બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another revelation on Ambaji Prasad's ghee adulteration issue

ખુલાસો / અંબાજી પ્રસાદના ઘીમાં ભેળસેળ મુદ્દે વધુ એક ઘટસ્ફોટ: સામે આવી અન્ય એક વેપારીની સંડોવણી, જાણો વિગત

Kishor

Last Updated: 07:42 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં ઘીમાં ભેળસેળ મામલે મુખ્ય આરોપી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ઘીનો જથ્થો દુષ્યંત સોની નામના પાસેથી ખરીદ્યો હોવાનો પર્દાફાશ થયો છે.

  • અંબાજીમાં ઘીમાં ભેળસેળ મામલે વધુ એક ખુલાસો
  • જતીન શાહે ઘીનો જથ્થો દુષ્યંત સોની પાસેથી ખરીદ્યો હતો
  • ઘીમાં ભેળસેળનું સામે આવતા દુષ્યંત સોની ફરાર

અંબાજીમાં ઘીમાં ભેળસેળ સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. આ બાદ આ મામલે વધુ એક ચકચારી ખુલાસો થયો છે. જેમાં મુખ્ય આરોપી નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ઘીનો જથ્થો અમદાવાદથી દુષ્યંત સોની નામના પાસેથી ખરીદ્યો હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારબાદ ઘીમાં ભેળસેળનું સામે આવતા હાલ રાજ્યભરમાં આ મુદ્દો ગાજી રહ્યો છે. ત્યારે દુષ્યંત સોની ફરાર થઇ ગયો હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ આ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે. પોલીસની આ તપાસમાં ભેળસેળના કેસમાં અન્ય વેપારીની પણ સંડોવણી ખુલે તો નવાઈ નહિ.

ભેળસેળના કેસમાં અન્ય વેપારીની પણ સામે આવી શકે સંડોવણી

સમગ્ર કેસની વાત કરીએ તો અંબાજી ખાતે તારીખ 23 થી 29 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના ભવ્યાતી ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું. આ મહામેળામાં માનવ મેદની ઉમટી પડી હતી અને લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવતા તેમને પ્રસાદમાં મોહનથાળ પીરસાઇ છે જેના સ્ટોકને પહોંચી વળવા માટે એજન્સી દ્વારા ઘીનો જથ્થો અગાઉથી મંગાવી લેવામાં આવ્યો હતો. બાદમાં ઘીના સેમ્પલ ફેલ થતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો છે.

ઘી ના નમુના ફેલ
અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સમાંથી ઘી ખરીદવામાં આવ્યું હોવાનું સામે આવતા ઘીનો રેલો અંબાજીથી સીધો અમદાવાદ પહોંચ્યો હતો. હાલ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની અટકાયત કરી લેવામાં આવી છે અને આ અંગે ઊંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે ઘી ના નમુના ફેલ થયા બાદ પોલીસે મોહિની કેટરર્સના માલિક અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને સોંપાયો

ઘીના સેમ્પલ ફેલ થયા બાદ મોહનથાળ પ્રસાદનો મામલો ફરી એકવાર ગરમાતા મોહનથાળ બનાવતી કંપની મોહિની કેટરર્સનું ટેન્ડર રિન્યું કરાયું નથી. હવે મોહનથાળ પ્રસાદનો કોન્ટ્રાક્ટ ટચ સ્ટોન ફાઉન્ડેશન એટલે કે અક્ષયપાત્રાને સોંપવામાં આવ્યો છે. અગાઉ વર્ષ 2012થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને અંબાજીમાં મોહનથાળ પ્રસાદ સંચાલનની કામગીરી કરેલી છે. ત્યારે વધુ એક વખત આ કોન્ટ્રોક્ટ એજન્સીને છ માસમાં માટે આપવામાં આવ્યો છે. ત્યારે પ્રસાદ કોન્ટ્રાક્ટ માટેની નવી કંપની પણ વિવાદમાં આવી ચૂકી છે. ટચ સ્ટોન ફાઉન્ડેશને અગાઉ પ્રસાદમાં ભેળસેળ કરતા રૂ.60 હજારનો દંડ કરાયો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ