બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / as per swapna shastra dream interpretation of seeing these 5 dreams will give future sings

સ્વપ્નશાસ્ત્ર / ઊંઘમાં આવતા આ 5 સપના તમને આપે છે ભવિષ્યમાં થનારી ઘટનાઓના સંકેત, જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

Arohi

Last Updated: 02:51 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Swapna Shastra: સપનામાં જોવા મળતી અમુક વસ્તુઓ આપણને સારા-ખરાબ સંકેત આપે છે. આજે અમે તમને સપનામાં મળતા આવા સંકેતો વિશે જણાવીશું.

  • સપનામાં જોવા મળે છે આ વસ્તુઓ? 
  • ભવિષ્યમાં થતી ઘટનાઓના આપે છે સંકેત 
  • જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર 

રાત્રીના સમયે લોકોને મોટાભાગે સપના આવે છે. સપના આવવા કોઈ મોટી વાત નથી સપના આવવાને સામાન્ય માનવામાં આવે છે. જોકે સપનામાં તમે શું જોવો છો તેનો ઘણી વખત મોટો અર્થ હોઈ શકે છે. સપના આવવા અને તેના શું મતલબ છે વિશે સ્વપ્ન શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. ઘણી વખત આપણને સારા સરના આવે છે. તો ઘણી વખત ભયાનક. આવો જાણીએ સપના ભવિષ્યના શું સંકેત આપે છે. 

આવા સપના આવવા પર મળે છે લગ્નના સંકેત 
તમને રાત્રે સુતી વખતે સપનામાં રંગબે રંગી કપડા ઉડતા જોવા મળે તો સમજી લેજો કે જલ્દી જ તમારા લગ્ન થવાના છે. આ સપનાનો અર્થ છે કે તમારા લવ મેરેજ થશે. સપનામાં પોતાને મધ ખાતા જોવો, પોતાને વીંટી પહેરાવતા જોવો કે સપનામાં પોતાને નાચતા જોવો તો પણ તે તમારા લગ્નની તરફ ઈશારો કરે છે. 

આર્થિક લાભના સંકેત 
ઘણા બધા સપના એવા હોય છે જેનો અર્થ છે કે તમને ભવિષ્યમાં આર્થિક લાભ થવાનો છે. જો તમે સપનામાં કોઈ દિવો સળગાવતા જોવો છો તો આ ધન લાભની તરફ ઈશારો કરે છે. તેની સાથે જ પોતાને તરતા જોવું અને કેરી ખાતા જોવું પણ ભવિષ્યના લાભ થવાના સંકેત આપે છે. 

બીમાર થવાના સંકેત આપે છે આવા સપના 
જો તમે સપનામાં પોતાને ટોઈલેટ જતા જોવો છો તેનો અર્થ છે કે તમને ભવિષ્યમાં પેટ સાથે જોડાયેલી બીમારી થઈ શકે છે. આ સપની સાથે જ તમને વાળ ખરવા અને નખ તૂટવાનું સપનું આવે છો તો આ બીમારી થવા વિશે તમને જણાવે છે. 

આવા સપના હોય છે શુભ 
પોતાને હવામાં ઉતડતા જોવા અને કોઈ નદીમાં સ્નાન કરતા જોવા તમને ઓફિસમાં પ્રગતિના સંકેત આપે છે. આ તમને કાર્યસ્થળ પર સફળતાના સંકેત આપે છે. સપનામાં રૂ જોવું તમારી કોઈ જુની બીમારીના ઠીક થવાનો ઈશારો આપે છે. 

આવા સપના હોય છે અશુભ 
સપનામાં પોતાને હસતા જોવા પણ ભવિષ્યમાં આવનાર મુશ્કેલીઓનો સંકેત આપે છે. તમે ઘરની મહિલાઓને હસતા જોવો છો તો તેનો અર્થ છે કે તમારા ઘરમાં કલેશ થઈ શકે છે. બાળકોનું રડવું ભવિષ્યમાં થતા આર્થિક નુકસાનને દર્શાવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ