્તરાખંડના ચાર ધામની યાત્રા શરૂ.
  • બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં.
  • મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા પહોંચશે. 

 ઉત્તરાખંડના ચાર ધામની યાત્રા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી, યમુનોત્રી અને કેદારનાથ ધામના કપાટ ખુલી ગયા પછી 27 એપ્રિલના રોજ ગુરુવારે બદ્રીનાથ ધામના કપાટ ખુલી જશે. માનવામાં આવે છે કે, જે વ્યક્તિ આ પાવન ધામ પર જઈને દર્શન કરે છે, તેણે માઁ ના ગર્ભમાં પ્રવેશ કરીને પૃથ્વી પર જન્મ લેવો પડતો નથી. બદ્રીનાથ ધામની યાત્રા અને તે પૂજા વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે. 

બદ્રીનાથ ધામના કપાટ ક્યારે ખુલશે?
બદ્રીનાથ ધામ સાથે જોડાયેલ સ્વામી મુકુંદાનંદ અનુસાર ડોલી તેના ધામ પર પહોંચી ગઈ છે. આવતીકાલે 27 એપ્રિલના રોજ સવારે 07:20 વાગ્યે બદ્રીનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવશે. બદ્રીનાથ ધામના કપાટ ખુલવાની પ્રક્રિયા અંતિમ ચરણમાં છે. 

બાકી ત્રણ ધામના કપાટ ખુલી ગયેલ છે. 
ઉત્તરાખંડના જે ચાર ધામ યાત્રાને નાની ચાર ધામ યાત્રા તરીકે ઓળખવામાં આવે છે, તે યાત્રાની અખાત્રીજથી શરૂઆત થઈ ગઈ છે. 22 એપ્રિલના રોજ ગંગોત્રી અને યમુનોત્રીના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. 25 એપ્રિલના રોજ વિધિ વિધાન સાથે કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા. ચાર ધામના કપાટ ખુલવાની સાથે મોટી સંખ્યામાં યાત્રિકો દર્શન કરવા પહોંચશે. 

બદ્રીનાથ મંદિરનું ધાર્મિક મહત્ત્વ
વિશ્વના ફેમસ વિષ્ણુ મંદિરમાંથી એક બદ્રીનાથને વૈકુંઠ ધામ સમાન પૂજવામાં આવે છે. આ એક હિંદુ ધર્મ સાથે જોડાયેલ પ્રમુખ ધામમાંથી એક છે. ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અલકનંદા નદીના કિનારે દેશ વિદેશમાંથી હજારો ભક્તો દર્શન કરવા માટે પહોંચે છે. માનવામાં આવે છે કે, આ સ્થળે દેવોના દેવ મહાદેવનું ધામ હતું, પરંતુ ત્યાર પછી ભગવાન વિષ્ણુએ આ ધામ માંગી લીધું હતું. રાવલ પૂજારી બદ્રીનાથ મંદિરની પૂજા કરે છે. 

(DISCLAIMER: આ લેખમાં ધર્મને લગતી આ માહિતી માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. ધર્મ એ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. કોઈપણ પ્રકારની મુશ્કેલી સર્જાશે તો તે માટે VTV ગુજરાતી જવાબદાર નહીં રહે. આ લેખ માત્ર ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ