બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Attempted fraud in the name of BJP state president CR Patil with women leaders of BJP

સાવધાન / ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે ઠગબાજોએ કર્યો છેતરપિંડીનો પ્રયાસ, પ્રદેશ મંત્રીએ પોસ્ટ કરી કાર્યકર્તાઓને કર્યા સતર્ક

Malay

Last Updated: 02:57 PM, 7 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપના મહિલા નેતાઓ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ, બંને નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કાર્યકર્તાઓને સતર્ક રહેવા જણાવ્યું.

  • ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે ઠગાઈનો પ્રયાસ
  • પ્રદેશ અધ્યક્ષના નામે અજાણ્યા ઠગબાજોએ કર્યો છેતરપિંડીનો પ્રયાસ
  • શીતલ સોની અને જાહનવી વ્યાસને આવ્યું પ્રદેશ અધ્યક્ષના નામે પાર્સલ 

ગુજરાતના નવસારી અને નડીયાદમાં સી.આર પાટીલના નામે ઠગાઇનો પ્રયાસ કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. ભાજપના નેતાઓ સાથે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે અજાણ્યા ઠગબાજોએ છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવતા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી નેતાઓએ જાણકારી આપી છે. 

સી.આર પાટીલના નામે શીતલ સોની સાથે છેતરપિંડીનો પ્રયાસ
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નામે પ્રદેશ મંત્રી જ્હાન્વી વ્યાસ અને પ્રદેશમંત્રી શીતલ સોની સાથે છેતરપિંડીની પ્રયાસ કરવામાં આવ્યો છે. અજાણ્યા ઠગબાજે પ્રદેશમંત્રી શીતલ સોનીના ઘરે પાર્સલ મોકલ્યું હતું. જે બાદ રૂપિયા 1500 ચૂકવી પાર્સલ છોડાવવા જણાવાયું હતું. દાળમાં કંઈક કાળુ લાગતા શીતલ સોનીએ સીધો જ પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો સંપર્ક કર્યો હતો. આ દરમિયાન તેમના ત્યાંથી આવું કોઈ પાર્સલ ન મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ શીતલ સોનીએ ફેસબુક પર પોસ્ટ કરી કાર્યકરોને સતર્ક રહેવા જણાવ્યું છે.

શીતલ સોની (મંત્રી, ગુજરાત ભાજપ)

આવું પાર્સલ પૈસા આપીને છોડાવશો નહીંઃ શીતલ સોની 
તેઓએ ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, આજે મારા પર આદરણીય પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબના નામથી એક પાર્સલ આવ્યું, જેમાં રૂ.1500 આપીને છોડાવા માટે કહેવડાવ્યું. જોકે, મારી પ્રદેશ પ્રમુખના કાર્યાલય પર વાત થતા તેઓએ જણાવ્યું છે કે આવું કોઈ જ પાર્સલ ત્યાંથી મોકલવામાં આવ્યું નથી. આથી આપ સૌને જાણ કરું છું કે આવું કોઈપણ પાર્સલ તમારા પાસે આવે તો તેં એક ફ્રોડ છે પૈસા આપીને છોડાવશો નહીં. 

પ્રદેશ ભાજપ મંત્રી જ્હાન્વી વ્યાસને પણ આવ્યું કુરિયર 
તો આ રીતે જ ભાજપના પ્રદેશ મંત્રી  જ્હાન્વી વ્યાસ સાથે પણ છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નડીયાદ ખાતે આવેલા તેમના નિવાસસ્થાને પણ ભાજપ પ્રદેશ અધ્યક્ષના નામે પાર્સલ આવ્યું હતું. જેથી શંકા જતાં તેઓએ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ સાથે ફોન પર વાતચીત કરી હતી. જે બાદ તેઓએ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને આ અંગે જાણકારી આપી હતી.

જ્હાન્વી વ્યાસ (મંત્રી, ગુજરાત ભાજપ)

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આપી જાણકારી
તેઓએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે, આજે મારા પર આદરણીય પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ સાહેબના નામથી એક પાર્સલ આવ્યું, જેમાં રૂ.1500 આપીને છોડાવા માટે કહેવડાવ્યું. કંઈક અજુગતું લાગતા મેં પ્રદેશ પ્રમુખ સાથે વાત કરી, આ દરમિયાન તેઓએ જણાવ્યું કે આવું કોઈ પાર્સલ ત્યાંથી મોકલવામાં આવ્યું નથી અને આ એક ફ્રોડ છે, કોઈએ પૈસા આપીને છોડાવવું નહીં. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ