બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / ASIA CUP 2022 India Won by 40 Run india vs hong kong t20i

Asia Cup 2022 / હોંગકોંગને હરાવીને સુપર-4માં પહોંચી ટીમ ઇન્ડિયા, પાકિસ્તાન સાથે ટક્કર લગભગ નક્કી

Hiren

Last Updated: 11:38 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યકુમાર યાદવની તોફાની બેટિંગના દમપર ભારતે હોંગકોંગને હરાવીને એશિયા કપના સુપર-4માં જગ્યા બનાવી લીધી છે.

  • હોંગકોંગ સામે ભારતની 40 રને જીત
  • હોંગકોંગને જીત માટે 193 રનનો આપ્યો હતો ટાર્ગેટ
  • ભારતે પહેલી મેચમાં પાકિસ્તાનને હરાવ્યું

એશિયા કપ 2022ની ચોથા મુકાબલામાં આજે ભારતીય અને હોંગકોંગ વચ્ચે મુકાબલો હતો. આ મેચમાં ભારતે હોંગકોંગને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે હવે ભારતે 40 રનથી ભવ્ય જીત મેળવી છે. ભારતીય ટીમ આ જીત સાથે સુપર-ચારમાં પહોંચી ચૂકી છે. ભારત સુપર-4માં પહોંચનારી બીજી ટીમ બની છે. અફઘાનિસ્તાન પહેલા જ અહીં પહોંચી ગયું છે, તેવામાં હવે નક્કી છે કે ભારતીય ટીમ પોતાના ગ્રુપમાં નંબર 1 પર રહેશે.

તો પાકિસ્તાન સાથે મુકાબલો નક્કી
હવે સૌકોઈની નજર પાકિસ્તાન-હોંગકોંગની મેચ પર રહેશે, કારણ કે પાકિસ્તાન જો ત્યાં જીતે છે તો તે પણ સુપર-4માં પહોંચી જશે. તેવામાં 4 સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો નક્કી માનવામાં આવશે. શેડ્યૂઅલના અનુસાર, 4 સપ્ટેમ્બરે ગ્રુપ-એમાં પહેલા અને બીજા નંબર પર રહેનારી ટીમોની મેચ હશે.

  • ભારત- 192/2
  • હોંગકોંગ- 152/5

ભારતે હોંગકોંગને આપ્યો હતો 193 રનનો ટાર્ગેટ
ભારતે હોંગકોંગને જીત માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા ભારતે 2 વિકેટ પર 192 રન બનાવ્યા. સૂર્યકુમાર યાદવે 26 બોલમાં 64 રન બનાવ્યા જેમાં છ છગ્ગા અને એટલા જ ચોગ્ગા સામેલ હતા. ત્યારે, વિરાટ કોહલીએ 44 બોલ પર 59 રનની ઇનિંગ રમી. કોહલીની ઇનિંગમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગો સામેલ હતો.

ટીમ ઈન્ડીયાના કેપ્ટન રોહિત શર્માએ કર્યો મોટો રેકોર્ડ

એશિયા કપમાં હોંગકોંગ સામેની મેચમાં કેપ્ટન રોહિત શર્માએ એક નવી સિદ્ધી મેળવી છે.  જમણેરી બેટ્સમેન રોહિતે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 3500 રન પૂરા કર્યાં છે. રોહિતે બુધવારે એશિયા કપ 2022ની ચોથી મેચમાં હોંગકોંગ સામેની મેચમાં 21 રન પૂરા કરતા જ તે ટી-20માં 3500 રન પૂરા કરનાર દુનિયાનો પહેલો બેટ્સમેન બની ગયો હતો. ભારતીય કેપ્ટને આ રન 32.11ની એવરેજથી બનાવ્યા છે. રોહિતે હોંગકોંગ સામે 21 રન ફટકાર્યા હતા. તેણે 13 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો. ભારતીય કેપ્ટનને આયુષ શુક્લાએ એજાઝ ખાનના હાથે કેચઆઉટ કરાવ્યો. 

હોંગકોંગની પ્લેઈંગ-11
હોંગકોંગ (પ્લેઈંગ ઈલેવન): નિઝાકત ખાન (કેપ્ટન), યાસીમ મોર્તઝા, બાબર હયાત, કિંચિત શાહ, એજાઝ ખાન, સ્કોટ મેકકેની (ડબ્લ્યુકે), જીશાન અલી, હારૂન અરશદ, એહસાન ખાન, આયુષ શુક્લા, મોહમ્મદ ગઝનફર

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11
ભારત (પ્લેઇંગ ઇલેવન): રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, દિનેશ કાર્તિક, ભુવનેશ્વર કુમાર, અવેશ ખાન, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ