બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / As Holi approaches, all trains going to North India are full house

ફેસ્ટિવલ ઇફેક્ટ / હોળી નજીક આવતા જ ઉત્તર ભારત તરફ જનારી તમામ ટ્રેનો હાઉસફુલ, બુકિંગ માટે ધસારો

Priyakant

Last Updated: 03:53 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હોળી-ધુળેટી પર્વ પર મોટા ભાગની ટ્રેન હાઉસફુલ, મુસાફરોની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા રેગ્યુલર ટ્રેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન પણ દોડવવાનો નિર્ણય પરંતુ હોળીનાં કારણે ટ્રેનનાં બુકિંગમાં ભારે ધસારો

  • હોળી ઈફેક્ટઃ ઉત્તર ભારત તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ
  • બુકિંગ માટે ભારે ધસારો, નિયમિત ટ્રેન પણ હવે 17 માર્ચ સુધી પેક
  • રેગ્યુલર ટ્રેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન પણ હાઉસફુલ

રંગોના તહેવાર હોળીની ઉજવણીની ઉત્સાહભેર તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે. આ તહેવારના અવસર પર વતનથી દૂર રહેતા દરેક પોતાના પ્રિયજનો સાથે તહેવારની ઉજવણી કરવા ઉત્સુક રહે છે. આ વર્ષે હોળીનો તહેવાર 8 માર્ચે ઊજવવામાં આવી રહ્યો છે. આગામી હોળી-ધુળેટી પર્વ પર મોટા ભાગની ટ્રેન હાઉસફુલ થઈ ગઈ છે. મુસાફરોની માગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા રેગ્યુલર ટ્રેન ઉપરાંત સ્પેશિયલ ટ્રેન પણ દોડવવામાં આવી રહી છે પરંતુ હોળીનાં કારણે ટ્રેનનાં બુકિંગમાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ વર્ષે પણ મુસાફરોના ધસારાને ઘટાડવા માટે અમદાવાદ, સુરત અને બાંદ્રા ટર્મિનસથી બરૌની, અજમેર અને ગોરખપુર સુધી વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. છતાં મોટા ભાગની ટ્રેનમાં હવે મુસાફરોને જગ્યા મળે તેવી શક્યતા નહિવત છે . તહેવારને લીધે અન્ય નિયમિત ટ્રેન પણ હવે 17 માર્ચ સુધી પેક છે. હોળી અને છઠ દરમિયાન મોટાભાગના મુસાફરો ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ મેળવી શકતા નથી. જોકે આ પરિસ્થિતિમાં રેલવે દર વર્ષે હોળી પહેલાં મોટી સંખ્યામાં હોળી સ્પેશિયલ ટ્રેન ચલાવે છે.

અધિક માસમાં દુકાળની જેમ સ્પેશિયલ ટ્રેનનું ભાડું વધારે થઈ જવા સાથે નિયમિત ટ્રેન ભરાઈ જવાથી મુસાફરો પરેશાન થઈ ગયા છે. હોળી પહેલાં યુપીના પ્રયાગરાજ, કાનપુર, ઝાંસી અને ગોરખપુર જવા માટે ટ્રેનમાં હવે જગ્યા નથી. ઉધના-દાનાપુર-171 વેઇટિંગ, વારાણસી મહામના એક્સપ્રેસ-117 વેઇટિંગ, સુરત-ભાગલપુર-247 વેઇટિંગ, અમદાવાદ-બરૌની-૧૫૬ વેઇટિંગ ચાલી રહ્યું છે, જયારે બાંદ્રા-ગાઝીપુર એક્સપ્રેસ, બાંદ્રા-ગોરખપુર હમસફર-ફુલ છે. બીજી તરફ વલસાડ-મુઝફ્ફરપુર હોળી સ્પેશિયલ ટ્રેન, રાજગીર-આનંદ વિહાર હોળી સ્પેશિયલ ટ્રેન, સહારસા-અંબાલા હોળી સ્પેશિયલ ટ્રેન દોડાવવાની રેલવેએ જાહેરાત કરી દીધી છે પરંતુ તેમાં પણ મુસાફરનો ધસારો વધી રહ્યો છે. 

રાજસ્થાન તરફ જતી તમામ ટ્રેન હાઉસફુલ
રાજસ્થાન તરફ જતી તમામ ટ્રેન પણ હાઉસફુલ છે. બુકિંગ વધી જતાં રાજસ્થાન તરફ જતી ટ્રેનના કોચમાં વધારો કરવા સૂચના આપવામાં આવી છે. બે વર્ષ બાદ પરિવાર સાથે રાજસ્થાન હોળી મનાવવા લોકો વતન તરફ વળ્યા છે. અમદાવાદથી ઉદયપુર, જયપુર, જેસલમેર સહિત જવા પેસેન્જરનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે.

ટ્રેનની ટિકિટ નહીં મળતાં લોકો બસમાં જવા તૈયાર
હોળીમાં વતન જવા માટે ટ્રેનમાં પડાપડી શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને બિહાર જતી ટ્રેનમાં વેઇટિંગ લિસ્ટ 200ને વટાવી ગયું છે. હોળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી છે. કન્ફર્મ ટિકિટ મેળવવાની આશામાં લોકો સવારથી જ રિઝર્વેશન કાઉન્ટર પર લાંબી લાઈનમાં ઊભા રહે છે પરંતુ કન્ફર્મ ટિકિટ નહીં મળતાં ઘણા લોકો તહેવાર પર ઘરે જવા માટે શહેરની તમામ ખાનગી ટ્રાવેલ્સનો સંપર્ક કરવા ઉપરાંત અન્ય વિકલ્પો શોધી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ