બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / babar-azam-dethrones-virat-kohli-to-become-no-1-batsman-in-odis-becomes-4th-pakistan-batsman-to-achieve
ADVERTISEMENT
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ બુધવારે આઈસીસી વનડે રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન ગુમાવ્યું પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ, જે એક લાંબા સમયથી ટોપ ટેનમાં સામેલ હતો, એ આ સ્થાન મેળવ્યું હતું. નોંધનીય છે કે બાબર તેના દેશમાંથી રેન્કિંગમાં ટોચનું સ્થાન હાંસલ કરનાર ચોથો ખેલાડી બન્યો છે. 26 વર્ષીય બાબરે સેન્ચુરિયન ખાતે સાઉથ આફ્રિકા સામેની શ્રેણીની અંતિમ મેચમાં 82 બોલમાં 94 રન બનાવ્યા હતા, જેણે તેને 13 રેટિંગ પોઇન્ટમાં મેળવવામાં મદદ કરી હતી અને 865 પોઇન્ટ સુધી પહોંચી ગયો હતો.
For the first time in his career, @babarazam258 has become the No.1 ODI batsman 🙌
— ICC (@ICC) April 14, 2021
Read the story of his incredible rise to the top 📰👇
ADVERTISEMENT
કોહલી વન ડે રેન્કિંગમાં સતત ત્રણ વર્ષ સુધી ટોપ પર હતો
ADVERTISEMENT
નોંધનીય છે કે કોહલી 1,258 દિવસ સુધી વન ડે બેટ્સમેન રેન્કિંગમાં ટોચ પર રહ્યો, એટલ કે ત્રણ વર્ષથી પણ વધુ સમય સુધી ટોચ પર હતો. બાબર આઝમે તેના દેશના ઝહીર અબ્બાસ (1983-84), જાવેદ મિયાંદાદ (1988-89) અને મોહમ્મદ યુસુફ (2003)ની જેમ આઇસીસી વનડે બેટ્સમેનમાં ટોપ રેન્ક મેળવવાની સિદ્ધિ હાંસલ કરી હતી.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે બાબર આઝમની હવે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (857 પોઇન્ટ) ઉપર આઠ પોઇન્ટની લીડ છે.
મહત્વનું છે કે સાઉથ આફ્રિકા સામેની શ્રેણી પહેલા બાબરના 837 રેટિંગ પોઇન્ટ હતા પરંતુ તે પ્રથમ મેચમાં 103 રનની ઇનિંગ્સ સાથે 858 પોઇન્ટ્સ (કોહલી કરતા પણ વધુ) સુધી પહોંચી ગયો હતો. બીજી વનડેમાં 32 ના સ્કોર સાથે, તે અગાઉના અઠવાડિક રેન્કિંગમાં 852 પોઇન્ટ પર સરકી ગયો હતો, જો કે શ્રેણીની અંતિમ મેચ બાદ તે ફરીથી ટોચ પર પાછો ફર્યો છે. બાબરે ટેસ્ટમાં તેના કરિયરનું શ્રેષ્ઠ પાંચમું સ્થાન મેળવ્યું છે અને હાલમાં તે છઠ્ઠા સ્થાને છે, જ્યારે તે ટી 20 બેટ્સમેનની ઇન્ટરનેશનલ રેન્કિંગમાં ત્રીજા સ્થાને છે પરંતુ તે પ્રથમ નંબર પર પણ રહી ચૂક્યો છે.
ADVERTISEMENT
A good update for 🇵🇰
— ICC (@ICC) April 14, 2021
Fakhar Zaman, following a brilliant series against South Africa, has surged five places to joint No.7 in the latest @MRFWorldwide ICC men’s ODI rankings for batsmen 👏 pic.twitter.com/WzSNehzdY3
ADVERTISEMENT
ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા પણ આ લિસ્ટમાં સામેલ છે
ડાબોડી ઓપનર ફખર ઝમાન બીજો એક પાકિસ્તાની બેટ્સમેન છે જે તેની 101 રનની ઇનિંગ્સના લીધે પાંચ સ્થાનનો ફાયદો મેળવીને કારકિર્દીના શ્રેષ્ઠ સાતમા સ્થાને પહોંચ્યો છે.ડાબોડી ઝડપી બોલર શાહીન આફ્રિદી (ચાર સ્થાન ઉપર કારકીર્દિમાં સર્વશ્રેષ્ઠ 11 મા સ્થાને) અને ડાબા હાથના સ્પિનર મોહમ્મદ નવાઝ (29 સ્થાન ઉપર 96 મો) પણ મેચમાં ત્રણ વિકેટ ઝડપીને પ્રગતિ કરી શક્યા છે.
ADVERTISEMENT
ભારતીય વાઇસ કેપ્ટન રોહિત શર્મા 825 પોઇન્ટ સાથે રેન્કિંગમાં ત્રીજા ક્રમે છે અને દેશના ટોચના 10 બેટ્સમેનની યાદીમાં તે બીજો ભારતીય ક્રિકેટર છે. તે ન્યુઝીલેન્ડના રોસ ટેલરથી આગળ છે. બોલરોની વાત કરીએ તો ભારતીય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તેનું ચોથું સ્થાન જાળવી રાખ્યું છે. ટોચના 10 ઓલરાઉન્ડરોની યાદીમાં નવમા ક્રમે રવિચંદ્રન અશ્વિન એકમાત્ર ભારતીય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.