બ્રેકિંગ ન્યુઝ
VTV / Army soldier came home, saluted mother and said Jai Hind Sahib
Last Updated: 03:21 PM, 16 August 2023
ADVERTISEMENT
સોશિયલ મીડિયા પર રોજેરોજ અનેક વિડીયો વાયરલ થતાં હોય છે. જેમાં કોઈ વિડીયોમાં કોઈ વાર રમુજી અથવા ક્યારેક વિચારપ્રેરક વર્તન જોવા મળતું હોય છે. આ દરમિયાન હવે હાલ જ એક વિડીયો વાયરલ થયો કે જે લોકોના હૃદયને સ્પર્શી ગયો છે. આ વીડિયો 15 ઓગસ્ટના રોજ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. વિડિયો હૃદયને હચમચાવી નાખે એવો છે. જેમાં એક યુવાન સૈનિકને તેના પરિવારના સભ્યો રેડ કાર્પેટ પર આવકાર આપતા જોવા મળે છે.
ટ્વિટર પર વાયરલ થયેલો વીડિયો 2 મિનિટ 14 સેકન્ડનો છે. વીડિયોમાં એક સૈનિક ટ્રેનિંગ પૂરી કરીને ઘરે પરત ફરતો જોવા મળી રહ્યો છે. તે તેના લશ્કરી ડ્રેસમાં. કારમાંથી નીચે ઉતરે છે. જે બાદ પરિવારના તમામ સભ્યો ભેગા થઈને તેમનું ભવ્ય સ્વાગત કરે છે. સૈનિકના સ્વાગત માટે રેડ કાર્પેટ પણ પાથરી દેવામાં આવે છે. જેમાં પગ મુકતા તે પોતાના ઘરના દરવાજા સુધી પહોંચે છે. અને પરિવાર 'જય હિંદ સાહેબ' બોલીને તેમનું સ્વાગત કરે છે.
ADVERTISEMENT
A young fauji comes home on leave for first time after completing his training.
— Man Aman Singh Chhina (@manaman_chhina) August 15, 2023
‘Jai Hind Sahab’ he greets his elders. pic.twitter.com/k2xjgeFKzG
આ તરફ યુવાન સૈનિક દરવાજા પર પહોંચતા જ પોતાના વડીલોના આશીર્વાદ લે છે. તેમના પગને સ્પર્શે છે. સૈનિકના પરિવારના સભ્યો પણ તેના પર કંઇક વરસાવતા જોવા મળે છે. જે પછી તે તેના કોઈપણ સંબંધીઓને સલામ કરે છે. હાથ મિલાવે છે. જય હિંદ બોલે છે. સૈનિકના પરિવારના સભ્યો તેને લાડુ ખવડાવે છે. ઘરના દરવાજા પર પણ 'વેલકમ બેક હોમ' લખેલું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.