બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / NRI News / વિશ્વ / Australian student visa declining rate is increased know the reason

જાણી લો / ઓસ્ટ્રેલિયા જવું છે, તો ફરી વિચાર કરજો, ભારતીય વિદ્યાર્થીઓને પડી રહી છે મોટી અસર

Dinesh

Last Updated: 09:05 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી માઈગ્રેશન નીતિ મુજબ ઓસ્ટ્રેલિયા જનારા વિદ્યાર્થીઓએ વધુ સેવિંગ્સ બતાવવું પડશે, સાથે જ અંગ્રેજી ભાષા પણ સુધારવી પડશે અને એક વિશેષ ટેસ્ટ પાસ કરવી પડશે, જે દર્શાવશે કે તેઓ ખરેખર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા જવું ભારતીય વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. પરંતુ ઓસ્ટ્રેલિયાથી તાજેતરમાં આવેલા સમાચાર સારા નથી. ઓસ્ટ્રેલિયાની નવી માઈગ્રેશન નીતિને કારણે કેટલાક ઈન્સ્ટીટ્યુસને એડમિશન ઓફર પાછી ખેંચી લીધી છે, જેને કારણે વિઝા રિજેક્શન રેટમાં વધારો થયો છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2023ના છેલ્લા બે ક્વાર્ટરમાં દર 5માંથી 1 એપ્લીકન્ટના વિઝા રિજેક્ટ થયા છે.

જો સ્ટુડન્ટ વિઝા પર ઓસ્ટ્રેલિયા જાવ છો, તો આ 10 કામ કરીને કાઢી શક્શો તમારો  ખર્ચો | Australia visa students can earn in sydney with this professional  skills

સ્ટુડન્ટ વિઝામાં 20 ટકાનો ઘટાડો
Sydney Morning Heraldના રિપોર્ટ મુજબ વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રિજેક્ટ થવાને કારણે સ્ટુડન્ટ વિઝામાં 20 ટકાનો ઘટાડો થયો છે. આ ઘટાડો છેલ્લા 2 દાયકાનો સૌથી મોટો ઘટાડો છે. એજ્યુકેશન પ્રોગ્રામમાં વિઝા રિજેક્શનને લીધે થઈ રહેલા ઘટાડાને કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયા આવતા વિદેશીઓની સંખ્યા ઘટીને 3,75,000 થઈ ગઈ છે, જે હજી પણ ઘટીને આગામી વર્ષે 2,50,000 થઈ શકે છે. ઓસ્ટ્રેલિયામાં થઈ રહેલા વિઝા રિજેક્શનને કારણે સૌથી મોટી અસર બારત, નેપાળ અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓને પડી રહી છે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં આવતા વિદેશીઓના લિસ્ટમાં આ દેશો અનુક્રમે બીજા, ત્રીજા અને નવમા સ્થાને છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે શરૂ થઈ ચિંતા
ઓસ્ટ્રેલિયાની આ નવી માઈગ્રેશન સ્ટ્રેટેજીને લીધે ઈન્ટરનેશન એજ્યુકેશન સેક્ટરમાં કન્ફ્યુઝન શરૂ થયું છે, જેને કારણે ભવિષ્યમાં ઓસ્ટ્રેલિયા અથવા અન્ય કોઈ પણ દેશમાં જનારા વિદ્યાર્થીઓ પણ ચિંતિત બન્યા છે. ઓસ્ટ્રેલિયાની આ નવી નીતિને કારણે વિઝા રિજેક્શન રેટમાં પણ ઘટાડો થઈ રહ્યો છે, એટલે સુધી કે ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન સંસ્થાઓએ વિદ્યાર્થીઓને આપેલી મંજૂરી પણ રદ કરી દીધી છે. જેને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

થાઇલેન્ડ, શ્રીલંકા, મલેશિયા બાદ વધુ એક દેશ ભારતીયોને ફ્રી વીઝા આપવા તૈયાર!  પર્યટકોને કરશે આકર્ષિત | indonesia considering granting visa free entry for  indians and other 19 ...

વિઝા મેળવવા આટલું જરૂરી 
હવે નવી માઈગ્રેશન નીતિ મુજબ ઓસ્ટ્રેલિયા જનારા વિદ્યાર્થીઓએ વધુ સેવિંગ્સ બતાવવું પડશે, સાથે જ અંગ્રેજી ભાષા પણ સુધારવી પડશે અને એક વિશેષ ટેસ્ટ પાસ કરવી પડશે, જે દર્શાવશે કે તેઓ ખરેખર ભણવા માટે ઓસ્ટ્રેલિયા જઈ રહ્યા છે. જો કે, અહીં વિઝા અપ્રૂવલ પ્રોસેસ યોગ્ય રીતે ન થતી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. કેટલાક લોકોનું માનવું છે કે વિદ્યાર્થીઓના વતનમાં વધતી અને ઓસ્ટ્રેલિયામાં ઘટતી નોકરીની તકોને કારણે આ નિર્ણય લેવાયો છે.

ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીઓ પણ ચિંતિત
વિઝા રિજેક્શન રેટમાં વધારો થવાને કારણે ઓસ્ટ્રેલિયાની એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ્સ પણ ચિંતિત છે. ખાસ કરીને એવી સંસ્થાઓ જ્યાં આવનાર વિદ્યાર્થીઓના વિઝા રદ થઈ રહ્યા છે, તેમનું ટેન્શન વધ્યું છે. જો કે સ્થાનિક સરકારના કહેવા પ્રમાણે આવી સંસ્થાઓમાં આવતા વિદ્યાર્થીઓના વિઝાની પ્રક્રિયા ધીમી થઈ રહી છે. જેને કારણે લેવલ 3 સંસ્થાઓ માટે વિદ્યાર્થીઓના એડમિશનના ટાર્ગેટ પૂરા કરવા મુશ્કેલ બની રહ્યા છે.

વાંચવા જેવું: કેનેડામાં જૉબ કરવી છે? તો Apply કરવા અપનાવો આ ત્રણ રસ્તા, ખર્ચો પણ ઓછો, મહિનામાં પરમિટ

યુનિવર્સિટીઓ રદ કરી રહી છે એડમિશન 
હવે ઓસ્ટ્રેલિયન ગવર્નમેન્ટ પોતાના રિસ્ક લિસ્ટને અપડેટ કરવા જઈ રહી છે, જેને કારણે વિદ્યાર્થીઓ અને એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ બંને ચિંતિત છે. જો સરકાર રિસ્ક લિસ્ટને અપડેટ કરે તો તેમના માટે વિદ્યાર્થીઓને એડમિશન આપવું મુશ્કેલ બનશે, કારણ કે રિસ્ક લિસ્ટમાં રહેલી સંસ્થામાં આવતા વિદ્યાર્થીઓને વિઝાની પ્રોસેસ સ્લો થઈ રહી છે. એટલે સુધી કે કેટલીક યુનિવર્સિટીઓએ તો વિદ્યાર્થીઓને મોકલેલા એડમિશન લેટર પણ રદ કરી દીધા છે, તો કેટલીક યુનિવર્સિટી પસંદગીના દેશોના વિદ્યાર્થીઓને જ એડમિશન આપી રહ્યા છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ