બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Top-3 Gujaratis in donation for Ayodhya Ram Temple

રામ મંદિર / અયોધ્યા રામ મંદિર માટે દાનમાં આપવામાં ટોપ-3 ગુજરાતી: જુઓ કોના કોના છે નામ

Vishal Khamar

Last Updated: 09:50 AM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું છે. તેનો ઉપયોગ અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવા માટે કરવામાં આવશે.

  • સુરતનાં હીરનાં વેપારીએ રામ જન્મભૂમિ માટે કર્યું દાન
  • લાઠી પરિવારે અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનુ દાન કર્યું
  • જે સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવા માટે કરાયો

રામ લલ્લા આજે એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બિરાજશે . રામ મંદિરના ગર્ભગૃહમાં આજે બપોરે રામલલાનો અભિષેક થશે. અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે અને ફૂલો અને રોશનીથી પ્રકાશિત કરવામાં આવ્યું છે. રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામભક્તોએ આપેલા દાનથી થયું છે. રામ મંદિરના નિર્માણ માટે કોઈપણ સરકારે એક પૈસો પણ ફાળો આપ્યો નથી. આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોના પૈસા પર બનેલું છે. રામ મંદિર નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે. પરંતુ એક વ્યક્તિ એવી છે જેણે દાનના મામલામાં અમીર લોકોને પાછળ છોડી દીધા છે. તો ચાલો જાણીએ રામ મંદિર માટે કોણે સૌથી વધુ દાન આપ્યું છે?

સુરતના હીરા વેપારી લાઠી પરિવારે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનું દાન કર્યું છે. સુરતના સૌથી મોટા હીરાના વેપારીઓમાંના એક દિલીપ કુમાર વી. લાઠીના પરિવારે 101 કિલો સોનું દાનમાં આપ્યું છે. જેનો ઉપયોગ અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાથી કોટ કરવા માટે કરવામાં આવશે. આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધીનું સૌથી મોટું દાન છે. આ 101 કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરુ અને સ્તંભોને પોલિશ કરવા માટે કરવામાં આવી રહ્યો છે. ગર્ભગૃહના પ્રવેશદ્વારની સાથે મંદિરના ભોંયતળિયે 14 સુવર્ણ દ્વાર સ્થાપિત કરવામાં આવ્યા છે.

68 કરોડ રૂપિયા દાન આપ્યું
અત્યારે સોનાની કિંમત 68 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. જો આ રીતે જોવામાં આવે તો એક કિલો સોનાની કિંમત લગભગ 68 લાખ રૂપિયા હતી અને 101 કિલો સોનાની કુલ કિંમત 68 કરોડ રૂપિયા હતી. આ રીતે લાઠી પરિવારે રામ મંદિર માટે સૌથી વધુ રકમ દાનમાં આપી છે. રામ મંદિર માટે બીજા સૌથી મોટા દાતા કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ છે. જેમણે રામ મંદિર માટે 11.3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અમેરિકા, કેનેડા અને બ્રિટનમાં બેઠેલા તેમના રામ ભક્ત અનુયાયીઓએ પણ 8 કરોડ રૂપિયા અલગથી દાનમાં આપ્યા છે. આ સાથે જ ગુજરાતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાએ રામ મંદિરના નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. ગોવિંદભાઈ ધોળકિયા ડાયમંડ કંપની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ્સના માલિક છે.

વધુ વાંચોઃ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમ્યાન ગર્ભગૃહમાં PM મોદી સાથે આ 4 દિગ્ગજોને જ એન્ટ્રી, જુઓ કોણ-કોણ રહેશે ઉપસ્થિત?

સૌથી વધુ ક્યા મંદિરે દાન આપ્યું
રામ મંદિરમાં દાનની બાબતમાં પટનાનું મહાવીર મંદિર દેશ અને દુનિયાના મંદિરોમાં ટોચ પર છે. પટનાના મહાવીર મંદિરે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે. અત્યાર સુધી મંદિરે 8 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવે રવિવારે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને 2 કરોડ રૂપિયાના છેલ્લા હપ્તાનો ચેક સોંપ્યો હતો. તમને જણાવી દઈએ કે બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ આચાર્ય કિશોર કુણાલે 2019 માં રામ મંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ મહાવીર મંદિર વતી રામ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ