બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અજબ ગજબ / At kantharpura a tree name mahakali vad lying on 2.5 bigha

તમારા કામનું / અઢી વીઘામાં વડ, મા મહાકાળીનું મંદિર છે થડની અંદર: ગાંધીનગર ફરવા જાઓ આ જોવાનું ન ભૂલતા

MayurN

Last Updated: 04:38 PM, 4 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના દેહગામ તાલુકાના કંથારપુરા ગામમાં સૌથી મોટું વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ એટલું ઘટાદાર છે કે ટોટલ 2.5 વીઘામાં પથરાયેલ છે. લોકો અહી પીકનીક મનાવવા આવે છે.

  • કંથારપુરામાં મહાકાલી વડ ગુજરાતનું સૌથી મોટું વૃક્ષ  
  • ત્યાં મહાકાલી માતાની સ્વયભું મૂર્તિનું મંદિર આવેલું છે 
  • ઘણા ખેડૂતોના ખેતરમાં પણ ફેલાયેલું છે વૃક્ષ  

2.5 વીઘામાં ફેલાયેલ વડ વૃક્ષ  
ગુજરાતમાં એક એવું વડ વૃક્ષ આવેલ છે જે 2.5 વીઘામાં ફેલાયેલું છે. આ વૃક્ષ ગુજરાતનું સૌથી વધુ ફેલાયેલું વૃક્ષ છે. અહી વડના ઘેરાવ વચ્ચે મહાકાલી મા નું મંદિર આવેલું છે. કહેવાય છે કે અહી મહાકાલી માતાની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થઇ છે. એટલે જ કદાચ આ વૃક્ષને મહાકાલી વડ કહેવામાં આવે છે. 

કંથારપુરામાં આવ્યું છે આ વૃક્ષ 
આ વૃક્ષ ગાંધીનગર પાસે દહેગામ તાલુકાના કંથારપુરા ગામે આવેલું છે. અહી લોકો આજુબાજુના સીટીમાંથી પીકનીક અને ફરવા માટે છે. અહીનું વાતાવરણ એકદમ ઠંડુ રહે છે. લોકો અહી બેસીને નિરાંતે ફેમીલી સાથે અથવા મિત્રો સાથે વાતો કરતા જોવા મળે છે.

દર વર્ષે 5 મીટર વધુ જગ્યા રોકે છે 
આ વડ વૃક્ષ વર્ષે ફરતે 5 મીટર જેટલું વધુ જગ્યામાં ફેલાઈ છે અને આ વૃક્ષનો ફેલાવો ન અટકે તે માટે આજુબાજુના ખેડૂતો પણ વૃક્ષને પોતાના ખેતરમાં ફેલાતા કાપતા નથી. લોકોની ઘણી માન્યતાઓને લીધે પણ લોકો આ વૃક્ષને કાપતા નથી.

500 વર્ષ જુનું આ વડ વૃક્ષ
કહેવામાં આવે છે કે આ વૃક્ષ 500 વર્ષ જેટલું જુનું છે. તેમાંની ઘણી બધી વડવાઈ તો એટલી જાડી છે કે અત્યારે તે થડ જેવી લાગે છે. અહી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વિઝીટ કરી ચુક્યા છે. હાલમાં થોડા સમય પહેલા જ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ વૃક્ષની મુલાકાત લીધી હતી અને આ વૃક્ષના સંરક્ષણ અને આજુબાજુના ડેવલોપમેન્ટ માટે 14.96 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ