ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / દુબઈ ભાગ્યાની અફવા વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજાએ પાસપોર્ટ જમા કરાવ્યો, જાણો શું છે વિવાદ
Last Updated: 01:12 PM, 30 August 2025
ADVERTISEMENT
ગોંડલમાં પોપટ સોરઠીયા હત્યા કેસમાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાની ગુજરાત હાઈકોર્ટે સજા માફી રદ કરી હતી અને હુકમ કર્યો હતો કે તેમનો પાસપોર્ટ જમા લઈ લો, જે અનુસંધાને અનિરુદ્ધસિંહે વકીલ મારફતે આજે તેમનો પાસપોર્ટ જમા કરાવ્યો છે, તેમના પર બીજો કેસ અમિત ખૂંટના આપઘાતનો છે જેમાં અનિરુદ્ધસિંહ અને તેમનો પુત્ર હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને પોલીસ તેમને શોધવા માટે ફાંફા મારી રહી છે.
ADVERTISEMENT
ગોંડલમાં કોગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની સને 1988ની સાલમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં પિસ્તોલથી ગોળી ધરબી હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા થઈ હતી. જે કેસમાં સજા માફી આપવામાં આવી હતી. જે નિર્ણયને તાજેતરમાં જ હાઈકોર્ટે ગેરકાયદે જાહેર કરી ચાર સપ્તાહમાં અનિરૂધ્ધસિંહને જેલ સતાવાળાઓ સમક્ષ હાજર થવા આદેશ કરવામાં આવ્યો હતો અને તેનો પાસ્ટપોર્ટ પણ સરેન્ડર કરવાનો હુકમ કર્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કે 15,000થી વધુ કેસોની સુનાવણી અટકી પડી, એવું શું થયું? કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
અનિરુદ્ધસિંહ રીબડાના અમિત ખુંટ આપઘાત કેસમાં વોન્ટેડ છે, આ કેસમાં તેમની સાથે તેમનો પુત્ર પણ આરોપી છે. જે બનાવમાં તેઓ ચાર માસથી વધુ સમયથી ફરાર છે.અને પોલીસે આ કેસમાં પિતા-પુત્રને પકડવા જીલ્લા પોલીસે ટીમો બનાવી હતી અને યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહીતના રાજ્યમાં પહોંચી હતી. પરંતુ આરોપીને પકડવામાં સફળતા મળી નથી.
સંકળાયેલા મુદ્દાઓ