બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Another crime filed against TikTok star Kirti Patel: Arrogance with driver in public

સુરત / કીર્તિ પટેલ વિરૂદ્ધ વધુ એક ગુનો દાખલ: ગૌમાતાથી ભરેલી ટ્રક રોકવા જતા ડ્રાઇવર સાથે બબાલ, જુઓ વાયરલ VIDEO

Priyakant

Last Updated: 10:45 AM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kirti Patel News: કીર્તિ પટેલ સહિતના શખ્સોએ પશુ ભરેલી આઈશર રોકી ડ્રાઈવરોને માર માર્યો હોવાનું સામે આવ્યું, ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો

  • ટીકટોક સ્ટાર કીર્તિ પટેલ પટેલ સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો
  • કીર્તિ પટેલ સહિતના શખ્સોએ પશુ ભરેલી આઈશર રોકી હતી
  • ગાયોને કતલખાને લઇ જવામા આવે છે તેવું કહી રોકી હતી ગાડી
  • ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો 
  • ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી 

TikTok સ્ટાર કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદમાં આવી છે. વાત જાણે એમ છે કે, આ વખતે કીર્તિ પટેલ સામે કામરેજ પોલીસે ગુનો નોંધ્યો છે. વિગતો મુજબ કીર્તિ પટેલ સહિતના વ્યક્તિઓએ ગૌમાતાથી ભરેલી ટ્રક રોકી ડ્રાઈવરોને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. આ સાથે ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. જેને લઈ હવે પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

સુરતનાં કામરેજ ટોલનાકા પાસે ગત તારીખ 19ના રોજ રાત્રે કીર્તિ પટેલ સહિતના શખ્સોએ પશુ ભરેલી આઈશર રોકી હતી. વિગતો મુજબ શૈલેષ મેર, દિનેશ દેસાઈ, મેહુલ આહીર તેમજ અન્ય ઈસમોએ આઈશર રોકી હતી. આ લોકોએ ગાયોને કતલખાને લઇ જવામા આવે છે તેવું કહી ગાડી રોકી ડ્રાઇવરોને માર મારી જાહેરમાં બિભસ્ત વર્તન કરી ભયનો માહોલ ઊભો કર્યો હતો. 

ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકી આપી 
TikTok સ્ટાર કીર્તિ પટેલ સહિતના શખ્સોએ પશુ ભરેલી આઈશર રોકી ડ્રાઇવરોને માર માર્યો હતો. આ સાથે ડ્રાઈવરને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. જોકે બબાલના વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મહત્વનું છે કે, વાયરલ થયેલ વીડિયોમાં મારામારીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જેને લઈ હવે કામરેજ પોલીસે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. 

અગાઉ પણ વિવાદમાં આવી ચૂકી છે કીર્તિ પટેલ 
2022ની 23 ડિસેમ્બરે કીર્તિ પટેલ અને તેના સાથીદારોની જૂનાગઢના ભેંસાણમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે  મામની ધરપકડ કરવાની સાથે પોલીસે 2 કાર પણ જપ્ત કરી હતી. જેની વિગતો એવી હતી કે, કીર્તિ પટેલે ઈન્સ્ટાગ્રામમાં વીડિયો બનાવી ભેંસાણના યુવક જમન ભાયાણીને માર મારવાની ધમકી આપી હતી. યુવકને માર મારવા કીર્તિ પટેલ સાથીદારો સાથે જૂનાગઢના ભેંસાણમાં પહોંચી હતી. ભેંસાણ પોલીસે તમામની કરી ધરપકડ હતી. આ સાથે જ ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો . 

2022નાં મે મહિનામાં વસ્ત્રાપુર પોલીસે કરી હતી ધરપકડ
વિવાદિત ટિકટોક ગર્લ કીર્તિ પટેલની વસ્ત્રાપુર પોલીસે ગત મે મહિનામાં ધરપકડ કરી હતી. થોડા સમય અગાઉ એસજી હાઈવે નજીક થયેલી મારામારીના ગુનાની અદાવત રાખીને વસ્ત્રાપુરની યુવતીને ધમકી આપી સોશિયલ મીડિયામાં તેના વિશે બીભત્સ લખાણ અને ફોટા વાયરલ કરવા કરવા બદલ કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે વસ્ત્રાપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જે ગુનામાં કીર્તિ પટેલ અને ભરત ભરવાડ સામે ગુનો નોંધાતા તે પોતે પોલીસ સમક્ષ હાજર થઈ હતો અને ખોટો કેસ કર્યો હોવાનું રટણ કરી રહી હતી.

છેડતી સહિતની કલમો હેઠળ નોંધાયો હતો ગુનો
ઝડપાયેલી કીર્તિ પટેલ અને તેના મિત્ર ભરત ભરવાડ દ્વારા ફરિયાદી મહિલાને વારંવાર સેટેલાઈટના ગુનામાં સમાધાન કરી લેવા માટે હેરાન કરવામાં આવતી હતી, જેથી અંતે મહિલાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી કીર્તિ પટેલની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરી હતી. જોકે આરોપી કીર્તિ પટેલે પોતાના પર લાગેલા આક્ષેપ નકારી આ તમામ ઘટનાથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ