બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ASI survey to continue in Gnanawapi Masjid, shock to Muslim party from Supreme Court

BIG NEWS / જ્ઞાનવાપી મસ્જિદમાં ASI સર્વે ચાલુ રહેશે, મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટથી આંચકો, સ્ટે આપવાનો ઇનકાર

Priyakant

Last Updated: 05:19 PM, 4 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Supreme Court to Hear Gyanvapi Case News: જ્ઞાનવાપી મસ્જિદ ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી

  • સુપ્રીમ કોર્ટે શુક્રવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી
  • જ્ઞાનવાપીમાં ASI દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પર રોક લગાવવાની કરી હતી માંગ 
  • મુસ્લિમ પક્ષને સુપ્રીમ કોર્ટથી મળ્યો આંચકો, સર્વે પર સ્ટે આપવાનો ઇનકાર

સુપ્રીમ કોર્ટે શુક્રવારે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટીની અરજીને ફગાવી દીધી હતી. જેમાં જ્ઞાનવાપી મસ્જિદ ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) દ્વારા જાહેર કરવામાં આવેલા સર્વે પર રોક લગાવવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારવામાં આવ્યો હતો, જેમાં ASIને જ્ઞાનવાપી કેમ્પસનું વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

જ્ઞાનવાપી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે શુક્રવારે અલ્હાબાદ હાઈકોર્ટના એએસઆઈને જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં વૈજ્ઞાનિક સર્વેક્ષણ કરવાની મંજૂરી આપતા આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે આદેશ આપ્યો હતો કે એએસઆઈના સર્વે દરમિયાન મસ્જિદને હાથ ન લગાડવો જોઈએ અને કોઈ ખોદકામ ન કરવું જોઈએ. 

બેન્ચે એએસઆઈ અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી હતી કે, સર્વેક્ષણ દરમિયાન કોઈ ખોદકામ કરવામાં આવશે નહીં અને માળખાને કોઈ નુકસાન થશે નહીં. મસ્જિદ પ્રબંધન સમિતિ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ હુઝેફા અહમદીએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ દલીલ કરી હતી કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ)ની આ કવાયત ઈતિહાસનું ખોદકામ કરવા, પૂજાના સ્થળો સહિત ભાઈચારાને અસર કરે છે. તે ભૂતકાળના ઘા ફરી ખોલશે.

જ્ઞાનવાપી મસ્જિદનું સંચાલન કરતી અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ સમિતિએ ગુરુવારે અલ્હાબાદ હાઈકોર્ટના આદેશને પડકારતાં સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. મુસ્લિમ સંગઠનના વકીલે મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચ સમક્ષ તાત્કાલિક સુનાવણીની માંગ કરીને એએસઆઈને સર્વે કરવાથી રોકવા માટે બેન્ચને અપીલ કરી હતી.

આ પહેલા સુપ્રીમ કોર્ટે ગુરુવારે જ જ્ઞાનવાપી કેમ્પસમાં ASI સર્વે પર અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. જ્ઞાનવાપીમાં સર્વેની કામગીરી કરી રહેલા ASIએ કોર્ટમાં સર્વે માટે સમય વધારવાની માંગણી કરી છે. આ અંગે એએસઆઈ દ્વારા જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી આપવામાં આવી છે. જિલ્લા અદાલતે ASI પાસેથી 4 ઓગસ્ટ સુધીમાં સર્વેનો રિપોર્ટ માંગ્યો હતો. પરંતુ ASI સર્વે પૂર્ણ કરવા માટે સમય વધારવાની માંગ કરી રહ્યા છે. સાથે જ મોટી સંખ્યામાં નમાઝદારોને કારણે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં સર્વેની કામગીરી અટકી પડી છે. નમાજ પત્યા બાદ સર્વેની પ્રક્રિયા ફરી શરૂ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ