બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Archaeological excavation reveals 5,200-year-old Harappan settlement in Kachchh

VTV વિશેષ / કચ્છમાં 5200 વર્ષ પહેલા દટાયેલા મડદાં મળતાં રહસ્ય ઘેરાયું, 4 મહિનામાં ત્રીજું 'પ્રાચીન નગર' મળ્યું

Hiralal

Last Updated: 05:49 PM, 7 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના લખપત તાલુકાના ખટિયામાં આવેલા પડદાં બેટમાં ખોદકામ કરતાં 5200 વર્ષ જૂના નગરના અવશેષો મળી આવ્યાં છે.

કચ્છની ધીંગી ધરાના પેટાળમાં નગરોના નગરો દટાયેલા પડ્યાં છે. સમયાંતરે ખોદકામમાં આવા નગરો ખુલ્લાં પડતાં હોય છે. હવે કચ્છમાંથી હજારો વર્ષ જુનું વધું એક પ્રાચીન નગર ના અવશેષો મળ્યાં છે. લખપત તાલુકાના ખટિયામાં પડદા બેટમાં 5200 વર્ષ જૂના હડપ્પા સભ્યતાના અવશેષો મળી આવ્યાં છે. સાથે રેતિયા પથ્થરમાંથી બનેલા ગોળ અને લંબચોરસ આકારના મકાનના પાયા પણ હાથ લાગ્યા છે. કેરાલા યુનિવર્સિટીના પુરાત્વીય વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.અભયન જી.એસ. અને ડો. રાજેશ એસ.વી.ના માર્ગદર્શન હેઠળ ફેબ્રઆરીથી માર્ચ 2024 દરમિયાન ખોદકામ કરાયું હતું. 

ખોદકામમાં શું શું મળ્યું 
ખોદકામમાં ગોળ અને લંબચોરસ આકારના બે મકાનના પાયાના અવશેષો મળ્યા છે. જે સ્થાનિક રેતિયા પથ્થરમાંથી બનાવાયા છે. આ સિવાય માટીના વાસણના ટુકડા પણ મળ્યા છે. જેમાં નાના અને મોટા માટલાઓ મળ્યા છે. તો અનેક વાસણો પણ મળ્યા છે સાથે સાથે સેમી પ્રેશિયસ સ્ટોન પણ મળ્યા છે. તો હેમર સ્ટોન અને ગ્રાઇન્ડીંગ સ્ટોન પણ મળ્યા છે. તો ગાય અને બકરી જેવા પ્રાણીઓના હાડકાના ટુકડાના અવશેષો પણ સંશોધન દરમિયાન મળી આવ્યા હતા.આ સાઈટ જોઈને કહી શકાય છે કે આ 5700 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિની સાઇટ છે.

જુનું કબ્રસ્તાન પણ મળ્યું
આ વિસ્તારમાં ખોદકામ કરતાં એક જુનું કબ્રસ્તાન પણ મળ્યું છે સાથે કેટલાક હાડપિંજરો પણ મળ્યાં છે. 5700 વર્ષ પહેલા અહીં પશુપાલકો રહેતા હતા અને સમય જતાં અહીંની જ માટીમાં દફન થઈ ગયાં હશે.  પથ્થર, માટીમાંથી બનાવેલા મણકા, મોતી, ગાય, ભેંસ, ઘેટાં-બકરા, શીપ, છીપલા, તાંબાના પણ અવશેષો અહીં હડપ્તા સભ્યતા સાથે સામ્યતા ધરાવતા વાસણોના અવશેષોની સાથે વિશિષ્ટ પ્રકારની માટીના વાસણો પણ મળી આવ્યા છે. 

ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજું પ્રાચીન નગરના અવશેષો મળ્યાં 
2024ના વર્ષમાં ગુજરાતમાં 4 મહિનામાં ત્રીજું પ્રાચીન નગર મળ્યું છે. 17 જાન્યુઆરીના રોજ વડનગરમાં 2800 વર્ષ જુનું નગર મળ્યું હતું જેના એક મહિના બાદ ફેબ્રુઆરીમાં ધોળાવીરાની નજીક બીજું નગર મળ્યું છે. ધોળાવીરાથી 51 કિમી દૂર લોદ્રાણી ગામમાં 4500 વર્ષ જુનું નગર મળ્યું છે. હકીકતમાં સોનાની આશાએ લોદ્રાણીના લોકો છેલ્લાં 5 વર્ષથી ગામમાં જ્યાં ત્યાં ખોદતાં હતા અને આ ખોદાકામ દરમિયાન તેમને પ્રાચીન નગરના અવશેષો મળી આવ્યાં હતા. માહિતી મળતાં ASIના પૂર્વ પૂર્વ એડીજી અને પુરાતત્વવિદ્ અજય યાદવ અને ઓક્સફર્ડની સ્કૂલ ઓફ આર્કિયોલોજીના પ્રોફેસર ડેમિયન રોબિન્સન લોદ્રાણી ગામમાં પહોંચ્યાં હતા અને સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું. 

17 જાન્યુઆરી 2024ના દિવસે વડનગરમાં મળ્યું હતું 2800 વર્ષ જુનું નગર 
PM મોદીનું ગામ વડનગર ફરી લાઈમલાઈટમાં આવ્યું છે. વડનગરમાં દટાયેલું હજારો વર્ષ જુની માનવ વસાહતો મળી આવી છે.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (આઇઆઇટી), ખડગપુર, આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (એએસઆઇ), ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી (પીઆરએલ), જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) અને ડેક્કન કોલેજના સંશોધકોને ખોદકામ દરમિયાન વડનગરમાંથી 2800 વર્ષ જુની માનવ વસાહતના પુરાવા મળ્યા છે એટલે ઈશુ ખ્રિસ્તના જન્મથી પણ 800 વર્ષ પહેલા વડનગરમાં માનવ વસાહતોથી ધમધમતું હતું. 

ખોદકામમાં બીજું શું શું મળ્યું 
ASIના પુરાતત્ત્વવિદ અભિજિત અંબેકરે જણાવ્યું હતું કે, "ઊંડા ખોદકામથી સાત સાંસ્કૃતિક સમયગાળા - મૌયા, ઈન્ડો-ગ્રીક, શક-ક્ષત્રપા, હિન્દુ-સોલંકી, સલ્તનત-મોગલ (ઇસ્લામિક) થી ગાયકવાડ-બ્રિટીશ વસાહતી શાસનની હાજરી હોવાનું બહાર આવ્યું છે અને શહેર હજી પણ વિકસી રહ્યું છે." અમારા ખોદકામ દરમિયાન સૌથી જૂનો બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. "અમને વિશિષ્ટ પુરાતત્વીય કલાકૃતિઓ, માટીકામ, તાંબુ, સોનું, ચાંદી અને લોખંડની વસ્તુઓ અને જટિલ ડિઝાઇનવાળી બંગડીઓ મળી આવી છે. વડનગરમાં ઇન્ડો-ગ્રીક શાસન દરમિયાન ગ્રીક રાજા એપોલોડેટસના સિક્કાના મોલ્ડ પણ મળી આવ્યા છે.  

20 મીટર ઊંડે મળ્યાં સાત કાળખંડોના અવશેષો 
 અંબેકરે કહ્યું કે અહીં ખૂબ પ્રાચીન બૌદ્ધ મઠ પણ મળી આવ્યો છે. 2016થી ASI અહીં ઊંડું ખોદકામ કરી રહયું હતું અને 20 મીટર ઊંડા ખોદકામમાં સાત કાળખંડોની હાજરી પુરાવતા સાત સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે. અનુમાન પ્રમાણે સૌથી જૂના અવશેષો 2800 વર્ષ જૂના એટલે કે ઈસ.પૂર્વે 800ના છે. અમારાં પ્રાથમિક અનુમાનો એવાં તારણો આપે છે કે વડનગર અંદાજે 3500 વર્ષ પુરાણું શહેર હોઈ શકે છે. આર્કિયોલૉજિકલ સુપરવાઇઝર મુકેશ ઠાકોરે કહ્યું કે પીએમ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારથી એટલે કે 2005થી વડનગરમાં પુરાતત્વીય ખોદકામ અને રિસર્ચ ચાલુ છે. અત્યાર સુધી એક લાખથી વધુ અવનવા અવશેષો અત્યાર સુધીમાં મળી આવ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ