બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:55 PM, 26 September 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈમાં રમાનારી એશિયા કપ ફાઇનલ પર સંકટ ઉભુ થયું છે. હરિસ રઉફ સામે આઇસીસીની કાર્યવાહીથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ નારાજ હોવાનું સામે આવ્યું છે, અને ચર્ચા છે કે ફાઇનલ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ કોઇ મોટો નિર્ણય લઇ શકે છે..
ADVERTISEMENT
21 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન, સાહિબજાદા ફરહાન અને હરિસ રઉફે ભડકાઉ હરકતો કરી હતી. ફરહાને પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી બંદૂક બતાવીને ઉજવણી કરી હતી. હરિસ રઉફે વિમાન પાડી દીધાનો ઈશારો કર્યો હતો. ભારતીય ટીમે આ અંગે ICCમાં ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની સુનાવણી ICC મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ સમક્ષ કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોએ પોતાનો બચાવ રજૂ કર્યો હતો.વાંધાજનક હરકતો અને અયોગ્ય વર્તન બદલ ICC દ્વારા હરિસ રઉફને તેની મેચ ફીના 30 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ICCએ પાકિસ્તાનની ફરિયાદ પર સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, ફાઈનલ મેચ રમી શકશે?
ADVERTISEMENT
એશિયા કપ 2025માં ભારત સામે બે વાર હારનો સામનો કરી ચૂકયા બાદ ફાઇનલમાં પણ ભારતનું પલડુ ખુબ ભારે છે તે જોતા હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને એક બહાનું મળી ગયું છે, અને તે રઉફને થયેલી સજાને બહાનું બનાવી ફાઇલનો બોયકોટ કરી શકે છે. સુત્રોનું માનીએ તો પીસીબી ફાઇનલનો બોયકોટ કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.