બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Another revelation in Ahmedabad's ISKCON Bridge accident, Malvika Patel deleted her Instagram account

ઇસ્કોન બ્રિજ અકસ્માત / 13 હજાર ફોલોઅર્સ છતાં તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઇન્સ્ટા ID કર્યું ડિલીટ, એકાઉન્ટમાં હતા તથ્યના કારનામાંના અનેક ફોટો-વીડિયો

Malay

Last Updated: 01:36 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident Case: અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે વધુ એક ખુલાસો થયો છે. તથ્ય સાથે કારમાં સવાર યુવતી માલવિકા પટેલે કેસની તપાસ વચ્ચે જ 13 હજાર ફોલોઅર્સ ધરાવતું એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે.

  • અમદાવાદના ઇસ્કોન ઓવરબ્રિજ અકસ્માતનો મામલો
  • માલવિકા પટેલે ઈન્સ્ટાગ્રામનું એકાઉન્ટ ડિલીટ કર્યુ 
  • પોલીસ તપાસ વચ્ચે માલવિકાએ ડિલીટ કર્યું એકાઉન્ટ

અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ તથ્યની પણ પોલીસ અલગથી પૂછપરછ કરી રહી છે. પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. 

એકાઉન્ટ પર હતા 13 હજાર ફોલોઅર્સ
માલવિકા પટેલની નામની યુવતીએ પોલીસ તપાસ વચ્ચે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યું છે. પોલીસ તપાસ વચ્ચે માલવિકા પટેલે 13 હજાર ફોલોવર્સ ધરાવતુ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક સવાલો ઉભા થયા છે. માલવિકા પટેલના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં તથ્ય પટેલના કારનામાના અનેક ફોટો અને વીડિયો હતા. તપાસમાં માલવિકા પટેલની પણ યુટ્યુબ ચેનલ હોવાનું સામે આવ્યું છે. હાલ આ યુવતીએ એકાઉન્ટ કેમ ડિલીટ કર્યું એ એક તપાસનો વિષય છે.  

માલવિકા પટેલ

'તથ્યને રફ ડ્રાઈવિંગ કરવાની છે ટેવ', પૂછપરછમાં મિત્રોનો ખુલાસો
ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ વિરુદ્ધ કાયદાકીય સંકજો વધુ મજબૂત કરવા માટે પોલીસ એડીચોટીનું જોર લગાવી રહી છે. હાલ પોલીસ દ્વારા કાર ચાલક તથ્ય પટેલ અને તેની સાથે કારમાં રહેલા તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ અંગે એક પોલીસ અધિકારીએ ખુલાસો કરતા જણાવ્યું હતું કે, તથ્ય પટેલના મિત્રોના નિવેદનોના કારણે કેસ મજબૂત થઈ જશે. તથ્યના મિત્રોએ પોલીસને કહ્યું છે કે તથ્યને પહેલેથી જ રફ ડ્રાઈવિંગ કરવાની ટેવ છે. તેણે 15 દિવસ પહેલા પણ અકસ્માત સર્જો હોવાનો ખુલાસો તેના મિત્રોએ જ કર્યો છે. તેણે 15 દિવસ અગાઉ થાર ગાડી કેફેની દીવાલમાં ઘુસાડી દીધી હતી. આ ઘટનામાં કેફે માલિક સાથે સમાધાન થતાં ફરિયાદ કરવામાં આવી ન હતી. પોલીસની પૂછપરછમાં તેઓએ એવું પણ કહ્યું છે કે, 'અમે તો તેને કહ્યું જ હતું કે ગાડી ધીમી ચલાવ, પણ એને વાત ન માની અને ગાડીમાં મ્યુઝિક પણ વધારી દીધો હતો' 

Police are interrogating Tathya and his friends in the ISKCON Bridge accident case

તથ્યએ કહ્યું- મિત્રો કરી રહ્યા હતા ગલીપચી, રસ્તા પર હતું અંધારું
તો બીજી બાજુ તથ્યએ દોષોનો ટોપલો ગાડીમાં સવાર મિત્રો પર જ ઠોકી દીધો છે. જેના વિશે જણાવતા પોલીસ અધિકારીએ કહ્યું હતું કે, તથ્યએ પોલીસની પૂછપરછમાં તેના મિત્રો એક બીજાને ગલીપચી કરીને મસ્તી કરી રહ્યા હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું છે કે 'ગાડીમાં મોટે મોટેથી મ્યુઝિક વાગી રહ્યું હતું, ગીતના તાલે હાથ ઊંચા કરી કરીને નાચી રહ્યા હતા. મારી પાછળથી મિત્રોએ ગલીપચી ચાલુ કરી દીધી અને વાળ પણ ખેંચ્યા, મેં ના પાડી કે આવું ના કરશો તો પણ ચાલુ રાખ્યું હતું. ઉપરથી અંધારું હતું એટલે કશું જોઈ શકાયું નહીં અને પછી ખબર પડી કે ટોળાની વચ્ચેથી ગાડી પસાર થઈ ગઈ છે. મને ટોળું દેખાયું જ નહીં એટલે સમયથી બ્રેક મારી શક્યો નહીં.' તથ્ય એમ પણ દાવો કર્યો કે, અંધારાના કારણે મને કોઈ માણસો દેખાયા જ  નહીં.

સંકળાયેલા મુદ્દાઓ

ISKCON Bridge Accident Malvika Patel Tathya Patel ઇન્સ્ટા ID ડિલીટ ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ તથ્ય પટેલ ISKCON Bridge Accident Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ