હેલ્થી ડાઈટ અને સારી લાઇફસ્ટાઇલથી વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પણ ઘણી વખત આપણે હેલ્થી ડાઈટના ચક્કરમાં ખોટી વસ્તુઓનું સેવન કરી લઈએ છીએ.
વાળ ખરવાની પાછળ સૌથી સામાન્ય કારણ છે ખરાબ લાઇફસ્ટાઇલ
હેલ્થી ડાઈટના ચક્કરમાં આ વસ્તુઓ વાળ ખરવા પાછળનું કારણ બને છે
વધુ માત્રામાં શુગરનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાં વધારો થઈ શકે
આજકાલ લોકોમાં વાળ ખરવાની સમસ્યા ઘણી જોવા મળે છે. વાળ ખરવાની પાછળ અલગ અલગ કારણો હોય છે પણ સૌથી સામાન્ય કારણ છે આજકાલની બધાની લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની ખરાબ આદતો. આવી આદતો વાળ ખરવા પાછળ મુખ્ય રીતે જવાબદાર છે. હેલ્થી ડાઈટ અને સારી લાઇફસ્ટાઇલથી વાળ ખરવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. પણ ઘણી વખત આપણે હેલ્થી ડાઈટના ચક્કરમાં એવી વસ્તુઓ ખાઈ લેતા હોઈએ છીએ જે વાળ ખરવા પાછળ મુખ્ય રીતે જવાબદાર હોય છે.
જેવી વસ્તુઓ આપણે ખાઈએ છીએ એવા જ વાળ આપણાં થાય છે જો હેલ્થી વસ્તુઓ ખાઈએ તો વાળના ગ્રોથ ઘણો વધારો થાય છે અને જો અનહેલ્થી વસ્તુ ખાઈએ તો વાળ ખરવાની સમસ્યામાં ઘણો વધારો થાય છે. આજે અમે તમને એવા ખોરાક કે વસ્તુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. જો તમે પણ તેને હેલ્થી સમજીને તમારી ડાયટમાં શામેલ કરો છો તો આજે જ થી જ તેનું સેવન બંધ કરી દો.
1- જંક ફૂડ્સ
દરેક પ્રકારના જંક ફૂડ્સ સેચુરેટેડ અને મોનોઅનસેચુરેટેડ ફેટથી ભરપૂર હોય છે. જે ન તો ફક્ત તમારું વજન વધારે છે પણ હ્રદય સબંધિત સમસ્યામાં પણ ખાસ્સો એવો વધારો કરે છે. એસએફએ અને એમયુએફથી ભરપૂર ડાઈટ તામારા શરીરમાં ટેસ્ટોસ્ટેરોન વધારી શકે છે જે તમારા વાળથી સંબધ ધરાવે છે એસાથે જ માથાની ચામડીને ઓઈલી બનાવી શકે છે.
2 - કાચા ઈંડાનો સફેદ ભાગ
ઈંડાને વાળ માટે ઘણા સારા ગણવામાં આવે છે પણ ઇંડાને ક્યારેય કાચા ન ખાવા જોઈએ. કાચા ઈંડાનો સફેદ ભાગ બાયોટિનથી ભરપૂર હોય છે જે શરીર માટે ઘણું ખરબસાબિત થાય છે અને સાથે જ વાળ ખરવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.
3- માછલી
ફિશમાં મળવામાં આવતું પારા વાળ ખારવા માટે જવાબદાર સાબિત થઈ શકે છે.
4- શુગર
શુગર સ્વાસ્થ્યને સાથે સાથે વાળ માટે પણ ઘણું ખરાબ સાબિત થાય છે, વધુ માત્રામાં શુગરનું સેવન કરવાથી વાળ ખરવાની સમસ્યામાં વધારો થઈ શકે છે.
5- દારૂ
વાળ પ્રોટીનના બનેલ હોય છે જેને કેરાટીન કહેવાય છે. દારૂ એ પ્રોટીન પર નકારાત્મક અસર પાડે છે. જેનાથી વાળ કમજોર થાય છે અને કહરવાની સમસ્યામાં વધારો થાય છે.