બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ashwin will break 71 years record is he will take 10 wickets

ક્રિકેટ / અમદાવાદમાં અશ્વિન રચી શકે છે ઈતિહાસ, શું 71 વર્ષ જૂનો તૂટશે રેકોર્ડ?

Published By: Nikul

Last Updated: 04:17 PM, 3 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિચંદ્રન અશ્વિન ચોથી ટેસ્ટમાં જો 10 વિકેટ લઈ શકશે તો તે ઈંગ્લેન્ડ સામેની ચાર મેચોની સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેનાર વર્લ્ડ રેકોર્ડ બનાવી દેશે. અશ્વિને અત્યારસુધી સિરીઝમાં 24 વિકેટ લીધી છે અને 10 વિકેટથી તે આંકડો 34 સુધી પહોંચી જશે. જેનાંથી તે વેસ્ટઈન્ડિઝનાં પૂર્વ બોલર એલફ્રેડ વેલેંટાઇનનો 71 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી દેશે.

  • અશ્વિને અત્યારસુધી સિરીઝમાં 24 વિકેટ લીધી છે
  • એલફ્રેડ વેલેંટાઇનનો 71 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડી દેશે
  • 1950માં ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 33 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો

તો ભારત આ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 3-1થી જીતી જશે

ઈંગ્લેન્ડની સામે અમદાવાદમાં રમાવા જનાર ચાર ટેસ્ટની સિરીઝમાંથી ચોથી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનાં સ્ટાર ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન બે મોટા રેકોર્ડ તોડી શકે છે. રવિચંદ્રન અશ્વિને ભારત માટે 77 ટેસ્ટ મેચમાં અત્યારસુધી 401 વિકેટ હાંસલ કરી છે. ચોથી ટેસ્ટમાં પણ અશ્વિન જો પોતાનું સારુ ફોર્મ બરકરાર રાખશે તો ભારત આ ટેસ્ટ મેચ જીતીને સિરીઝ 3-1થી જીતી જશે.

ANI Photo/BCCI Twitter

અશ્વિને અત્યારસુધી આ સિરીઝમાં 24 વિકેટ લીધી 

રવિચંદ્રન અશ્વિન ચોથી ટેસ્ટમાં જો 10 વિકેટ લેશે તો તે ઈંગ્લેન્ડની સામે ચાર મેચની ટેસ્ટમાં સૌથી વધારે વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દેશે. અશ્વિને અત્યારસુધી આ સિરીઝમાં 24 વિકેટ લીધી છે અને 10 વિકેટથી તેનો આ આંકડો 34 સુધી પહોંચી જશે જેનાંથી તે વેસ્ટઈન્ડિઝનાં પર્વ બોલર એલફ્રેડ વેલેન્ટાઈનનો 71 વર્ષ જુનો રેકોર્ડ તોડી દેશે.

zaheer khan twitter

611 વિકેટ પૂરી કરી લેશે અને ઝહીર ખાનને પાછળ છોડી દેશે

ઈંગ્લેન્ડની સામે ચાર ટેસ્ટ મેચની સિરીઝમાં સૌથી વધારે વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ હાલ વેસ્ટઈન્ડિઝનાં પૂર્વ બોલરના નામે છે. જેણે 1950માં ઈંગ્લેન્ડ સામેની ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 33 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તે ઉપરાંત રવિચંદ્રન અશ્વિન ઈંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટ મેચમાં જો 8 વિકેટ લઈ લેશે તો તે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કુલ 611 વિકેટ પૂરી કરી લેશે અને ઝહીર ખાનને પાછળ છોડી દેશે. ઝહીર ખાનનાં નામે ઈન્ટરનેશનલ ક્રિકેટમા 610 વિકેટ લેવાનો રેકોર્ડ છે. અશ્વિન જો ઝહીર ખાનનો રેકોર્ડ તોડી દેશે તો તે ભારત તરફથી સૌથી વધારે ઈન્ટરનેશનલ વિકેટ લેનારમાં ચોથા ક્રમાંકે આવી જશે.

અશ્વિને કુલ 603 ઈન્ટરનેશનલ વિકેટ લીધી

હાલ અશ્વિને કુલ 603 ઈન્ટરનેશનલ વિકેટ લીધી છે. ભારત તરફથી સૌથી વધારે ઈન્ટરનેશનલ વિકેટ લેવામાં અનિલ કુંબલે બાદ હરભજન સિંહ અને કપિલ દેવનો નંબર આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Cricket INDvsENG Ravichandran Ashwin Zaheer Khan ક્રિકેટ ઝહીર ખાન રવિચંદ્રન અશ્વિન Cricket

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ