બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગુજરાતમાં કે 15,000થી વધુ કેસોની સુનાવણી અટકી પડી, એવું શું થયું? કારણ ચોંકાવનારું
Last Updated: 11:03 AM, 30 August 2025
ગુજરાત હાઈકોર્ટમાં બીજા દિવસે પણ વકીલોની હડતાળ યથાવત છે. વકીલોની હડતાળને લઈ 15000 થી વધુ કેસોની સુનવણી અટકી પડી છે. ગઈકાલે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને મળીને રજૂઆત કરી છે. સમાધાન ન થતા હવે સેશન કોર્ટ, ગ્રામ્ય કોર્ટનાં વકીલો પણ હડતાળમાં જોડાશે. 271 જેટલા વકીલ મંડળ હડતાળમાં જોડાશે. જેથી ગુજરાતમાં આજે લાખો કેસની સુનવણી અટકશે.
ADVERTISEMENT
જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં કરી છે બદલી
ગુજરાત હાઈકોર્ટમાં વકીલ એસોસિએશનની હડતાળ યથાવત છે. છેલ્લા 2 દિવસથી વકીલ દ્વારા હડતાળ કરવામાં આવી રહી છે. જજ સંદીપ ભટ્ટની બદલીનાં વિરોધને લઈ હડતાળ કરાઈ રહી છે. બદલી અટકાવવા માટે હાઈકોર્ટનાં વકીલો હડતાળ કરી રહ્યા છે. હડતાળના પગલે લગભગ 10 હજાર કેસોમાં સુનાવણી અટકી છે. જસ્ટિસ સંદીપ ભટ્ટની મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં બદલી કરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દ્વારકાથી બનાસકાંઠા સુધી..., ઓગસ્ટનો અંત પણ ગુજરાતના આ જિલ્લાઓ માટે ભારે
બે જજ ગુજરાત હાઇકોર્ટના
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટની કોલેજિયમની એક બેઠકમાં વિવિધ હાઇકોર્ટના 14 જજની ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી છે. જે પૈકી બે જજ ગુજરાત હાઇકોર્ટના પણ છે. એમાં જસ્ટિસ સંદીપ ભટ્ટ અને જસ્ટિસ સી.એમ. રોયની ટ્રાન્સફરનો પણ પ્રસ્તાવ સુપ્રીમની કોલેજિયમે કર્યો છે. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટને મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને જસ્ટિસ રોયની ટ્રાન્સફર આંધ્રપ્રદેશ હાઇકોર્ટમાં કરવાની ભલામણ કરવામાં આવી છે. એમાં સંદીપ ભટ્ટની બદલીના વિરોધમાં ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદતની હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આ મામલે કમિટીની રચના કરાયા બાદ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને રજૂઆત કરાશે. આ સાથે જ ગુજરાત ભરના વકીલ એસો.ને પણ આ હડતાલમાં જોડાવા આહવાન કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.