બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Bad news for Team India, Shreyas Iyer may be out of the last 3 Test matches

ક્રિકેટ / ટીમ ઈન્ડિયા માટે ખરાબ સમાચાર, આ સ્ટાર ખેલાડી છેલ્લી 3 ટેસ્ટ મેચમાંથી થઈ શકે છે બહાર

Megha

Last Updated: 03:02 PM, 9 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચોની સીરિઝ દરમિયાન ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. મિડલ ઓવરનો આ બેટ્સમેન ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.

  • ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક મોટો ઝટકો લાગી શકે છે. 
  • મિડલ ઓવરનો આ બેટ્સમેન ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. 
  • છેલ્લી ત્રણ મેચો માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે. 

વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા જેવા ખેલાડીઓની ગેરહાજરીથી પરેશાન ભારતીય ટેસ્ટ ટીમને વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે સમાચાર આવી રહ્યા છે કે મિડલ ઓવરના બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાના કારણે ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે.  

ભારતનો મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યર ઈજાગ્રસ્ત થયો છે અને તેના પછી ઈંગ્લેન્ડ સામેની છેલ્લી ત્રણ ટેસ્ટમાંથી બહાર થઈ જવાનો ખતરો છે. અહેવાલ મુજબ, અય્યરે પીઠમાં જકડાઈ જવાની અને જાંઘમાં દુખાવાની ફરિયાદ કરી છે. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ પાંચ મેચની સીરિઝ છેલ્લી ત્રણ મેચો માટે આજે ભારતીય ટીમની જાહેરાત કરી શકે છે, જે હાલમાં 1-1થી બરાબર છે. 

સૂત્રોએ જણાવ્યું કે ઐયરને હવે બેંગ્લોરમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) મોકલવામાં આવશે.જોકે, આગામી મહિને શરૂ થનારી IPL પહેલા ઐયર ફિટ થઈ જશે તેવી આશા છે. અહેવાલ મુજબ, બાકીના ભારતીય ખેલાડીઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રીજી ટેસ્ટ માટે રાજકોટ પહોંચી ગયા છે, ત્યારે ઐયરની કીટ અને અન્ય સામાન મુંબઈમાં તેના ઘરે મોકલી દેવામાં આવ્યો છે. 

વધુ વાંચો: 'દીકરાને ન પરણાવ્યો હોત તો સારું હતું', પિતાએ વેદના પ્રગટ કરતા ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાની સ્પષ્ટતા, આપ્યો ચોંકાવનારો જવાબ

જણાવી દઈએ કે ઐય્યરે ગયા વર્ષે પીઠની ઈજા બાદ સર્જરી કરાવી હતી. ઇંગ્લેન્ડ સામેની આગામી મેચોમાં કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાની વાપસી લગભગ નિશ્ચિત છે. આવી સ્થિતિમાં બીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરનાર રજત પાટીદારને ટીમ બીજી તક આપે છે કે નહીં તે જોવું રસપ્રદ રહેશે. પસંદગી સમિતિ ગુરુવારે ટીમની જાહેરાત કરવાની હતી, પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઉપલબ્ધતાની પુષ્ટિ કરવા માટે વધુ એક દિવસ રાહ જોવાનું નક્કી કર્યું.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ