બ્રેકિંગ ન્યુઝ
હિંદૂ ધર્મમાં પૂજા વખતે ઘંટ વગાડવાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘંટ વગર પૂજાને પુરી નથી મનાવમાં આવતી. આ વાત ઘર હોય તે મંદિર દરેક જગ્યા પર લાગુ પડે છે. પરંતુ ભગવાનને ભોગ આપતી વખતે કેમ આવું કરવામાં આવે છે તેના પાછળનું કારણ શું તમે જાણો છો?
ADVERTISEMENT

જાણો કેમ ભગવાનને ભોગ લગાવતી વખતે વગાડવામાં આવે છે ઘંટડી
હિંદૂ માન્યતાઓ અનુસાર વાયુ તત્વોને જાગૃત કરવા માટે ઘંટડી વગાડવામાં આવે છે. હકીકતે વાયુમાં પંચ તત્વ હોય છે. વ્યાન વાયુ, ઉડાન વાયુ, સમાન વાયુ, અપાન વાયુ અને પ્રાણ વાયું. માટે ભગવાનને ભોગ લગાવતી વખતે 5 વખ ઘંટડી વગાડીને આ બધા તત્વોને જગાડવામાં આવે છે. તેના બાદ જ ભગવાનને ભોગ લગાવવામાં આવે છે જેથી તે તેને સ્લીકાર કરી શકે.
ADVERTISEMENT
જાણો ભગવાનને ભોગ લગાવવાની સાચી રીત
હકીકતે ભગવાનને જે ભોગ અર્પિત કરવામાં આવે છે તેને નિવેદ કહેવામાં આવે છે. તેમાં અન્ન, જળ, મેવા, મિષ્ઠાન અને ફળ પણ હોઈ શકે છે. નિવેદને હંમેશા ભગવાનને અર્પિત કરતી વખતે પાનના પત્તામાં જ મુકીને આપવું જોઈએ. હકીકતે દેવતાઓને પાન અતિ પ્રિય છે.

ADVERTISEMENT
આજ કારણ છે કે જ્યારે પણ ભગવાનને ભોગ લગાવવામાં આવે તો પાનમાં જ લગાવો. જણાવી દઈએ કે પાનના પત્તાની ઉત્તપતિ સમુદ્ર મંથનમાં અમૃતના ટીંપાથી થઈ હતી. આજ કારણ છે કે દેવતાઓને પાન અતિ પ્રિય છે.
ભોગ લગાવતી વખતે કયા મંત્રોનો કરશો જાપ?
જ્યારે પણ ભગવાનને નીવેદ અર્પિત કરવામાં આવે તો તે સમયે પાંચ વખત ઘંટ જરૂર વગાડો. ઘંટ વગાડતી વખતે વ્યક્તિએ નીચે આપવામાં આવેલા મંત્રોનું ઉચ્ચારણ કરવું.
ADVERTISEMENT
ॐ व्यानाय स्वाहा,
ॐ उदानाय स्वाहा,
ॐ अपानाय स्वाहा,
ॐ समानाय स्वाहा,
ॐ प्राणाय स्वाहा,
વધુ વાંચો: આવનારી ચૈત્રી નવરાત્રીમાં અપનાવજો આ 7 ઉપાય, મળશે ગ્રહદોષથી છૂટકારો, દૂર થશે નકારાત્મકતા
ADVERTISEMENT
ત્યાર બાદ હાથમાં જળ લઈને પ્રસાદના ચારે બાજુ હાથ ફેરવો. તે સમયે ॐ ब्रह्मअणु स्वाहाનું ઉચ્ચારણ કરતા ઘરતી પર જળને છાંટો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.