બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Ashok Gehlot's Minister Targets Own Cabinet Colleague Over Bad Road Conditions In State

VIDEO / 'ગર્ભવતીની રસ્તામાં ડિલિવરી થઈ જાય', CM સામે એક મંત્રીએ બીજાને કહ્યું- ભંગાર રોડ સારા કરો

Hiralal

Last Updated: 03:16 PM, 16 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભરતપુરના એક કાર્યક્રમ વખતે સીએમ અશોક ગેહલોતની હાજરીમાં રાજસ્થાનના એક કેબિનેટ મંત્રીએ બીજાને રોડ મામલે નિશાન પર લીધા હતા.

  • ખરાબ રોડ મામલે રાજસ્થાનના એક મંત્રીએ બીજાને સંભળાવ્યું 
  • પ્રવાસન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે પીડબલ્યુડી મંત્રી ભજનલાલ જાટવને કર્યો કટાક્ષ 
  • રોડ એટલા ખરાબ છે કે ગર્ભવતીની રસ્તામાં ડિલિવરી થઈ જાય
  • ભરતપુરમાં સીએમ ગેહલોતની હાજરીમાં આવું થયું 

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને ત્યારે મૂંઝવણમાં મૂકાવાનો વારો આવ્યો કે જ્યારે ભરતપુરના એક કાર્યક્રમમાં બે કેબિનેટ મંત્રીએ બીજા કેબિનેટ મંત્રીને ખરાબ રોડ મામલે સંભળાવ્યું હતું. 

પીડબલ્યુડી મંત્રી સામે જોઈને બોલ્યાં ખરાબ રોડ ઠીક કરો  

ભરતપુરમાં એક કાર્યક્રમમાં પ્રવાસન મંત્રી વિશ્વેન્દ્ર સિંહે સીએમ ગેહલોતની સાથે મંચ પર બેઠેલા પીડબલ્યુડી મંત્રી ભજનલાલ જાટવની સામે જોઈને બોલ્યું કે આ જે પટ્ટો મેં ગળામાં પહેરી રાખ્યો છે તે તમારે કારણે છે. તમે આ રસ્તાઓને સારા કરાવી દો. પ્રદેશમાં ચિરંજીવી યોજના શું કરશે. રસ્તાઓ જ એટલા ખરાબ છે કે જો કોઈ ગર્ભવતી લેડીને હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તામાં જ તેની ડિલિવરી થઈ જાય. તેમણે કહ્યું કે આ રસ્તાઓનું સમારકામ કરાવો ભાઈ સાહેબ. રોજ લોકોનું સાંભળવું પડે છે. આવો પટ્ટો પહેરવો પડે છે. 

ખરાબ રોડ મામલે મુખ્યમંત્રી ગેહલોતે પણ અધિકારીઓને ખખડાવ્યાં હતા 
વિશ્વેન્દ્ર સિંહ પહેલા મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ખરાબ રસ્તાઓ પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. જોધપુરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે શહેરના નબળા રસ્તાઓને લઈને બેદરકારી દાખવવા બદલ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. સીએમ ગેહલોતે જાહેરમાં કહ્યું હતું કે, જો અધિકારીઓએ જોધપુરમાં જ રહેવું હોય તો તેમણે રસ્તાઓનું સમારકામ કરવું પડશે. તેમણે પ્રભારી મંત્રી સુભાષ ગર્ગને અધિકારીઓના ક્લાસ લેવાનું કહ્યું હતું. કોર્પોરેશન હોય, જેડીએ હોય, જિલ્લા વહીવટ હોય, તમારે ઓછામાં ઓછું એટલું તો સમજવું જોઈએ કે તમે મુખ્યમંત્રીના જિલ્લામાં તૈનાત છો. લોકો શું કહેશે, મુખ્યમંત્રીના જિલ્લામાં જ રસ્તાઓ ખરાબ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ