બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / aus vs eng glenn maxwell ruled out next match due to injury

વર્લ્ડ કપ / અમદાવાદમાં રમાનારી આ ટીમની મેચ પહેલા તેનો દિગ્ગજ બેટર ઈજાને કારણે થયો બહાર, ગોલ્ફ રમતાં વાગ્યું

Hiralal

Last Updated: 04:55 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 નવેમ્બરે અમદાવાદમાં રમાનારી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો લાગ્યો છે. ગોલ્ફ રમવાં જતા દિગ્ગજ બેટર ગ્લેન મેક્સવેલને ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી બહાર રખાયો છે.

  • અમદાવાદમાં 4 નવેમ્બરે રમાનારી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને ઝટકો 
  • ગોલ્ફ રમવાં જતા દિગ્ગજ બેટર ગ્લેન મેક્સવેલ થયો બહાર
  • ઈંગ્લેન્ડ સામે અમદાવાદમાં નહીં રમે ઓસ્ટ્રેલિયાનો મેક્સવેલ 

વર્લ્ડ કપ 2023માં સતત બે પરાજય સાથે શરુઆત કરનારી ઓસ્ટ્રેલિયાની ટીમ હાલ જબરજસ્ત ફોર્મમાં છે. ઓસ્ટ્રેલિયાની ટીમે વર્લ્ડ કપમાં સતત ચાર મેચ જીતી છે અને તે ટોપ-4ની પ્રબળ દાવેદાર પણ છે. ઓસ્ટ્રેલિયાની આગામી મેચ 4 નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે છે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે  ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ ઈજાના કારણે આગામી મેચ માટે ટીમની બહાર થઈ ગયો છે.

ગોલ્ફ રમતાં થયો ઘાયલ, એક અઠવાડિયું ક્રિકેટથી દૂર રહેશે 
મેક્સવેલ સોમવારે ક્રિકેટને બદલે તેની મનપસંદ ગોલ્ફની રમત રમી રહ્યો હતો આ દરમિયાન તેને ઈજા થઈ હતી જેને કારણે તેને ઈંગ્લેન્ડ સામેની મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. મેક્સવેલ ઓછામાં ઓછું 8 દિવસ ક્રિકેટથી દૂર રહી શકે છે. 

શું બોલ્યાં કોચ 
ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું છે કે, મેક્સવેલ ક્રિકેટ પ્રત્યે પ્રમાણિક છે અને ટૂંક સમયમાં જ પરત ફરશે. હેડ કોચે કહ્યું કે, આ સૌભાગ્યની વાત છે કે ઈજા વધારે થઈ નથી. પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકતી હતી. આ સમય દરમિયાન, મુખ્ય કોચે આશા વ્યક્ત કરી હતી કે મેક્સવેલ માત્ર એક જ મેચ માટે બહાર રહેશે. 

મિત્રની બર્થ ડે પાર્ટીમાં લપસવાને કારણે મેક્સવેલ પગ ભગાવ્યો હતો 
વર્લ્ડકપ પહેલા પણ ગ્લેન મેક્સવેલ ઈજાગ્રસ્ત થયો હતો. ગયા વર્ષે એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં લપસવાને કારણે તેનો પગ ભાંગી ગયો હતો. આ ઈજાના કારણે મેક્સવેલ લગભગ પાંચ મહિના સુધી મેદાનથી દૂર રહ્યો હતો. મેક્સવેલે વર્લ્ડ કપ પહેલા ભારત સામેની વન ડે શ્રેણીમાં પુનરાગમન કર્યું હતુ. 

મેક્સવેલને બદલે કોણ રમી શકે 
મેક્સવેલ ઈજાગ્રસ્ત થયા બાદ ઓસ્ટ્રેલિયન ટીમમાં માર્નસ લાબુસ્ચાગ્નેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. ઉલ્લેખનીય છે કે મેક્સવેલે નેધરલેન્ડ સામેની મેચમાં 40 બોલમાં રેકોર્ડ સદી ફટકારી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ