બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Ayodhya Ram Mandir construction: Shiv Kathakar Giri Bapu made a special appeal to the devotees

નિવેદન / અયોધ્યા રામ મંદીર નિર્માણ: શિવકથાકાર ગિરિ બાપુએ ભક્તોને કરી ખાસ અપીલ, જુઓ VTV સાથે ખાસ વાતચીત

Priyakant

Last Updated: 01:05 PM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ayodhya Ram Mandir Latest News: શિવ કથાકાર ગિરિબાપુ સાથે VTV ન્યૂઝ દ્વારા ખાસ વાતચીતમાં કહ્યું, આપણાં અનેક પુરાણોમાં શિવ અને રામનો ઉલ્લેખ, સનાતન ધર્મનો હંમેશા વિજય થયો

  • અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી
  • શિવ કથાકાર ગિરિબાપુ સાથે VTVની વાતચીત
  • શિવ અને રામના પ્રસંગોની બાપુએ કરી વાત
  • સનાતન ધર્મનો હંમેશા થયો છે વિજય
  • અનેક પુરાણોમાં શિવ અને રામનો ઉલ્લેખ

Ayodhya Ram Mandir : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી ચાલી રહી છે. આ દરમિયાન શિવ કથાકાર ગિરિબાપુ સાથે VTV ન્યૂઝ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી છે. શિવ કથાકાર ગિરિબાપુએ શિવ અને રામના પ્રસંગોની વાત કરી હતી. તેમણે કહ્યું કે, સનાતન ધર્મનો હંમેશા વિજય થયો છે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આપણાં અનેક પુરાણોમાં શિવ અને રામનો ઉલ્લેખ છે. નોંધનિય છે કે, 22 જાન્યુઆરીએ ભારતમાં ઐતિહાસિક ક્ષણ રચાશે. 

અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાની પુરજોશ તૈયારી વચ્ચે શિવ કથાકાર ગીરીબાપુએ અનેક પુરાણોમાં શિવ અને રામનો ઉલ્લેખ હોવાનું કહ્યું છે. આ તરફ કથા માટે અમદાવાદ આવેલા ગીરીબાપુ સાથે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં ગિરિબાપુએ શિવ અને રામના પ્રસંગોની વાત કરી હતી. આ સાથે તેમજ આ ક્ષણ દરેક લોકોની જીત પણ ગણાવી અને કહ્યું કે, આ સનાતનનો વિજય છે ક્યારેય પરાજય થયો નથી અને થશે નહીં. શિવ કથાકાર ગિરિબાપુએ કહ્યું કે, અનેક પુરાણોમાં શિવ અને રામ તમામનો ઉલ્લેખ છે. સીતા રામ સ્વયંવરમાં રામે શિવ બાણ તોડ્યું આવા અનેક પ્રસંગ છે.

આ સાથે શિવ કથાકાર ગિરિબાપુએ કહ્યું કે, સંઘર્ષ વગર સિદ્ધિ ન મળે તે પછી કોઈ પ્રસંગ કેમ ન હોય. રામ નું મૂળ સ્થાન અયોધ્યા હતું. 22 જાન્યુઆરીએ જે ઉત્સવ થાય છે તે ખુશી મનાવીએ અને  જે થયું એ થઈ ગયું પાછળનું ભૂલી જઈએ. આ સાથે તેમણે કહ્યું કે, સાધુ સંતોનો આ વિજય છે.

વાંચો વધુ: રામલલા માટે સરકાર વસ્ત્રોના પૈસા પણ નહોતી આપતી, પોતાના પૈસે લગાવતા ભોગ: કહાની મુખ્ય પૂજારીની

શિવ કથાકાર ગિરિબાપુએ શું સંદેશ આપ્યો ? 
VTV ન્યૂઝ સાથેની વાતચીતમાં શિવ કથાકાર ગિરિબાપુએ લોકોને સંદેશ આપ્યો હતો કે, રાત્રે અને દિવસે ધ્વનિ દુષણ ન કરવું અને સાથે પર્યાવરણનું જતન પણ કરવા સંદેશ આપ્યો હતો. કોન્ક્રીટના  જંગલો બની રહ્યા છે ખેતીની જમીન જઈ રહી છે જે ન થવું જોઈએ, અમે મારા ગામ પાસે 1 લાખ બીલીવૃક્ષનું જંગલ નિર્માણ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિર પ્રતિષ્ઠાનો દરેકને શ્રેય જાય છે. કોઈ એક નું નામ લઈએ તો તકલીફ થાય પણ જે સહભાગી બન્યા તે દરેક તમામ લોકોનો શ્રેય મળવો જોઈએ. યશ કોને આપવો તે ઈશ્વરના હાથમાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ