બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bad weather in Dharamshala, rain forecast for India-New Zealand match

વર્લ્ડ કપ 2023 / IND vs NZ: ધર્મશાલામાં મોસમ ખરાબ, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચમાં વરસાદની આગાહી, જો મેચ રદ્દ થઈ તો શું થશે?

Priyakant

Last Updated: 11:37 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World Cup 2023 News: ધર્મશાલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પૂર્ણ થવાની ઘણી ઓછી આશા છે અથવા તે ઓછી ઓવરની મેચ હોઈ શકે છે, તેનું કારણ વરસાદ છે

  • વર્લ્ડ કપ 2023માં આજે ધર્મશાલામાં IND vs NZ વચ્ચે મેચ  
  • ધર્મશાલામાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે
  • મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને આ દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધુ
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ નહીં થાય તો શું થશે?

World Cup 2023 : ભારત દ્વારા આયોજિત ODI વર્લ્ડ કપ 2023માં આજે (22 ઓક્ટોબર) ધર્મશાલામાં એક મહત્વપૂર્ણ મેચ રમાશે. વાત જાણે એમ છે કે, ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમની આ 5મી મેચ હશે, જે ન્યુઝીલેન્ડ સામે રમશે. આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. આ બંને ટીમ આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એકપણ મેચ હારી નથી. પરંતુ ફેન્સ માટે એક ખરાબ સમાચાર પણ આવી રહ્યા છે. વાસ્તવમાં ધર્મશાલામાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ પૂર્ણ થવાની ઘણી ઓછી આશા છે અથવા તે ઓછી ઓવરની મેચ હોઈ શકે છે. તેનું કારણ વરસાદ છે.

જાણો આજે શું હશે ધર્મશાલાનું તાપમાન ? 
Accuweather અનુસાર રવિવારે ધર્મશાલામાં મહત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ રહેશે, જ્યારે લઘુત્તમ તાપમાન 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે. આ દિવસે વરસાદની સંભાવના 42 ટકા છે. આકાશ વાદળછાયું રહેશે અને પવનની ઝડપ 26 કિમી પ્રતિ કલાક સુધી રહેવાની ધારણા છે.

મેચ બપોરે 2 વાગ્યે અને ત્યારે જ વરસાદની સંભાવના સૌથી વધુ  
ચાહકો માટે ખરાબ સમાચાર એ છે કે આ મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે અને આ દરમિયાન વરસાદની સંભાવના સૌથી વધુ છે. ધર્મશાળામાં બપોરે 2 વાગ્યે વરસાદની સંભાવના 51 ટકા અને બપોરે 3 વાગ્યે 47 ટકા છે. 

મેચ મોડી શરૂ થઈ શકે 
જોકે સારી વાત એ છે કે, 3 વાગ્યા પછી વરસાદની શક્યતા ઘણી ઓછી થઈ જશે. 4 થી 6 વાગ્યા દરમિયાન વરસાદની સંભાવના 14 ટકાની આસપાસ રહેશે. આ પછી તે 2 ટકા સુધી રહેશે. આ સંદર્ભે મેચ મોડી શરૂ થઈ શકે છે.

જો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ નહીં થાય તો શું થશે?
વર્લ્ડ કપ 2023 માટે ICCના નિયમો અનુસાર લીગ મેચો માટે 'રિઝર્વ ડે'ની કોઈ જોગવાઈ નથી. જો આજની ભારત અને ન્યુઝીલેન્ડ મેચ વરસાદને કારણે ધોવાઈ જાય છે, તો બંને ટીમોને એક-એક પોઈન્ટ મળશે. આ એક સારી વાત છે કે વર્લ્ડ કપમાં અત્યાર સુધી વરસાદે એકપણ મેચમાં વિક્ષેપ પાડ્યો નથી. જોકે 17 ઓક્ટોબરે ધરમશાલામાં રમાયેલી નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની મેચમાં વરસાદના કારણે 43 ઓવરની રમત રમાઈ હતી. આ તરફ ગુવાહાટી અને તિરુવનંતપુરમમાં ભારતની વર્લ્ડ કપ 2023ની બંને પ્રેક્ટિસ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી.

વર્લ્ડ કપ માટે ભારતની ટીમ: 

  • ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, રવિચંદ્રન અશ્વિન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ.

વર્લ્ડ કપ માટે ન્યૂઝીલેન્ડની ટીમ:

  • ન્યુઝીલેન્ડ ટીમ: કેન વિલિયમસન (ઈજા), ટ્રેન્ટ બોલ્ટ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, લોકી ફર્ગ્યુસન, મેટ હેનરી, ટોમ લાથમ (કેપ્ટન/વિકેટકીપર), ડેરીલ મિશેલ, જીમી નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, ઈશ સોધી , ટિમ સાઉથી, વિલ યંગ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ