બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Ayodhya Ram Mandir aarti timings, pass facility, darshan timings

જાણી લેજો / અયોધ્યા રામ મંદિરમાં સામાન્ય લોકો ક્યારે કરી શકશે દર્શન? એક ક્લિકમાં જાણો તમામ પ્રશ્નોનાં જવાબ

Vaidehi

Last Updated: 04:47 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રામમંદિરમાં આપણે સૌ ક્યારે દર્શન કરી શકશું? શું આપણને કોઈ શુલ્ક આપવો પડશે? આવો અયોધ્યા રામમંદિરને લગતાં તમામ સવાલોનાં જવાબ જાણીએ.

  • રામમંદિરમાં સામાન્ય જનતા ક્યારે દર્શન કરી શકશે?
  • શું મંદિરમાં દર્શન કરવા માટે પૈસા આપવા પડશે?
  • અયોધ્યા રામમંદિરને લઈને લગતાં તમામ પ્રશ્નોનાં જવાબ

અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દરમિયાન પીએમ મોદીએ રામલલાને  દંડવત કરી પ્રણામ કર્યા અને રામલલાના મુખ્ય પૂજારી નૃત્ય ગોપાલ દાસના પગ પણ સ્પર્શ કર્યા. રામમંદિરમાં સામાન્ય માણસ પ્રાણ-પ્રતિષ્ઠા બાદ દર્શન કરી શકશે? શું આપણને કોઈ શુલ્ક આપવો પડશે? આવો અયોધ્યા રામમંદિરને લગતાં તમામ સવાલોનાં જવાબ જાણીએ.

કોણ સંભાળશે મંદિર?
રામમંદિરનું આયોજન શ્રીરામ જન્મભૂમિત તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટની સ્થાપના સુપ્રીમ કોર્ટનાં આદેશ બાદ કેન્દ્ર સરકારે કરી હતી. ટ્રસ્ટ જ મંદિરની તમામ કામગીરીની દેખરેખ કરી રહ્યું છે. મહોત્વ બાદ પણ આ ટ્રસ્ટ જ મંદિર સંભાળશે.

સામાન્ય જનતા ક્યારે દર્શન કરી શકશે?
22 જાન્યુઆરી પ્રાણ-પ્રતિષ્ઠા બાદ બીજા દિવસે એટલેકે 23 જાન્યુઆરીથી શ્રદ્ધાળુ રામલલાનાં દર્શન કરી શકશે. ટ્રસ્ટ અનુસાર 22 જાન્યુઆરીનાં સામાન્ય જનતાનાં દર્શનની વ્યવસ્થા નથી કરવામાં આવી.

મંદિરનો સમયગાળો ?
અયોધ્યામાં રામમંદિર સવારે 7 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી અને આ બાદ 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે દર્શન ખુલ્લા રહેશે. બપોરે આશરે અઢી વાગ્યે ભોગ અને વિશ્રામ માટે મંદિર બંધ રહેશે.

આરતીનો સમય શું રહેશે?
રામમંદિરમાં રામલલાની દિવસમાં ત્રણ વખત આરતી થશે. સવારે 6.30 વાગ્યે શૃંગાર આરતી, બપોરે 12 વાગ્યે ભોગ આરતી, સાંજે 7.30 વાગ્યે સંધ્યા આરતી થશે.

આરતીમાં સામેલ થવા શું કરવું પડશે?
અયોધ્યાનાં રામમંદિરમાં આરતીમાં સામેલ થવા માટે ટ્રસ્ટ પાસેથી પાસ એટલે કે Id હોવી જરૂરી છે. ટ્રસ્ટ અનુસાર એકવારમાં માત્ર 30 લોકો જ આરતીમાં સામેલ થઈ શકશે.

શું કોઈ શુલ્ક આપવું પડશે?
અયોધ્યામાં રામમંદિરનાં દર્શન નિ:શુલ્ક છે. રામલલાનાં દર્શન કરવા માટે એક પણ રૂપિયો નહીં આપવો પડે. પણ જો તમારે આરતીમાં જોડાવું છે તો પાસ લેવો જરૂરી છે.

વધુ વાંચો: અયોધ્યા રામ મંદિર માટે દાનમાં આપવામાં ટોપ-3 ગુજરાતી: જુઓ કોના કોના છે નામ

મંદિર ક્યારે સંપૂર્ણ રીતે તૈયાર થશે?
મંદિર બનાવી રહેલ કંપની અનુસાર, નાગર શૈલીમાં બની રહેલા ત્રણ માળના રામ મંદિરનું નિર્માણકાર્ય આ વર્ષે ડિસેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ