બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Atiq-Ashraf murder: Shocking revelation of the attackers about the action plan of the murder

ખુલાસો / અતીક-અશરફ હત્યાકાંડ:મર્ડરના એક્શન પ્લાન અંગે હુમલાખોરોનો ચોંકાવનારો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Priyakant

Last Updated: 10:26 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અતીક-અશરફ હત્યાકાંડમાં ત્રણેય હુમલાખોરોએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે, તેઓએ તેમની ગેંગનો સફાયો કરવા અને રાજ્યમાં પોતાનું નામ બનાવવા માટે હત્યા કરી

  • અતીક-અશરફ હત્યાકાંડમાં એક્શન પ્લાનને લઈ નવો ઘટસ્ફોટ
  • હુમલાખોરો બંને ભાઈઓને મારવા માટે ઘણા દિવસો સુધી તેમનો પીછો કરતા
  • હુમલાખોરોને અગાઉ તક નહીં મળતા આવું ન થયું અને જેવી તક મળી બંનેની હત્યા કરી

ઉત્તર પ્રદેશ પોલીસે રવિવારે ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા કરનારા ત્રણ હુમલાખોરો સામે એફઆઈઆર નોંધી છે. આ તરફ પોલીસ તપાસમાં અનેક ચોંકાવનારી વાતો સામે આવી છે. વાત જાણે એમ છે કે, આરોપીઓએ કબૂલ્યું છે કે, તેઓ બંને ભાઈઓને મારવા માટે ઘણા દિવસો સુધી તેમનો પીછો કરતા હતા. પરંતુ અગાઉ તક નહીં મળતા તે થઈ શક્યું ન હતું. આ તરફ હવે ત્રણેય હુમલાખોરો સામે હત્યા, હત્યાનો પ્રયાસ અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

ધુમનગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ ઇન્સ્પેક્ટર રાજેશ કુમાર મૌર્ય દ્વારા ત્રણેય આરોપીઓને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, અતીક-અશરફ હત્યા કેસમાં FIRમાં બાંદાના રહેવાસી લવલેશ તિવારી (22), હમીરપુરના રહેવાસી મોહિત ઉર્ફે સની (23) અને કાસગંજ જિલ્લાના અરુણ કુમાર મૌર્ય (18)ના નામ નોંધાયા છે. 


 
શું હતો સમગ્ર મામલો ? 
પ્રયાગરાજ શહેરમાં કોલ્વિન હોસ્પિટલ પરિસરમાં શનિવારે રાત્રે લગભગ 10.30 વાગ્યે પત્રકાર બની આવેલા ત્રણ હુમલાખોરોએ અતીક અને તેના ભાઈને ગોળીઓથી વિખેરી નાખ્યા હતા. આ ઘટના ત્યારે બની જ્યારે  પોલીસ બંનેને નિયમિત આરોગ્ય તપાસ માટે ત્યાં લાવી હતી. જ્યારે અતીક અને અશરફ મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે ગોળીબાર સંભળાયો અને કેમેરાની સામે જ બંનેના મોત થયા.

માફિયાઓએ આ માટે કરી અતીકની હત્યા ? 
શાહગંજ પોલીસ સ્ટેશનના એસએચઓ અશ્વની કુમાર સિંહે રવિવારે સવારે 9.53 વાગ્યે FIR નોંધવાની પુષ્ટિ કરી હતી. એફઆઈઆર મુજબ, ત્રણેય હુમલાખોરોએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેઓએ તેમની ગેંગનો સફાયો કરવા અને રાજ્યમાં પોતાનું નામ બનાવવા માટે અતિક અને અશરફની હત્યા કરી હતી.

FIR મુજબ આ ત્રણ હુમલાખોરોએ પોલીસને કહ્યું કે, તેઓ સુરક્ષા વ્યવસ્થાને સમજવામાં નિષ્ફળ ગયા અને તેથી તેઓ ઘટનાસ્થળેથી ભાગી શક્યા નહીં અને પકડાઈ ગયા. તેણે એમ પણ કહ્યું કે, ગુનેગારોને પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા પછી તેઓ પત્રકારોના ટોળા સાથે અહેમદ અને અશરફની પાછળ પડ્યા હતા, કારણ કે તેઓ આ બંને ભાઈઓને મારી નાખવાનો ઇરાદો ધરાવતા હતા. જોકે તક નહિ મળતા તે અગાઉ તેમ કરી શક્યા ન હતા.

શું કહ્યું હુમલાખોરોએ ? 
હુમલાખોરોએ કહ્યું કે, તેઓએ હુમલાની યોજના ત્યારે બનાવી જ્યારે તેમને ખબર પડી કે અતીક અને અશરફ પોલીસ કસ્ટડીમાં છે અને તેમને મેડિકલ તપાસ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેઓએ નક્કી કર્યું કે, પત્રકાર તરીકે ઓળખાણ આપીને તેઓ અતીકની ખૂબ નજીક જઈ શકે છે અને શનિવારે દિવસભર અન્ય પત્રકારો સાથે તેમના પર નજર રાખતા હતા.

શું કહ્યું પોલીસે ? 
પોલીસે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે, હુમલાખોરોએ અતીક અને અશરફની નજીક જવા માટે અન્ય પત્રકારો સાથે મીડિયા કર્મચારીઓનો વેશ ધારણ કર્યો હતો. જ્યારે બંને ભાઈઓને મોતીલાલ નેહરુ (કોલ્વિન) ડિવિઝનલ હોસ્પિટલમાં મેડિકલ તપાસ માટે લઈ જવામાં આવી રહ્યા હતા, ત્યારે તેઓ તેની પાસે પહોંચ્યા અને કોઈ પ્રતિક્રિયા આપે તે પહેલા ત્રણેય હુમલાખોરોએ અતીક અને અશરફ પર અત્યાધુનિક હથિયારોથી નજીકથી હુમલો કર્યો અને ગોળીઓ ચલાવી જેમાં બંને ભાઈઓનાં મોત થયા. 

મહત્વનું છે કે, અગાઉ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણેય હુમલાખોરોને તેમના હથિયારો સાથે સ્થળ પરથી ધરપકડ કરવામાં આવ્યા હતા. આ સાથે તેમની પાસેથી ત્રણ નકલી મીડિયા આઈડી કાર્ડ, એક માઈક્રોફોન અને એક કેમેરા મળી આવ્યા હતા. બાદમાં સ્થાનિક કોર્ટે હુમલાખોરોને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા હતા. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હુમલાખોર લવલેશ તિવારી પણ ગોળીબારમાં ઘાયલ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ